હવે લાઇસન્સ વિના વાહન ચલાવસો તો લાગશે આટલા બધા હજાર રૂપિયાનો દંડ, 63 નવા નિયમોનું નોટિફિકેશન થયું જાહેર.

0
1215

૧ સપ્ટેમ્બરથી લાગુ થઇ જશે ટ્રાફિક નિયમોના ઉલંઘન ઉપર દંડ સંબંધી નવા નિયમો

કેન્દ્ર સરકારે બનાવેલા મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ના ૬૩ જોગવાઈને લાગુ કરવાને લઈને નોટીફીકેશન બહાર પાડી દીધું છે. આ બધા ૬૩ જોગવાઈ ટ્રાફિક નિયમોના ઉલંઘન ઉપર દંડ સંબંધી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ નવી જોગવાઈ ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી લાગુ થઇ જશે.

બીજી જોગવાઈ માટે તૈયાર થઇ રહ્યો ડ્રાફ્ટ

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ એવી જોગવાઈ છે, જે લાગુ કરવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯માં ફેરફાર કરવાની જરૂર નથી. મંત્રાલયે જણાવ્યું કે બનાવેલા મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ની બીજી જોગવાઈઓ લાગુ કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેવો ડ્રાફ્ટ રીયર થશે, એટલે તરફ જ બીજી જોગવાઈઓને લાગુ કરવા માટે નોટીફીકેશન બહાર પાડી દેવામાં આવશે.

લાયસન્સ વગર ડાઈવીંગ કરવા ઉપર ૫૦૦૦નો દંડ

મંત્રાલયના નિવેદન મુજબ, નવી જોગવાઈ દંડ, લાયસન્સ, રજીસ્ટ્રેશન, નેશનલ ટ્રાંસપોર્ટ પોલીસી વગેરે સંબંધી છે. નવા નિયમો મુજબ, જો કોઈ લાયસન્સ વગર ગેર કાયદેસર વાહન ચલાવતા પકડાઈ જાય છે, તો તેની ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. હાલમાં એ દંડની રકમ ૧૦૦૦ રૂપિયા છે. લાયસન્સ વગર વાહન ચલાવવા ઉપર પણ પણ ૫૦૦ને બદલે પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

મોંઘુ પડશે દારુ પીને વાહન ચલાવવું.

દારુ પી ને વહન ચલાવતી વખતે પહેલી વખત પકડાઈ જવા ઉપર ૬ મહિનાની જેલ કે ૧૦ હજાર રૂપિયાનો દંડ અને બીજી વખત પકડાઈ જવા ઉપર ૨ વર્ષની જેલ અને ૧૫ હજાર રૂપિયાનો દંડની જોગવાઈ છે. નવી જોગવાઈ રાજ્ય સરકારોને ઓવરલોડ વાહનોને પકડવા માટે અલગ વ્યક્તિ કે એજન્સીની એનફોર્સમેંટ એજન્સી તરીકે નિયુક્ત કરવાની પણ સત્તા આપે છે. મોટર વ્હીકલ ખરડો ૨૦૧૯ આ મહિનાની શરુઆતમાં સંસદમાંથી પસાર થયું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.