થોડા દિવસ સુધી રોજ સવારમાં ભૂખ્યા પેટે ગોળ ખાવ, જોઈ લો એના ફાયદાઓનું લીસ્ટ…

0
13105

આજે દરેક માણસ ભાગદોડ વાળા જીવનને કારણે જાત-જાતની બીમારીઓથી ઘેરાય ચુક્યો છે. આ બીમારીઓના ઈલાજ માટે એ બધા લોકો દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પણ, જો સમયસર ધ્યાન આપવામાં આવે તો આયુર્વેદ દ્વારા મોટા ભાગની બીમારીઓને થતા પહેલા જ અટકાવી શકાય. આયુર્વેદમાં લગભગ દરેક બીમારીનો ઈલાજ દર્શાવવામાં આવ્યો છે. તો આજે અમે તમને એમાંથી એક વસ્તુ એટલે કે ગોળ ખાવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગોળ સ્વાદિષ્ટ તો છે જ સાથો-સાથે તંદુરસ્તીનો ખજાનો પણ છે.

ગોળની ગણતરી સ્વાસ્થ્યવર્ધક પદાર્થોમાં કરી શકાય છે. આનું મુખ્ય કારણ તે છે કે ગોળની અંદર વિટામીન બી (આઈનાસીટલ) ભરપુર માત્રામાં મળી આવે છે. આયુર્વેદમાં પણ આ વાત વિશે કહેવામાં આવ્યું છે કે ગોળના સેવનથી શરીર નિરોગી રહે છે અને તેને સ્વસ્થ રાખી શકાય છે. યોગ્ય માત્રામાં ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. તેમજ હરડેની સાથે તેનું સેવન કરવાથી પિત્તની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. ગોળ બાળકો માટે સૌથી ઉત્તમ છે. આમાં ચિકણાઈ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ ગોળ ખાવાનાં ફાયદા.

ગોળ ખાવાના ચમત્કારિક ફાયદા :

પેટ માટે ફાયદાકારક છે ગોળ :

ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી પેટ સંબંધિત બીમારી થતી નથી. અને જે લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય એમણે ગોળનું સેવન કરવું જોઈએ. જો તમને ખાટ્ટા ઓડકાર આવતા હોય તો ગોળ, સિંઘવ મીઠું અને સંચળને પાણીમાં મેળવીને પીવું. સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી પાચનશક્તિ વધે છે અને ભૂખ પણ લાગે.

લો-હી-ની ઉણપ દૂર કરે :

ગોળમાં લોહતત્વ (આયર્ન) ભરપૂર માત્રામાં હોય છે. અને ગોળ હિમોગ્લોબીનની કમીને પણ દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લા-લ ર-ક-ત કોશિકાઓની માત્રા પણ વધે છે અને લો-હી-ની ઉણપ દૂર થાય છે. એનિમિયાનાં દર્દીઓ માટે ગોળનું સેવન આશિર્વાદ સમાન છે.

પ્રેશર નિયંત્રિત રાખે :

જો તમને પ્રેશરની તકલીફ હોય તો તમારા માટે ગોળ એક ઉત્તમ ઈલાજ છે. ગોળ ખાવાથીપ્રેશર નિયંત્રણમાં રહે છે.

હાડકા મજબૂત કરે છે :

ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. એટલે ગોળ હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ અસરદાર છે.

વજન ઘટાડે :

જો કોઈ વ્યક્તિનું વજન ખૂબ વધારે હોય તો એણે ગોળનું સેવન કરવું જોઈએ. કારણ કે ગોળ ખાવાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે. ગોળ વજન ઓછું કરવામાં ખૂબ જ કારગર છે.

ગોળ શરીરને મજબૂત અને સક્રિય બનાવી રાખવામાં ગુણકારી છે :

ગોળ ખાવાથી આપણું શરીર મજબૂત અને સક્રિય (એક્ટિવ) બને છે. જો દૂધમાં ગોળ મેળવીને એનું સેવન કરવામાં આવે તો શારીરિક કમજોરી દૂર થાય છે. દૂધ સાથે ગોળનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. એટલે જો તમને દૂધ પસંદ હોય તો એમાં ગોળ મેળવીને પીવાથી તાત્કાલિક ફાયદો થશે.

ગોળ શરદી-ઉધરસ દૂર ભગાડે છે :

જો તમને શરદી-ઉધરસ હોય તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ તત્વ શરદી-ઉધરસ મટાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

ગોળ મગજ માટે લાભકારી છે :

ગોળ ખાવાના ઘણા બધા ફાયદા વિષે તમે જાણ્યું. પણ, આનો સૌથી મોટો ફાયદો એ છે કે માઈગ્રેનમાં ખૂબ જ અસરકારક છે. રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લો. અમે આની પુષ્ટિ કરતા નથી.)