હવે યુપીમાં એપ દ્વારા ઘરે બેઠા નોંધાવી શકશો ઓનલાઇન FIR જાણો વધુ વિગત.

0
591

આજના સમયમાં ગુનાખોરી એટલી હદે વધી ગઈ છે કે તેનાથી બચવા ઘણા ઉપાયો અપનાવવામાં આવતા હોય છે, જેમાં સરકાર દ્વારા પણ લોકોને તેના વિષે જાગૃત કરવા અનેક પ્રકારની કામગીરીઓ થતી રહે છે, આજે આવી જ એક ડીઝીટલ કામગીરીથી પણ તેનાથી બચી શકાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે.

યુપી બન્યું આવી સુવિધા આપવા વાળું દેશનું પહેલું રાજ્ય

ઉત્તર પ્રદેશમાં ‘યુપી કોપ એપ’ થી હવે ઘરે બેઠા તમે ઈ-એફઆઈઆર નોંધાવી શકો છો. આ પ્રકારની એપના માધ્યમથી એફઆઈઆર નોંધાવવાની સુવિધા આપવા વાળું યુપી દેશનું પહેલું રાજ્ય છે. જો પોલીસ મહાનિર્દેશક (એડીજી) ટેકનીકલી સેવા આશુતોષ પાંડેયે બુધવારે તેના વિષે માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ એપના માધ્યમથી ઈ- એફઆઈઆર તો નોંધાવશે જ સાથે જ તો મોબાઈલ એપ જણાવશે કે ઘટનાસ્થળથી પોલીસ સ્ટેશન કેટલું દુર છે. એટલું જ નહિ આ એપના માધ્યમથી પોલીસ સાથે જોડાયેલી ૨૭ સુવિધાઓ ઘરે બેઠા પ્રાપ્ત કરી શકશો.

અજાણ્યા વિરુદ્ધ નોંધાવી શકાશે ઈ- એફઆઈઆર

આશુતોષ પાંડેયના જણાવ્યા મુજબ આ એપ દ્વારા પોલીસ ટેકનીકલી સેવાઓ ગાડીઓની ચોરી, લુટની ઘટનાઓ, મોબાઈલ ચોરી, બાળકોના ગુમ થવું અને સાઈબર ગુના સાથે જોડાયેલી બાબતોમાં હવે યુપી પોલીસે મોબાઈલ એપ્લીકેશન ‘યુપી કોપ એપ’ ના માધ્યમથી અજાણ્યા વિરુદ્ધ ઈ- એફઆઈઆર નોંધાવી શકાશે. લોકો કોઈ વસ્તુ કે દસ્તાવેજ ગુમ થઇ જવાની સુચના પણ એપ્લીકેશનના માધ્યમથી નોંધાવી શકશો.

બોગસથી સાવચેતીથી લઈને કરશે સચેત

એપથી એફઆઈઆર પછી સંબંધિત પોલીસ કર્મચારીઓને ડીઝીટલ હસ્તાક્ષર સાથે પીડિતને એફઆઈઆરની નકલ તેના ઈમેલ ઉપર ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. યુપી કોપ મોબાઈલ એપ ઉપર ઈ-સુરક્ષા માટે સંપૂર્ણ ગાઈડલાઈન પણ મળી રહેશે. તેમાં એટીએમ કાર્ડ, વન ટાઈમ પાસવર્ડ, બોગસ ફોન દ્વારા થતી છેતરપીંડીને લઈને કેવી રીતે સાવચેત રહેવું, તે જણાવવામાં આવ્યું છે.

એટીએમ બુથમાં કેવી રીતે સાવચેતી રાખવી, એટીએમથી પેમેન્ટ કરતી વખતે ખાસ સાવચેતી રાખવા સહીત ૨૬ પ્રકારના થતા સાઈબર ગુનાથી બચવા વિષે જણાવવામાં આવ્યું છે. એપ ઉપર આરબીઆઈની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. જેમાં સેફ ડીઝીટલ બેન્કિંગ અને ગ્રાહકની જવાબદારીની જાણકારી આપવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.