હવે ક્યારેય પંચર નહિ થાય કારના ટાયર્સ, આવી ગયા છે આ ખાસ ટાયર્સ.

0
1297

આજના ઝડપી યુગમાં દરેક લોકોની વાહનની જરૂરિયાત ઘણી વધી જવા પામી છે. દરેકને પોતાના કામના સ્થળે સમયસર પહોચવાની ઉતાવળ હોય છે. અને તેમાં પણ ખરાબ રસ્તા ખરાબ વાતાવરણ અને ખરાબ રોડને કારણે પોતાની ગાડીના ટાયરનું ખરાબ થવું, આ બધા કારણોને ધ્યાનમાં રાખીને ચાલવાનું હોય છે. આવા સમયમાં જો આપણેને એક એયરલેસ ટાયર્સ મળી જાય તો મુસાફરી ઘણી આરામદાયક રહેશે, તો આજે અમે તમારી સામે આવી જ એક વાત લઈને આવ્યા છીએ જે તમને વાહન ચલાવવામાં મદદરૂપ થશે.

ટાયર્સના પંચર થવાની તકલીફથી બધા લોકો ચિંતિત છે. પરંતુ હવે ચિંતાનો ઉકેલ મળી ગયો છે. ટાયર્સ બનાવવા વાળી કંપની Michelin અને General Motors એ ગાડીઓ માટે હવે નવા એયર લેસ વ્હીલ ટેકનોલોજી બહાર પાડી છે. આ ટેકનોલોજીને અમલમાં લાવવા માટે Movin On શિખર સંમેલન દરમિયાન પ્રટોટાઈલને માન્ય રાખશે. Michelin અને GM Uptis પ્રોટોટાઈપ ઉપર કામ કરી રહ્યા છે અને તેની શરુઆત શેવરલે બોલ્ડ EV થી થવા જઈ રહી છે.

છેલ્લા પાંચ વર્ષોથી Michelin હજુ સુધી એયરલેસ ટાયર્સ ઉપર કામ કરી રહી છે. કંપનીએ ૨૦૧૪માં ટ્વીલ કોન્સેપ્ટએ પણ બહાર પાડ્યું હતું અને તેને કમર્શિયલ ઉપયોગ માટે તૈયાર કરવા માટે નવા પ્લાન્ટમાં ૫૦ મીલીયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું. અને Uptis તેનું એક મોડલ છે.

દુનિયા આખીમાં લગભગ ૨૦૦ મીલીયન ટાયર્સ દર વર્ષે સમય પહેલા પંચર, રોડને ખરાબ થવાથી નુકશાન કે ખોટા વાયુના દબાણને કારણે ખરાબ થઇ જાય છે. પ્રોટોટાઈપ દ્વારા આ પ્રગતી Michelin અને GM એ સુરક્ષિત, વધુ ટકાઉ મોબીલીટી ઉકેલ લાવવા માટે ઘણું કાળજીપૂર્વક બહાર પાડવામાં આવે છે. દુનિયાભરમાં લગભગ ૨૦૦ મીલીયન ટાયર્સ દર વર્ષે પોતાના સમય પહેલા જ પંચર થઇ જાય છે અને તેની પાછળ સૌથી મોટું કારણ ખરાબ રોડ, અયોગ્ય હવાનું દબાણ થઇ જવું છે. તે સમયે Michelin અને GM સૌથી સુરક્ષિત અને ટકાઉ ટાયર્સ બનાવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.