પૈસાની છે ખુબ જ જરૂરિયાત તો “ચોખા”નો આ ઉપાય તમારી મદદ કરી શકે છે

0
5450

આમ તો દરેક મનુષ્ય પોતાના સામર્થ્ય અનુસાર મહેનત કરી પૈસા કમાય છે. પણ ઘણી વાર પ્રયત્નો કરવા છતાં પણ એને પૈસાની કમી થઇ જાય છે. એવામાં જો દેવું લેવામાં આવે તો એને સમય પર ચૂકવી ન શકવાનો ડર રહે છે. અને ઘણી વાર માંગવા પર પણ કોઈ પૈસા આપવા તૈયાર નથી હોતું. તેમજ ઘણી વાર આપણી સામે આવી વિષમ પરિસ્થિતિઓ ઉભી થઇ જાય છે. પણ એનાથી હતાશ થવાની જરૂર નથી. હકીકતમાં જ્યોતિષમાં આ પ્રકારની પૈસાની જરૂરિયાતના સમાધાન માટે ઉપાય જાણવામાં આવ્યા છે, અને આજે અમે તમને એ ઉપાય વિષે જણાવીશું.

આ ઉપાય ચોખા સાથે જોડાયેલા છે. પૂજામાં ચડાવવામાં આવતા ચોખાને અક્ષત કહેવાય છે. એનો અર્થ થાય છે કે જે સંપૂણ હોય, ક્યાંયથી પણ તૂટેલા ન હોય. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિ પોતાના જીવનમાં આવી રહેલી સમસ્યાઓને દુર કરી શકે છે. શાસ્ત્રોમાં પણ જ્યોતિષને મહત્વ આપવામાં આવે છે. તેમાં ચોખા સાથે જોડાયેલા એવા ઘણા બધા ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જે જુદા જુદા પ્રકારની તકલીફો માંથી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપાય ઘણા જ સરળ છે.

મિત્રો આજે અમે તમને ચોખા સાથે જોડાયેલા થોડા જરૂરી ઉપાય જણાવવાના છીએ, જેને અપનાવીને તમે તમારું જીવન આનંદમય બનાવી શકો છો. અને તમે તમારી તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો.

૧) પહેલો ઉપાય એવા વ્યક્તિ માટે છે જેમની કુંડળીમાં પિતૃ દોષ છે. તો તેના માટે કાગડાને ચોખાની ખીર અને રોટલી ખવડાવો. કારણ કે એવું માનવામાં આવે છે કે આ ટોટકાથી પરિવારમાં સુખ સમૃદ્ધી આવે છે, અને તેનાથી પિતૃ દોષ પણ દુર થઇ જાય છે. તેનાથી વ્યક્તિનું જીવન આનંદમય બને છે.

૨) મિત્રો તમારા માંથી કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, અને તમે ઈચ્છો છો કે તમે પોતાના કેરિયરમાં પ્રગતી કરો, તો તેના માટે મીઠા ભાત બનાવીને છાપરા ઉપર છુટા છુટા નાખી દેવા જોઈ, જેથી તેને કાગડા ખાઈ શકે. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ખુબ જલ્દી કોઈ સારી નોકરી મળવાના યોગ બને છે.

૩) જો તમારા માંથી કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ધનની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેના માટે પોતાના પર્સ (પાકીટમાં) માં લાલ રંગના રેશમી કપડામાં ચોખાના ૨૧ સાબૂત (આખા) દાણા રાખવા જોઈએ, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે આ ઉપાય તમારે શુક્રવારના દિવસે કરવાનો છે. કેમ કે શુક્રવારના દિવસે આ ઉપાય કરવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી વ્યક્તિના જીવમાં ધન આવવા લાગે છે. તેમજ અક્ષય તૃતીયા, પૂનમ અથવા દિવાળીના શુભ દિવસે સવારે વહેલા ઉઠીને બધા કામ પુરા કરી સ્નાન કરી આ ઉપાય કરી શકો છો.

૪) છેલ્લો ઉપાય એમના માટે છે જે વ્યક્તીના ઘરમાં દરિદ્રતા રહેતી હોય. તો તેનાથી છુટકારો મેળવવા માટે શિવલિંગની સામે અડધો કિલો ચોખા લઈને બેસી જાવ. ત્યારબાદ ચોખાના ઢગલા માંથી એક મુઠ્ઠી ચોખા લઈને શિવલિંગ ઉપર અર્પણ કરો. ત્યાર પછી વધેલા ચોખાને શિવ મંદિરમાં દાન કરી દો. આ ઉપાય તમારે સતત પાંચ સોમવાર સુધી કરવાનો છે, જો તમે આ ઉપાયને અપનાવો છો, તો તેનાથી તમારા ઘરની દરિદ્રતા દુર થઇ જશે.

મિત્રો અમે ઉપર જે ઉપાયો તમને જણાવ્યા છે જો તમે આ ઉપાય અપનાવો છો, તો તેનાથી તમારું નસીબ બદલાઈ શકે છે. તેમજ તમારા જીવનમાં ચાલી રહેલી તકલીફો માંથી તમને છુટકારો મેળવી શકો છો. આ ઉપાય શાસ્ત્રો મુજબ ઘણો જ અસરકારક માનવામાં આવે છે અને તે કરવો પણ ઘણો સહેલો છે. જો તમે તે કરો છો તો તમને લાભ જરૂર મળશે.