હાર્ટ ટચિંગ ફોટો અને ઘટના, પહેલા પોતાની ઢીંગલીને પ્લાસ્ટર કરાવ્યું, પછી જ બાળકીએ પોતાનો ઈલાજ કરાવ્યો, ડોક્ટર પણ થયા ચકિત

0
903

૧૧ મહિનાની માસુમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ થઇ છે. ડોકટરોએ એક જ પથારી ઉપર દાખલ થયેલી બાળકી અને તેની ઢીંગલીના પગ ઉપર પ્લાસ્ટર ચડાવ્યું છે. લોકનાયક હોસ્પીટલમાં હાડકાના રોગના બ્લોકમાં ૧૬ નંબરની પથારી ઉપર સુતેલી બાળકીના પગ ઉપર કુલા સુધી પાટો બાંધ્યો છે. બંને પગને પટ્ટી ઉપર લટકાવ્યા છે, જેથી ફેકચરને યોગ્ય રીતે જોડી શકાય. બાળકીની બાજુમાં ઢીંગલી પણ તે સ્થિતિમાં છે.

ડોક્ટર પહેલા ઢીંગલીને દવા અને ઇન્જેક્શન આપે છે અને પછી બાળકી પણ હસતા હસતા તેની વાત માની લે છે. બાળકી અને ઢીંગલીના આ વિચિત્ર સંબંધને જોઇને ડોકટર પણ આશ્ચર્યચકિત છે. આખી હોસ્પિટલમાં ઢીંગલી વાળી બાળકીના નામની ચર્ચા છે. આખી હોસ્પિટલના દર્દીઓ તેને જોવા આવી રહ્યા છે.

દરિયાગંજની રહેવાસી ફરીન બે અઠવાડિયા પહેલા પોતાની ૧૧ મહિનાની બાળકીને લઈને હોસ્પિટલ ગઈ હતી. ઘરે પથારીમાંથી પડી જવાને કારણે બાળકીના પગમાં ફેકચર થયું હતું. લોકનાયક હોસ્પિટલના ડો. મનોજ જણાવે છે કે, બાળકી જીકરા મલિક દર્દથી કણસી રહી હતી. જયારે તેણે ડોક્ટરને ઇન્જેક્શન લગાવતા જોયા તો તે માતાના ખોળામાં તરફડવા લાગી.

ઘણા સમય પછી પણ જયારે જીકરા શાંત ન થઇ, તો તેની માતાએ ડોકટરોને જણાવ્યું કે બાળકીની એક ઢીંગલી ઘરે છે. તેને દૂધ પીવરાવ્યા પછી જ પોતે દૂધ પીવે છે. ડોકટરોની મંજુરીથી જયારે ઢીંગલીને હોસ્પિટલ લાવવામાં આવી તો તેને જોઇને જ બાળકી બુમ પાડી ઉઠી. તે જોઇને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થયા.

સ્થિતિ એવી થઇ ગઈ કે બાળકીને દવા કે ઇન્જેક્શન દેતા પહેલા ઢીંગલીને આપવું પડ્યું. ડોક્ટર જયારે જીકરાને પાટો બાંધવા લાગ્યા, તો તે ફરીથી રડવા લાગી. અને મગજમાં વિચાર આવતા જ ડોક્ટરે ઢીંગલીના પગ ઉપર પણ પાટો બાંધવાનું શરુ કરી દીધું. ત્યાર પછી જીકરાએ પણ સરળતાથી પ્લાસ્ટર લગાવડાવી લીધું.

ઈલાજ માટે બાળકીને દાખલ કરવી જરૂરી હતી, એટલા માટે ઢીંગલીને પણ તેની સાથે રાખવામાં આવી. જીકરાની માતા ફરીન જણાવે છે કે, તે ઢીંગલી જયારે તે ૨ મહિનાની હતી ત્યારે તેની નાનીએ ભેંટમાં આપી હતી. ત્યારથી તેને ઢીંગલી સાથે ઘણો સ્નેહ છે. ઘરમાં કાંઈ પણ ખાવા પીવાનું બને તો પહેલા ઢીંગલીને આપવું પડે છે, ત્યાર પછી જ જીકરા ખાય છે.

આખા દેશ સામે લાવવાનો પ્રયાસ :

હાડકાના રોગના વડા ડો. અજય ગુપ્તા જણાવે છે કે, લગભગ ત્રણ દશકના અનુભવમાં તેમણે આવો કેસ ક્યારે પણ નથી જોયો. જીકરાએ હોસ્પિટલના દરેક ડોકટરોને વિચારવા માટે મજબુર કરી દીધા છે કે, માસુમ દર્દીનો ઈલાજ તેની સાયકોલોજી સાથે કેવી રીતે સારો કરી શકાય છે. હોસ્પિટલના ડોકટર આનંદ અને ઉત્સાહ સાથે આ કેસને આખા દેશ સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હોસ્પિટલ પહોંચતા જ વિચલિત થાય છે બાળકી :

ઓસ્ટ્રેલીયન સાયકોલોજીકલ સોસાયટીના વર્ષ ૨૦૧૬માં સામે આવેલા અધ્યયન મુજબ લગભગ ૧ થી ૧૫ ટકા માસુમ બાળકોને ઈજા થયા પછી હોસ્પિટલ પહોંચાડવાથી તેઓ ઘણા વિચલિત થઇ જાય છે. જયારે ૨૦ થી ૨૫ ટકા બાળકો આઈસીયુમાં પહોંચ્યા પછી અકળાવા લાગે છે. એને ટ્રોમાટીક સ્ટ્રેટ ડીસઓર્ડર (પીટીએસડી) પણ કહેવામાં આવે છે. રોગ ઉપરાંત બાળક હોસ્પીટલમાં મળવા વાળા અલગ અનુભવથી પણ દુઃખી થઇ જાય છે.

સારવાર જગતને મળશે નવી દિશા :

દિલ્હીના ડોકટર આ કેસને સારવાર જગત માટે નવી દિશા આપવા વાળો માની રહ્યા છે. એમ્સના બાળ રોગ નિષ્ણાંત ડો. પ્રવીણનું કહેવું છે કે, માસુમ બાળક પહેલા જ ઘણા ડરેલા હોય છે. હોસ્પિટલ પહોંચ્યા પછી ભીડ અને ઇન્જેક્શન વગેરે જોઈ તેઓ વધારે ડરી જાય છે. આ કેસ સારવાર જગતમાં નવું ઉદાહરણ પૂરું પાડે છે. બાળકો અને ખાસ કરીને બે વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોમાં રોગ કરતા વધુ તેની માનસિક સ્થિતિને સમજવાની જરૂર હોય છે. આ ઉંમરના બાળકો નથી બોલી શકતા અને નથી કાંઈ જણાવી શકતા. તેવામાં તેના દુઃખને ધ્યાનમાં રાખીને સારવાર આપવી મોટો પડકાર હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.