એડીનો દુ:ખાવો જીવનભર માટે તમારું ચાલવા ફરવાનું બંધ કરાવી દે છે, તેનાથી વધુ સારું છે કે આ ઉપાય અપનાવો.

0
2481

મિત્રો, એ વાત આપણે બધા જાણીએ છીએ કે, આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણા પગ સૌથી મહત્વનું અંગ હોય છે. અને આપણા પગ જ્યાં સુધી સ્વસ્થ રહે છે, ત્યાં સુધી આપણે બીજા ઉપર આધાર રાખ્યા વગર સ્વતંત્ર રીતે જ હરી ફરી શકીએ છીએ.

પણ ઘણી વખત વધુ કામ, ઈજા થવાથી, પગ મચકાઈ જવાથી, નબળા હાડકા, વિટામીન, મિનરલ્સ અને કેલ્શિયમની ઉણપ વગેરેને લીધે આપણા પગની એડીઓમાં દુ:ખાવો થવા લાગે છે. ઘણી વખત તો એડીનો આ દુ:ખાવો એટલો ગંભીર હોય છે કે, આપણું હરવા ફરવાનું પણ ઓછું કે બંધ થઇ જાય છે. જો તમને પણ એડીના દુ:ખાવાની તકલીફ રહે છે, તો તેને ધ્યાન બહાર ન કરશો. કારણ કે તમારી થોડી પણ બેદરકારી હંમેશા માટે તમારું ચાલવા ફરવાનું બંધ કરી શકે છે.

એટલે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે બે એવા ઉપાય જણાવીશું, જેના પ્રયોગથી તમારી એડીઓનો દુ:ખાવો દુર થઇ જશે. આ ઉપાય કર્યા પછી એડીના દુ:ખાવાને કારણે જે લોકોનું ચાલવા ફરવાનું બંધ થઇ ગયું છે, તે પણ ફરી ચાલવા લાગશે. આ ઉપાય આયુર્વેદીક હોવાથી એકદમ સેફ છે અને તેની કોઈ આડ અસર પણ નથી હોતી. તો આવો જાણીએ એડીના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવું પડશે?

એડીના દુ:ખાવાથી રાહત મેળવવા માટે ના ઘરગથ્થું નુસખા :

પહેલો ઉપાય :

આ નુસખો તૈયાર કરવાં માટે તમારે લેવા પડશે આંકડાના ફૂલ. જી હા, મિત્રો આ તે જ આંકડાના ફૂલ છે જેને હનુમાનજીની પૂજા કરતા સમયે ચડાવવામાં આવે છે. તેને મંદાર, મદાર, અર્ક, આંક અને અકાવા પણ કહે છે. આંકડાના ફૂલથી આ નુસખો તૈયાર કરવા માટે આ ફૂલને એક પાણીના વાસણમાં નાખીને ઉકાળી લો. તમે એક વખતમાં ૮ થી ૧૦ આંકડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. ઉકળી ગયા પછી આ ફૂલોનાં ઉકાળાને ગાળી લો.

પછી એને પાણી માંથી જુદા કાઢી લો, અને એને થોડા ઠંડા કરી લો. હવે જયારે આંકડાના ફૂલ હળવા ગરમ રહે, ત્યારે તેને એક કપડાના પાટા ઉપર વચ્ચે રાખો. હવે તે ફૂલો ઉપર તમારી એડી રાખો અને કપડાને પગમાં પાટાની જેમ બાંધી લો. આ સમયે એક વાતનું ધ્યાન રાખશો કે ફૂલો વાળો ભાગ તમારી એડી સાથે ચોંટેલો હોવો જોઈએ. અને આ કપડાનો પાટો વધુ ટાઈટ ન બાંધવો.

ત્યારબાદ તમે તેની ઉપર મોજા પહેરી લો. આ ફૂલનો પાટો અને મોજાને આખો દિવસ પહેરી રાખો અને સાંજે ખોલી નાખો. આ ઉપાય કરવાથી એડીનો દુ:ખાવો તો દુર થશે જ, સાથે જ એડીમાં આવેલ સોજો પણ દુર થાય છે. તમારે આ ઉપાય રોજ કરવાનો છે. આ ઉપાયથી અઠવાડિયાની અંદર તમને ફાયદો જોવા મળશે.

બીજો ઉપાય :

મિત્રો જણાવી દઈએ કે, આ ઉપાયમાં એક્યુપ્રેશરનો ઉપયોગ કરવાનો છે. તમારો એડીઓનો દુ:ખાવો દુર કરવા માટે તમારી આંગળી અને અંગુઠાની મદદથી એડીની ચારે બાજુ પ્રેશર આપતા રહી તેને દબાવો. ત્યારબાદ એડી ઉપર સરસીયાનું કે તલનું તેલ લગાવીને અંગુઠાથી એડીની ૪ થી ૫ મિનીટ સુધી માલીશ કરો.

આમ કરવાથી એડીની માંસપેશીઓમાં જામી ગયેલ લોહી સારી રીતે વહેવા લાગે છે, અને તમને દુ:ખાવાથી તરત આરામ મળશે. આમ તો જે લોકોને દુ:ખાવાને લીધે ચાલવા ફરવાનું બંધ થઇ ગયું છે તેમને આ ઉપાયથી લાંબા સમયે આરામ મળે છે.