હેડફોડ ઈયર ફોન લગાવી ને કાન પાકી જતા હોય તો તમારે આ નવી જાતના ઈયર ફોન વિશે વાંચવું જોઈએ.

0
269

હેડફોન પણ હવે જુના જમાનાની વસ્તુ બની જશે, જાણો તેની પાછળનું કારણ. લાંબા સમય સુધી હેડફોન લગાવી રાખવાથી માથાનો દુખાવો થવાની ફરિયાદ થાય છે? કે પછી ઈયર ફોન થી કાન પાકી જાય છે છે? જો હા તો ખુશ થઇ જાઓ. ઇઝરાઇલની કંપની ‘એટ નોવેટો’ એ ‘સાઉન્ડ બીમર’ નામનું ડેક્સટોપ ડિવાઇસ બનાવવાનો દાવો કર્યો છે, જે યુઝર્સના કાનમાં સીધા જ મ્યુઝિક ટ્યુન પહોંચાડવામા કારગર હશે.

ઉત્પાદકોનું કહેવું છે કે , બ્લૂટૂથથી સજ્જ ‘સાઉન્ડ બીમર’ સાંભળવા વાળા ના કાનને શોધવા માટે સક્ષમ છે. તે કાનની દિશામાં નાના અદ્રશ્ય બબલમાં બનેલા ધ્વનિ તરંગોને પ્રસારિત કરે છે, આ રીતે તે હેડફોન પહેર્યા વિના પણ સંગીતનો આનંદ માણી શકે છે. એટલું જ નહીં, આ પ્રક્રિયામાં આસપાસ બેઠેલા લોકોને કોઈપણ જાતની અગવડ પહુંચતી નથી. બીજા લોકો કોઈપણ ડિસ્ટબન્સ વિના પોતાના કામકાજ કરતા રહેશે.

‘એટ નોવાટો’ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જોઈએ તો ‘સાઉન્ડ બીમર’ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં બજારમાં વેચાતા થશે. આ ડિવાઇસ ‘સાઉન્ડ બીમિંગ’ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં સ્પીકર અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો પ્રસાર કરે છે, જે મનુષ્યની શ્રવણ શક્તિના સરહદો ની બહાર છે. ડિવાઇસમાં 3-ડી સેન્સિંગ મોડ્યુલ લાગ્યું છે, જે વપરાશકર્તાને સંગીત સાંભળવા માટે તેના સ્થાન વિશેની માહિતી આપે છે. આ સ્થાનમાં, ધ્વનિ તરંગો નાના પરપોટામાં રૂપાંતરિત થાય છે અને ઉપયોગકર્તાના કાન સુધી પહોંચે છે. તેઓ સામાન્ય શ્રાવ્ય તરંગો તરીકે સાંભળી શકાય છે.

બીજી પણ ટેકનોલોજી આવી રહી છે નીચે વાંચો એના વિશે :ખાનગી સ્પેસ કંપની ‘સ્પેસએક્સ’ના સીઇઓ એલોન મસ્ક (ટેસ્લા વાળા), ‘ન્યુરલિંક’ નામની કમ્પ્યુટર ચિપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે મ્યુઝિકની ધૂન સીધા મગજમાં જ ટ્રાન્સમિટ કરી શકશે. એટલે કે, ગીતો સાંભળવા માટે તમારે હેડફોન અથવા ઇયરફોન લગાવવા ની કોઈ જરૂર નઈ પડે

મસ્કના મતે, ‘ન્યુરલીંક’ એક ઇંચ લાંબી કમ્પ્યુટર ચિપ હશે જે ઝીણા તારથી બનેલી હશે. તે સામાન્ય ઓપરેશન થી મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ચિપ બ્લૂટૂથની મદદથી અથવા વાઇફાઇ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થશે, અત્યારે એનું આખું સ્વરૂપ સ્પષ્ટ નથી. પણ તે સીધા મગજમાં જ ફોનમાં વાગતા ગીતો સંભળાવી શકે એવી ફ્યુચર ટેકનોલોજી ના છે એમાં કોઈ બે મત નથી

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.