ભૂલથી પણ આ દિશામાં માથું રાખીને ઊંઘવું નહિ, જાણી લો કે કઈ દિશામાં રાત્રે ઊંઘવું જોઈએ?

0
9058

આ દિશામાં માથું રાખીને ઊંઘવાની ભૂલ કરવી નહિ, જાણો રાત્રે કઈ દિશામાં માથું રાખી ઊંઘવું જોઈએ?

મિત્રો અમારા લેખમાં તમારું સ્વાગત છે. આજે અમે તમને કઈ દિશામાં માથું રાખીને ઊંઘવું જોઈએ એના વિષે જણાવીશું. તેમજ તેનું વૈજ્ઞાનિક કારણ અને ફાયદા જણાવીશું. સાથે ન તમને એ પણ જણાવીશું કે કઈ દિશામાં ના ઊંઘવું જોઈએ. અને એના હાનિકારક પ્રભાવ વિષે પણ જણાવવાના છીએ. ઉત્તર દિશામાં માથું રાખીને ઊંઘવા માટે આપણને હમેશા મનાઈ કરવામાં આવી છે. શું આ નિયમ આખી દુનિયાના બધા સ્થાનો પર લાગુ થાય છે? શું છે આનું વૈજ્ઞાન? કઈ દિશા ઊંઘવું સારું છે? આ બધા વિષે આપણે જાણીશું.

આપણે કઈ દિશામાં માથું રાખીને ઊંઘવું જોઈએ?

એ વાત તો તમે જાણતા જ હશો કે આપણું હ્રદય શરીરના નીચેના કે વચ્ચેના ભાગમાં નથી. તે શરીરના કુલ ભાગના ત્રણ ચતુર્થાંશ ઉપરની તરફ રહેલું છે. કારણ કે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જઈને લોહીને ઉપરની તરફ પોંહચાડવુ નીચેની તરફ પહોંચાડવા કરતા વધારે અઘરું હોય છે.

આપણા શરીરમાં જે લોહીની નસો ઉપરની તરફ જાય છે, તે નીચેની તરફ જનારી ધમનીઓની સરખામણીમાં ખુબ વધારે પરિષ્કૃત હોય છે. તે ઉપર મગજમાં જતા સમયે લગભગ વાળ જેવી હોય છે. તે એટલી પાતળી હોય છે કે તે લોહીનું એક ફાલતુ ટીપું પણ નહિ લઇ જાય. કારણ કે જો એક પણ વધારાનું ટીપુ ચાલ્યું ગયું તો હેમરેજઝ (રક્તસ્ત્રાવ) થઇ શકે છે.

દુનિયામાં મોટા ભાગના લોકોને મગજમાં રક્તસ્ત્રાવ થતો હોય છે. તે મોટા પાયા પર પ્રભાવિત નથી કરતી પણ આના નાના-મોટા નુકશાન હોય છે. તમે સુસ્ત થઇ શકો છો, જે હકીકતમાં લોકોને થઇ રહ્યું છે. 35 વર્ષની ઉંમર પછી તમારી બુદ્ધિમત્તા (ઇન્ટેલિજન્સ) નું સ્તર ઘણા રૂપોમાં નીચું આવી જાય છે. જ્યાં સુધી કે તમે તેને વ્યવસ્થિત બનાવી રાખવા માટે ખુબ મહેનત નથી કરતા.

તમે તમારી મેમરીના કારણે કામ ચલાવી રહ્યા છો, તમારા બુદ્ધિના કારણે નહિ. તેમજ પારંપરિક રૂપથી તમને એવું પણ કહેવામાં આવે છે, કે સવારે ઉઠીને સૌથી પહેલા તમારે તમારી હથેળી ધસવી જોઈએ અને તમારે તમારી હથેળીને પોતાની આંખો પર રાખવી જોઈએ.

દક્ષિણ દિશાની તરફ માથું રાખવાના ફાયદા :

દક્ષિણ દિશા તરફ માથું રાખીને ઊંઘવું ખુબ સારું માનવામાં આવે છે. અને આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે તમારા પગ ઉત્તર દિશામાં રહેશે. શાસ્ત્રોની સાથે સાથે પ્રચલિત માન્યતાઓમાં જણાવ્યા મુજબ, આરોગ્યની દૃષ્ટિએ આ તરફ ઊંઘવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ માન્યતા પણ વૈજ્ઞાનિક હકીકતો પર આધાર રાખે છે.

ઉત્તરની તરફ કેમ ના રાખવું માથું :

પૃથ્વીમાં ચુંબકીય શક્તિ હોય છે. આમાં દક્ષિણથી ઉત્તરની તરફ સતત ચુંબકીય પ્રવાહ વહેતો હોય છે. જ્યારે આપણે દક્ષિણ તરફ માથું રાખીને ઊંઘીએ છીએ, તો આ ઉર્જા આપણા માથાની તરફ પ્રવેશ કરે છે અને પગની તરફની બહાર નીકળી જાય છે. એવામાં સવારે જાગવા પર લોકોને તાજગી અને સ્ફૂર્તિ મહસૂસ થાય છે.

જો તમે તેની વિરુદ્ધ માથું રાખો તો :

આની વિરુદ્ધ, દક્ષિણની તરફ પગ કરીને ઊંઘવા પર ચુંબકીય પ્રવાહ પગથી પ્રવેશ કરે છે માથા સુધી પહોંચે છે. આ ચુંબકીય ઉર્જાથી માનસિક તણાવ વધે છે, અને સવારે જાગવા પર માથું ભારે ભારે લાગે છે.

પૂર્વ દિશા તરફ પણ રાખી શકો છો માથું :

બીજી સ્થિતિ એ બની શકે છે કે. માથું પૂર્વ તરફ અને પગ પશ્ચિમની તરફ રાખવામાં આવે છે. કેટલીક માન્યતાના મુજબ આ સ્થિતિને શ્રેષ્ઠ મનાય છે. આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સનાતન ઘર્મમાં સૂર્યને જીવનદાતા અને દેવતા માનવામાં આવે છે. એવામાં સૂર્ય ઉગવાની દિશામાં પગ કરવું સારું નથી માનવામાં આવતુ. એટલા માટે પૂર્વની તરફ માથું રાખી શકાય છે.