હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

0
116

અમેરિકા એ કરી રહ્યું છે જે આપણે ઘણા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં જોયું.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથની પદ્ધતિ અપનાવી છે. તેમણે તોફાનીઓનો ફોટા ટ્વિટ કરીને તેમના વિશે લોકો પાસેથી માહિતી માંગી છે.

વોશિંગ્ટન. રાજધાની દિલ્હી અને યુપીમાં આ વર્ષે થયેલા કોમી રમખાણો તો બધાને યાદ જ હશે, આ રમખાણો થયાનો હજી વધારે સમય થયો નથી. તોફાનીઓએ હંગામો કર્યો, સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું, કરોડો રૂપિયાની સંપત્તિને આગ ચાંપી દીધી.

યોગીએ ઘડી કાઢી યુક્તિ, ટ્રમ્પે અપનાવી

રમખાણોના આ વલણથી પરેશાન, સરકારોએ પણ તેને પહોચી વળવા માટે યુક્તિ ઘડી કાઢી, આ વિસ્તારોમાં સ્થાપિત સીસીટીવી ચકાસવામાં આવ્યા. મોઢા ઉપર કપડા બાંધીને સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા હતા, શહેરના મુખ્ય માર્ગો અને ચોક ઉપર તેને લગાવી દેવામાં આવ્યા હતા, અને શહેરના લોકોને અપીલ કરવામાં આવી હતી કે આ લોકોની ઓળખ કરો, જેની ઓળખ થઇ ગઈ તેમના ઘરે નોટીસ પહોંચી ગઈ.

સંપત્તિને નુકસાન પહોચાડવાનો દંડ ભરી રહ્યા છે. તે સમયે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા વાળાઓને છોડવામાં આવશે નહીં, જેમણે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તે તેમની પાસેથી તેની વસૂલાત કરવામાં આવશે.

ફૂટેજ કઢાવ્યા, કરી રહ્યા છે ટ્વીટ

હવે, આ જ વિચારસરણી સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચાલવા લાગ્યા છે. અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી ત્યાં અશ્વેત અને શ્વેત લોકોએ મળીને અમેરિકાના તમામ શહેરોમાં જોરદાર પ્રદર્શન કર્યા. તોડફોડ અને લૂંટફાટ કરી, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું. હવે ત્યાં આ રમખાણો શાંત થયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ સીસીટીવી ફૂટેજ અને વીડિયો માંથી શોધી કાઢવામાં આવેલા લોકોના એક ડઝનથી વધુ ફોટા પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી ટ્વીટ કર્યા છે અને લોકોને તેને ઓળખવાની અપીલ કરી છે. છેલ્લાં બે દિવસથી ટ્રમ્પ સતત આવી તસવીરો ટ્વીટ કરી રહ્યા છે.

અમેરિકામાં લેફાયેટે પાર્કમાં થયેલા તોફાનોના આરોપીઓના પોસ્ટર ઘણી જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે. આ લોકો ઉપર આરોપ છે કે તેમણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્ર્યુ જેક્સનની પ્રતિમાને તોડી પાડી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્થાપિત એક કોન્ફેડરેટ જનરલની પ્રતિમાને પ્રદર્શનકારીઓએ તોડીને આગ લગાવી દીધી હતી. આ ઘટના 19 જૂનના રોજ બની હતી જે દિવસે અમેરિકામાં દાસ પ્રથાના અંત તરીકે ઉજવવામાં આવે છે.

દોરડથી બાંધીને તોડવામાં આવી પ્રતિમાઓ

ગ્રેનાઇટના બનેલા પ્લેટફોર્મ ઉપર સ્થાપિત 11 ફૂટની અલ્બર્ટ પાઇક પ્રતિમાને સાંકળથી બાંધીને પાડવામાં આવી અને પ્રતિમા નીચે પડી ગઈ હતી ત્યારે પ્રદર્શનકારીઓએ તેની ઉપર કુદકા મારીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યાર પછી પ્રદર્શનકારીઓએ ખંડિત પૂતળાની આસપાસ લાકડા નાખીને તેમાં આગ ચાંપી દીધી હતી.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ન્યાય, નહિ તો શાંતિ નહીં અને જાતિવાદી પોલીસ ન જોઈએ ના સુત્રોચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળ ઉપર હાજર હતી પરંતુ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.

મૂર્તિ તોડીને વ્યક્ત કર્યો વિરોધ

પ્રદર્શનકારીઓએ અમેરિકાના તમામ શહેરોમાં લાગેલી મૂર્તિઓને તોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ એ ઉભી થઇ કે પ્રદર્શનકારીઓએ શોધી શોધીને મૂર્તિઓ તોડી. મૂર્તિઓ તોડવી સહેલી ન હતી, તેને દોરડાથી બાંધીને ખેંચીને નીચે પાડી દીધી અને પછી તેની ઉપર રંગ નાખી દેવામાં આવ્યો. ત્યાં બધી બાબતો લખી નાખી.

દૂર કરવી પડી મૂર્તિઓ

એક સમય એવો આવ્યો જ્યારે સ્થાનિક વહીવટીતંત્રને તેમને ત્યાં લાગેલી આવી તમામ મૂર્તિઓ દુર કરવાની ફરજ પડી. વહીવટીતંત્રે પોલીસની હાજરીમાં આવી ડઝનબંધ મૂર્તિઓ ક્રેનની મદદથી ઉપાડી અને તેને પહેલેથી જ સલામત સ્થળ ઉપર પહોચાડી દીધી, જેથી પ્રદર્શનકારીઓ તેને નુકસાન ન પહોંચાડી શકે. અમેરિકામાં દરેક જગ્યાએ વિશિષ્ટ લોકોની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, આ મૂર્તિઓ તે ઇતિહાસકારોની છે, જેમનું અમેરિકામાં કોઈને કોઈ પ્રકારનું યોગદાન છે.

પ્રદર્શનકારીઓ અશ્વેત અને શ્વેત લોકોના જૂથને જયારે કંઇ ન મળ્યું, ત્યારે તેમણે પોતાનો ગુસ્સો આ મૂર્તિઓ ઉપર કાઢ્યો, ક્યાંક મૂર્તિનું માથુ તોડી નાંખ્યુ, તો ક્યાંક તેને દોરડાથી બાંધીને નીચે પાડી દીધી તો ક્યાંક મૂર્તિને નીચે પાડીને તેની ઉપર પોતાના પગરખાં પણ ફેંક્યા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.