જાણો ખજુરના સ્વાસ્થ્ય વર્ધક લાભ, આ વાંચ્યા પછી તમે નિયમિત ખાશો ખજુર

0
10334

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે ઘણા સ્વાસ્થ્યને લાગતા લેખ લઈને આવીએ છીએ. અને આજે પણ લાવ્યા છીએ. આજે આપણે જાણીશું ખજુર વિષે. ખજુર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે, તેમજ હદયને બળ પણ પૂરું પાડે છે. ખજૂર શરદી, કફજન્ય ઉપાધિમાં, મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમની રોગમાં લાભદાયક છે.

તમારા સારા સ્વાસ્થ્ય માટે જણાવી દઈએ કે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે, હદયને બળ પૂરું પાડે છે, ગુર્દા અને મૂત્રાશયને પણ બળવત્તર કરે છે. ખજૂર ખાંસી, તાવ, અને મરડાના દર્દીને માટે ખૂબ લાભકારક છે. તાજા ખજૂરનું પાણી પીવીથી ઝાડાની તકલીફ દૂર થઇ જાય છે.

ખજૂર ખાવાના ફાયદા :

દરરોજના ખાવામાં ખજૂર ખાવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે. ખજૂર કમજોર વ્યક્તિએ વધુ ન ખાવું હિતાવહ છે. ઉપરાંત આંખો દુ:ખતી હોય તો પણ ખજૂર ન ખાવું હિતાવહ છે.

ખજૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે, પેશાબ છૂટથી લાવે છે અને વિર્યશક્તિમાં વધારો કરે છે. ખજૂર ક્ષયની બીમારીમાં ઉપયોગી છે, ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે. ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે.

ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે. ગર્ભવતી સ્ત્રી નિયમિત સેવન કરતી રહે તો સુંદર ધીરજવાન અને સહિષ્ણું બાળક જન્મે છે. ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. કિડની અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે. ખજૂર બાળકો માટે પણ પોષ્ટિક છે. ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી ખાવું. શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય, પિત્ત હોય તો ખજૂરનું સેવન કરવાથી કે તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે.

જો તમે દુબળા પાટલા છો અને વજન વધારવા માંગો છો, તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે. ઉપરાંત તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે. ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે.

જો તમને વારંવાર થાક લાગતો હોય અથવા આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો હોય, તેમજ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે. બેચેની, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે. વધુ પડતી પાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો તેનું વજન વધી શકે છે.

ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે. ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નહીં વધે.

ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે, દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે. આ રાખ ઘાવ (જખ્મ) પર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે. ખજૂરમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઈ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી૧, બી૨, બી૩, વિટામિન એ અને સી પણ આવેલાં છે.

વિર્યશક્તિ માટે : ખજૂર (સુકવેલ ખજૂર એટલે કે ખારેક) દુધમાં ઉકાળી દૂધ સહીત સેવન કરવાથી વિર્યશક્તિમાં વધારો કરે છે. વિર્યશક્તિ માટે બદામ ત્રણ નંગ અને ખારેક ત્રણ નંગ દરરોજ રાત્રે સુતી વખતે લેવી. ગુમાવેલી શક્તિ પાછી મળશે. ખજૂર જલ્દી પચી જવાનો ગૂણ પણ ધરાવે છે.

ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે. ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે. શુદ્ધ લોહી વાહન કરતી નસોમાં, લોહી પહોચાડવામાં થતી રુકાવટમાં ખજૂરના ઠળિયા અનુપમ ઔષધનું કામ આપે છે.

મિત્રો ખજૂર એક સંપૂર્ણ ખોરાક છે. નબવી વૈધોમાં ખજૂરને ખૂબ ગૂણકારી દર્શાવ્યું છે. ખજૂર દરેક બીમારીમાં લાભકારક છે એટલુ જ નહિ પણ નરણે કોઠે ખજૂરનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોની અસર દૂર થાય છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. ખજૂરને વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે, માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ સારી રીતે કરે છે. પોટેશિયમને જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકથી દૂર રાખે છે. ઉપરાંત દિવસની ૨-૩ ખજૂરની પેશી નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

લોહીની ઊણપ હોય, હિમોગ્લોબીનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ તો ખાસ ખજૂર ખાવો જોઈએ. ખાસ કરીને ૧૫-૧૬ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂરનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ ૨-૩ પેશી ખજૂર ખાવામાં આવે તો એનિમિયાના પ્રોબ્લેમ્સથી દૂર રહેવાય છે.

ડાયાબીટીસથી ગભરાતા વ્યક્તિ માટે ખજૂર સારા છે. કારણ કે ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. ઉપરાંત દરરોજ સવારે ભૂખ્યા પેટે ૨ થી ૩ પેશી લેવાથી પણ ફાયદો થાય છે. દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની સ્ટાર્ટ કરો તે પહેલાં ૨-૩ પેશી ખજૂર લેવાથી કસરત કરતાં એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે.

જો તમારું બાળક રાત્રે સુતા સમયે પથારી ભીની કરી દે છે. બાળકોમાં જોવા મળતી આ ખુબ સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે આ સમસ્યા ૪ થી ૫ વર્ષથી નાની ઉંમર વાળા બાળકોમાં જોવા મળે છે. કેમ કે ૫ થી ૬ વર્ષની ઉંમર સુધી બાળકો પોતાના મૂત્રાશય ઉપર નિયંત્રણ રાખતા શીખી જાય છે. જો બાળક ૬ વર્ષની ઉંમર પછી પથારીમાં પેશાબ કરે છે તો તેને એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે.

જે પણ માતા પિતાને આ ફરિયાદ છે કે તેમનું બાળક રાત્રે ઊંઘમાં પેશાબ કરી દે છે, તો તેની સૌથી સારી દવા છે ખજુર. ખજુર તો તમે જોઈ જ હશે. આ સમસ્યાના ઉપચાર માટે રાત્રે સુતા પહેલા ખજુર ને દુધમાં નાખો. એક ગ્લાસ દુધમાં ૩-૪ ખજુર નાખો અને તેને સારી રીતે ઉકાળો પછી બાળકને આપી કહેજો કે ખજુર ને બરોબર ચાવીને ખાઈ લે અને દૂધ પી જાય.

મિત્રો જો આ ઉપાય તમે ૧૫ દિવસ કરી લીધો તો તમારા બાળકની આ પથારી ભીની કરવાની સમસ્યા દુર થઇ જશે. (દુરનાં પણ થાય તો ક્યારેય પણ બાળક પર આ વાતનો ગુસ્સોનાં કરતા એનાથી સમસ્યા વધી જ જશે.)

અને આમાં તમારી પાસે એક વિકલ્પ બીજો પણ છે જો તમને ખજુર ક્યાય ન મળે તો તમે ખારેક પણ લઇ શકે છો.