હેમા માલિનીને પટાવવા માટે ફિલ્મ શોલેના સેટ પર આ કામ કરતા હતા ધર્મેન્દ્ર.

0
818

ફિલ્મ શોલેના સેટ ઉપર ધર્મેન્દ્રએ કર્યું હતું એવું સેટિંગ જેથી તે હેમાની નજીક જ રહી શકે.

બોલીવુડની ફિલ્મોમાં દેખાડવામાં આવતો પ્રેમ જોઈને લાગે છે કે ખરેખર એવું વાસ્તવિક જીવનમાં હોય. ફાલ્મોમાં દેખાડવામાં આવતો હીરો અને હિરોઈનનો પ્રેમ, તેમનું એક બીજાને ઈમ્પ્રેસ કરવું, પ્રપોજ કરવું દરેક ફોલ્મોમાં હોય છે પરંતુ દરેક છોકરી એવું ઈચ્છે છે કે કોઈ છોકરો તેના માટે એવું જ કરે, આજે અમે તમને બોલીવુડના એક એવા જ કપલ વિષે જણાવીશું. જેમાં છોકરાએ છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે ફિલ્મનો આશરો લીધો અને તેનું દિલ જીતી લીધું.

અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્રની. આ બન્નેની લવ સ્ટોરી બોલીવુડની ફેમસ અને ક્યુટ લવ સ્ટોરીમાંથી એક છે. હેમા માલિનીની સુંદરતાની વાત કરીએ તો તેની ઉપર કોઈપણ આકર્ષિત થઇ જાય છે. અને તેમાં પણ ધર્મેન્દ્ર પણ તેની ઉપર આકર્ષિત થઇ ગયો હતો. હેમાની સુંદરતા પાછળ ધર્મેન્દ્ર એકદમ પાગલ હતો. અને આજે પણ તેમની જોડી ઉદાહરણ પૂરું પડે છે. બન્નેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી ન હતી.

ધર્મેન્દ્ર હેમા માલિનીને રાજી કરવા માટે કોઈ પણ તક છોડી નથી અને તે હંમેશાથી જ કોઈને કોઈ તકની શોધમાં જ રહેતો હતો. જેથી તે હેમાને ઈમ્પ્રેસ કરી શકે. ધર્મેન્દ્ર અને હેમાની લવ સ્ટોરી અને ધર્મેન્દ્રનું હેમાને પટાવવા માટે કરવામાં આવેલા એક કારસ્તાનનો એક કિસ્સો આજે અમે તમને આ લેખમાં જણાવીશું.

ફિલ્મ શોલેમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મથી જ ધર્મેન્દ્રએ હેમા માલિનીને પટાવવાના પ્રયાસ શરુ કરી દીધા હતા. હેમાને પટાવવા માટે ધર્મેન્દ્રએ લાઈટ્સમેન સાથે પોતાનું એક અલગ પ્લાનિંગ કરી લીધું હતું. અહેવાલ મુજબ શોલેના શુટિંગ શોટ કરવામાં આવી રહ્યા હતા, જેમાં એક સીનમાં ધર્મેન્દ્ર અને હેમાનો રોમાન્ટિક સીન હતો અને ધર્મેન્દ્ર આ શોટને વારંવાર કરાવતો રહેતો હતો. અને તેના દ્વારા જ તે હેમા માલિનીની નજીક આવવા માંગતો હતો.

અહેવાલ મુજબ ધર્મેન્દ્રએ લાઈટ્સમેન સાથે એક સોદો કરી લીધો હતો, જયારે તે પોતાનો કાન ખેંચે તો તેનો અર્થ લાઈટ્સમેને ભૂલ કરવાની છે. તો જેથી તે સીનને ફરી વખત સુટ કરાવવામાં આવે અને જો તે પોતાના નાકને સ્પર્શ કરે છે, તો તેનો અર્થ છે કે શોટને ઓકે કરી દેવામાં આવ્યો. આ સીનને ધર્મેન્દ્રએ ઘણી વખત રીટેક કરાવ્યો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.