હવે રડતાને ચૂપ કરાવતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો, રડવાથી થાય છે સ્વાસ્થ્ય સંબંધિત 5 મોટા ફાયદા

0
764

આજના સમયમાં લોકો તનાવ મુક્ત થવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા રહે છે, જેવા કે સવારના સમય કોઈ ખુલ્લી જગ્યામાં બેસીને જોર જોરથી હસવું આવા ઘણા ઉપાય અજમાવતા રહે છે.

જયારે કોઈ રડે છે તો તમે તેને હસાવવાનો પ્રયાસ કરો છો. તમે ઈચ્છો છો કે તે તેનું દુઃખ ભૂલી જાય અને હસવા લાગે. પરંતુ હવે પછી જો તમે કોઈને રડતા જુવો તો તેણે રડવા દેજો. અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રડવાના પણ જુદા જુદા ફાયદા હોય છે. રડવાથી માણસ તનાવ મુક્ત અનુભવે છે અને તેનું મન હળવું થઇ જાય છે. રડવાથી મુડ પણ પહેલા કરતા સારું બની જાય છે. એટલા માટે જો દુઃખી થવાથી થોડું રડી પણ લો તો તે ખરાબ નથી.

આવો જાણીએ રડવાથી કેવા પ્રકારના આપણેને ફાયદા થઇ શકે છે

તનાવમાંથી મુક્તિ :-

જો તમને કોઈ વાતનું ઘણું વધુ ટેન્શન છે, તો ખરેખર તમને પણ રડવાની ઈચ્છા થાય છે. પરંતુ ઘણા લોકો તેણે કંટ્રોલ કરવા લાગે છે. એવું ન કરવું જોઈએ. માણસ જો રડી લેશે તો તેના મનમાં આવનારા તમામ નકારાત્મક વિચાર દુર થઇ જશે ત્યાર પછી તમારું મન હળવું અને તનાવ રહિત અનુભવશે.

બેક્ટીરિયા માંથી મુક્તિ :-

ડુંગળી કાપવાથી પણ આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. થોડા આંખમાં જતા રહે તો પણ આંસુ નીકળવા લાગે છે. પણ શું તમને ખબર છે આંસુ સાથે સાથે ઘણા નુકશાનકારક તત્વ પણ બહાર નીકળી જાય છે. નુકશાનકારક તત્વ બાહર નીકળવાથી આંખો સાફ થઇ જાય છે અને સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય છે.

મૂડ ફ્રેશ થવો :-

મન મુકીને રડી લેવાથી મુડ હળવો થઇ જાય છે. મુડ હળવો થવાથી તમે પહેલાથી વધુ સારી અનુભુતી કરો છો. એટલા માટે તમે હંમેશા જોયું હશે કે કોઈ પણ લાગણીપૂર્વકના દુઃખ પછી વ્યક્તિને રડવા દેવામાં આવે છે. લોકો કહે છે કે તેને મન મુકીને રડી લેવા દો. એવું એટલા માટે કહે છે કેમ કે રડવાથી મુડ અને દુઃખ બંને હળવા થઇ જાય છે.

હાઈ બ્લડ પ્રેશરમાં રાહત :-

ટેન્શનથી બ્લડ પ્રેશર વધવા લાગે છે અને તમને બીજી ઘણી બીમારીઓ પણ થવા લાગે છે, પરંતુ જો તમે થોડું રડી લેશો તો માત્ર તમારો માનસિક તનાવ જ દુર નહિ થાય પરંતુ હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ નહિ રહે. એટલું જ નહિ, તમે બીજી પણ ઘણી બીમારીઓમાંથી સુરક્ષિત રહેશો.

માથાના દુઃખાવા માંથી મુક્તિ :-

જયારે વ્યક્તિ લાગણીશીલ થઈને રડે છે, તો તેના શરીરમાંથી એડ્રેકાર્ટીકોટ્રોપીક અને લ્યુસીન જેવા હાર્મોન્સ નીકળે છે. આ હાર્મોન્સ નીકળવાથી વ્યક્તિ સારો અહેસાસ કરવા લાગે છે અને મુડ ફ્રેશ થઇ જાય છે. માથાનો દુઃખાવો પણ ગુમ થઇ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.