હે ભગવાન : ટિકટોકની ટેવ પડવાથી પતિ ગુસ્સે થયો, તો પત્નીએ આત્મહત્યાનો ટિકટોક વિડિઓ બનાવીને તેને મોકલી દીધો.

0
904

તામિલનાડુની ૨૪ વર્ષની અનિતાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી, આ આત્મહત્યા તેના પતિના ટીકટોક ચલાવવા ઉપર ગુસ્સે થવાને કારણે જ કરી.

સહેલીએ ટીકટોક ચલાવતા શીખવ્યું હતું :-

અનીતા પોતાની ચાર વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે અરિયાલુર, તમીલનાડુમાં રહેતી હતી. તેના પતિ પલાનીવેલ પોતાના કૃષિ બિજનેશને કારણે થોડા વર્ષોથી સિંગાપુરમાં કામ કરી રહ્યા છે. એક દિવસ અનીતાની સહેલીએ અનીતાને ટીકટોક વિષે જણાવ્યું. ધીમે ધીમે તે ટીકટોક ઉપર વિડીયોઝ બનાવવા લાગી, પછી તેને ટીકટોકની ટેવ પડી ગઈ.

કુટુંબના લોકોએ કરી હતી ફરિયાદ :-

અનીતાની આ ટેવથી કંટાળીને કુટુંબના લોકોએ તેના પતિને ફરિયાદ કરી દીધી અને તેને સમજાવવાનું કહ્યું, તેના પતિએ તેને બાળકોનું ધ્યાન રાખવા અને ટીકટોકની ટેવને કંટ્રોલ કરવા માટે કહ્યું, પરંતુ વિડીયોઝ બનાવવાની પરંપરા એમ જ ચાલતી રહી, પછી એક દિવસ તેના બાળકો રમતા રમતા પડવાથી ઈજા થઇ ગઈ. તે વખતે પીલાનીવેલથી રહેવાયું નહિ, તે ફોન ઉપર અનીતાને ઘણું ખીજાયા.

આત્મહત્યા કરી અને તેનો વિડીયો પતિને મોકલી દીધો :-

અનિતાના પતિનું આવી રીતે ખીજાવું બિલકુલ સારું ન લાગ્યું. ગુસ્સામાં એક છેલ્લો ટીકટોક વિડીયો બનાવ્યો, હાથમાં ઝેરની બોટલ હતી. ઝેર પીતો ટીકટોક વિડીયો બનાવ્યો. અમુક મીડિયાના અહેવાલ મુજબ તેણે આ વિડીયો પતિને પણ મોકલ્યો હતો.

અનીતાને પહેલા સરકારી હોસ્પીટલમાં લઇ ગયા હતા. પરંતુ સ્થિતિ વધુ ગંભીર હોવાને કારણે જ કોઈ ઈલાજ અસર કરી રહ્યો ન હતો, એટલે ખાનગી હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યાં અનીતાએ છેલ્લા શ્વાસ લીધા.

પહેલા પણ થઇ ગયા હતા ટીકટોકથી ઘણા મૃત્યુ :-

આ પહેલો કેસ નથી, જયારે ટીકટોકને કારણે કોઈનું મૃત્યુ થયું હોય.

આ વર્ષ જાન્યુઆરીમાં મુંબઈમાં રહેતી ૧૫ વર્ષની એક છોકરીએ પોતાના જન્મદિવસ ઉપર ફાંસીએ લટકી ગઈ હતી. આ બાળકીની દાદીએ કંટાળીને તેને ટીકટોક ચલાવવાની ના કહી હતી.

એપ્રિલમાં દિલ્હીના ૧૯ વર્ષના સલમાન જાકીર પોતાના મિત્ર સાથે વિડીયો બનાવી રહ્યો હતો. મિત્રના હાથમાં પિસ્તોલ હતી. વિડીયો બનાવતી વખતે ભૂલથી મિત્રએ ગોળી ચલાવી દીધી અને સલમાનનું મૃત્યુ થઇ ગયું.

ટેકનોલોજીનો સદુપયોગ થઇ શકે અને કેટલીક વાર આજ ટેકનોલોજી કોઈનો જીવ પણ લઇ શકે છે. તમારું શું કહેવું છે આ બાબતમાં કોમેન્ટમાં અવશ્ય લખીને જણાવશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ધ લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.