હવે કારમાં અને બાઇકમાં બાળકો માટે આ સેફટી ફીચર થયા ફરજીયાત.

0
778

શાંત વિસ્તારમાં હોર્ન વગાડવા ઉપર ૧૦૦૦ રૂપિયાનો દંડ

સોમવારે રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં મોટર વાહન અધિનિયમમાં સંશોધન માટે એક ખરડો રજુ કર્યો છે. તેમાં નિયમોનું ઉલંધન કરવા વાળા ઉપર દંડ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આ ખરડામાં બાળકોને હેલ્મેટ ફરજીયાત કરવાની અને તેની સુરક્ષાને વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી છે. હવે કારની પાછળની સીટ ઉપર બેઠેલા બાળકો માટે પણ ચાઈલ્ડ રીસ્ટ્રેન સીસ્ટમ ફરજીયાત કરવામાં આવી રહી છે.

ચાઈલ્ડ રીસ્ટ્રેન સીસ્ટમ હેઠળ કારમાં એક બુસ્ટર કે ચાઈલ્ડ સીટ હોય છે. જેમાં બેસાડીને બાળકોને બેલ્ટ લગાવી દેવામાં આવે છે. તેમાં બાળકો માટે મોટાની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. રોડ સુરક્ષા સાથે જોડાયેલા સંગઠન સેવા લાઈફના સંસ્થાપક પીયુષ તિવારીએ બાળકોને હેલ્મેટ પહેરવા અને બુસ્ટર સીટ ફરજીયાત રીતે કહેવામાં આવ્યું છે કે આ ઘણું જરૂરી સુવિધા છે, જેની રાહ જોવાઈ રહી છે.

અકસ્માતમાં મૃત્યુ ઉપર મળશે પાંચ લાખ રૂપિયાનું વળતર :-

આ કાયદામાં સરકારે રોડ અકસ્માતને કારણે થતા મૃત્યુ ઉપર સામાન્ય માણસને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનો જોગવાઈ કરી છે. સાથે જ એવામાં કેસમાં ગંભીર રીતે ઘાયલ લોકોને ૨.૫ લાખ રૂપિયાના વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં લેખિત જવાબ આપતા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ખરડમાં મોટર વાહનના ઉપયોગથી થતા કોઈપણ અકસ્માતને કારણે મૃત્યુની બાબતમાં પીડિતને કોઈ ભૂલ ન હોવાના આધાર હેઠળ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

સાથે જ ગંભીર ઈજાના કેસમાં આ રકમ ૨.૫ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. મોટર વ્હીકલ (સંશોધન) ખરડા ૨૦૧૯ને થોડા સમય પહેલા જ કેબીનેટે મંજુરી આપી દીધી હતી. ત્યાર પછી જ તેને લોકસભામાં રજુ કરવામાં આવી છે.

શાંત વિસ્તારમાં હોર્ન વગાડવા ઉપર ૧૦૦૦ રૂપિયાનો દંડ :-

ખરડામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ મોટર વાહન ચલાવતી વખતે શાંત વિસ્તારમાં કારણ વગર વારંવાર હોર્ન વગાડી રહ્યા છે, તો તેની ઉપર એક હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. એટલું જ નહિ, અને જો તે આવા પ્રકારનું વર્તન ફરી વખત કે વારંવાર કરે છે. તો પછી તેની ઉપર લગાવવામાં આવેલા દંડની રકમ બે હજાર રૂપિયા થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.