હવે કઠોરતાથી નહિ પ્રેમથી વર્તન કરશે ઇનકમટેક્સ વિભાગ, નહિ મોકલે ધમકી ભરેલી નોટિસો.

0
467

હાલના સમયમાં નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગપતિઓને હંમેશા એક જ વાતની ચિંતા રહેતી જોવા મળે છે, અને તે છે ઇન્કમ ટેક્સ, કેમ કે આજના સમયમાં કોઈપણને ટેક્સ ભરવા અંગે ઘણી મુંજવણ રહે છે, અને ટેક્સ વિભાગ દ્વારા પણ એમને અવાર નવાર ધમકી ભરેલા પત્રો આવતા રહે છે, પરંતુ હવે નાણા મંત્રીએ એક એવો રસ્તો અપનાવ્યો છે કે ટેક્સ ધારકો પાસેથી ટેક્સ પ્રેમપૂર્વક વસુલ કરવામાં આવે.

ટેક્સ ટાર્ગેટ પૂરો કરવા માટે અધિકારી કોઈ ટેક્સપિયરને હેરાન નહિ કરે

નિર્મલા સીતારમને આવક વિભાગના અધિકારીઓને પોતાના વર્તનમાં ફેરફાર લાવવાનું જણાવ્યું હતું

આવક વિભાગે ટેક્સ સંબંધી મુદતો પૂરી કરવા માટે મિત્રતાનું વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. એટલે આવક વેરો રીટર્ન ભરતી વખતે જો તમારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે, તો આવક વિભાગ તમને ધમકી ભરેલી નોટીસ નહિ મોકલે. ખાસ કરીને નાણા મંત્રી નિર્મલા સીતારમને આવક વિભાગના અધિકારીઓ પોતાના વર્તનમાં ફેરફાર લાવવા માટે જણાવ્યું હતું, ત્યાર પછી વિભાગે ટેક્સ પીયર્સ સાથે નરમ વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે.

મિત્રતાની ભાવનાથી વાત કરશે વિભાગ

એજન્સીના સમાચારો મુજબ, નાણા મંત્રીએ ટેક્સ ચોરી અટકાવવા માટે આવક વિભાગના અધિકારીઓ અને ટેક્સ પીયર્સ વચ્ચે વાતાવરણ સુધારવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આવક વિભાગના અધિકારીઓનું કામ ઘણું સંવેદનશીલ હોય છે. ટેક્સ પીયર્સ અને તેમના મુદ્દા વિષે આપણે તેમની સાથે ઘણી ભરમનશાહી અને સન્માન પૂર્વક સામે આવવું જોઈએ.

આમ તો આવક વિભાગ હવે ‘ધમકી ભરેલી’ ભાષાનો ઉપયોગ કર્યા વગર ટેક્સ કલેક્શન વધારવાનો પ્રયાસ કરશે. ઇન્કમ ટેક્સના અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે તે ટેક્સ વસુલી માટે લોકોને જાગૃત કરે અને પ્રોસાહન આપી ટેક્સની વસુલવાનો પ્રયાસ કરે.

નિયમો હેઠળ હાલમાં પણ થશે કાર્યવાહી

નાણા મંત્રી નિર્મલા સીતારમને પણ ટેક્સ ટેરરીજ્મ ઉપર પણ સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે ટેક્સ ટાર્ગેટ પૂરો કરવામાં આવે પરંતુ તેના માટે અધિકારીઓ કોઈ ટેક્સપિયરને હેરાન નહિ કરે. ટેક્સ ટાર્ગેટ પહેલાથી નક્કી કરવામાં આવ્યો છે. આમ તો ટેક્સ ચોરીને સહન નહિ કરવામાં આવે. અધિકારીઓને નિયમ હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.