હેલ્મેટ વિના પેટ્રોલ લેવા માટે લોકોએ કર્યો કેવો જુગાડ, પેટ પકડીને હસસો, જુઓ ફોટા.

0
1580

ગૌતમબુદ્ધ નગર જીલ્લાના રોડ ઉપર અવાર નવાર થઇ રહેલા અકસ્માતોથી ચિંતિત તંત્રે પહેલી જુનથી ‘હેલ્મેટ નહિ તો પેટ્રોલ નહિ’ નિયમ લાગુ કરી દીધો. પહેલા દિવસે તેની અમુક જગ્યાએ અસર જોવા મળી તો ક્યાંક નિયમની અસર જોવા મળી ન હતી.

વ્યવસ્થાના અભાવે પેટ્રોલ પમ્પોની બહાર એક બીજા પાસે હેલ્મેટ માગવાની રમત જોરદાર ચાલી. પેટ્રોલ ન મળવાથી ઘણી જગ્યાએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝગડાની સ્થિતિ પણ ઉભી થઇ ગઈ. ઘણા પેટ્રોલ પંપો ઉપર ટ્રાફિક પોલીસે ચલણ પણ કાપ્યા.

હેલ્મેટ મેળવવા પ્રયાસ કરતા જોવા મળ્યા લોકો :-

પંપ સંચાલકોએ હેલ્મેટ વગર બે પૈડા વાળા વાહન ચાલકોને પટ્રોલ ન આપવાનો કડક આદેશ છે પરંતુ પહેલા જ દિવસે ઘણા પંપ સંચાલકો બેદરકારી દર્શાવતા જોવા મળ્યા. સેક્ટર-૬૨, સેક્ટર-૬૩, સેક્ટર-૫૪ ગ્રીન બેલ્ટ સહીત પેટ્રોલ પંપની બહાર બે પૈડા વાળા વાહન ચાલકો હેલ્મેટ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા.

પેટ્રોલ પંપની બહાર ઉભા રહેલા બીજા બે પૈડા વાળા વાહન ચાલકો પાસેથી થોડી વાર માટે હેલ્મેટ માગીને લોકોએ કામ ચલાવ્યું. પંપ કર્મચારીઓ સામે આ રમત જાહેરમાં ચાલતી રહી.

પેટ્રોલ ન મળ્યું તો ઝગડવા લાગ્યા :-

આમ તો જીલ્લા તંત્રના કડક વલણને લઈને લોકોમાં ઘણી જાગૃતતા પણ જોવા મળી પરંતુ હેલ્મેટ પહેરવામાં શરમ અનુભવવા વાળા ઘણા બેદરકાર બે પૈડા વાળા વાહન ચાલકો પેટ્રોલ પંપ ઉપર દાદાગીરી કરતા જોવા મળ્યા. સેક્ટર-૬૨ પટ્રોલ પંપ ઉપર એવા જ દ્રશ્યો જોવા મળ્યા. વગર હેલ્મેટ પેટ્રોલ નાખવા બાબતે પેટ્રોલ પંપના કર્મચારીએ ના પાડી દીધી, તો વાહન ચાલક ઝગડવા માટે તૈયાર થઇ ગયા.

ટ્રાફિક પોલીસે કાપ્યું ચલણ :-

ટ્રાફિક પોલીસે સવારથી જ ઘણા પેટ્રોલ પમ્પોની બહાર પોતાની ટીમ તૈયાર કરી હતી. હેલ્મેટ વગર આવવા વાળા લોકોને અટકાવીને તેમના ચલણ કાપ્યા. ટ્રાફિક ઇન્સ્પેકટર અનીલ પાંડેયે જણાવ્યું કે સેક્ટર-૧૪ પેટ્રોલ પંપની બહાર સવારે ૧૦ વાગ્યા સુધી ૩૧ લોકોના ચલણ કાપી દીધા હતા. તે દરમિયાન લોકોએ હેલ્મેટ પહેરવા માટે જાગૃત પણ કરવામાં આવ્યા હતા.

નોયડા-ગ્રેટર નોયડા એટલે આખું ગૌતમબુદ્ધ નગર જીલ્લામાં નો હેલ્મેટ નો ફયુલ યોજનાની શરુઆત શનિવારથી થઇ. જીલ્લાધિકારીએ વાહન ચાલકો અને પેટ્રોલ પંપોને આદેશ જાહેર કર્યો હતો. ડીએમ બી એન સિંહે કહ્યું કે જીલ્લામાં બે પૈડા વાળા વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ ફરજીયાત કરવા માટે આ યોજના શરુ કરી છે. હેલ્મેટ ન પહેરવા વાળાને પંપો ઉપર પેટ્રોલ નહિ આપવામાં આવે. નિયમનું ઉલંઘન કરવા ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.