હવે કામવાળી બાઈનું પણ થશે રજીસ્ટ્રેશન, સરકાર જલ્દી જ લાવી રહી છે નવી નીતિ.

0
1058

આજકાલ દેશ અને વિશ્વમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે, જેને કારણે અભણ લોકોની તો ઘણી જ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ જવા પામી છે, તેના માટે સરકાર પણ ઘણી યોજનાઓ તૈયાર કરતી રહે છે, અને બેરોજગારી ઓછી કરવા પ્રયાસ કરે છે, આવી જ એક યોજના હેઠળ સરકાર અભણ લોકોને પોતાના કામ માટે રક્ષણ મળી રહે બાંધેલો પગાર મળી રહે તે અંગે વિચારી રહી છે.

બાંધેલી મજુરીની થશે જોગવાઈ, કરોડો કામદારોને થશે ફાયદો

ઘરોમાં કામ કરવા વાળી બાઈ જેવા ઘરના કામવાળા માટે બાંધેલી મજુરી સહીત ઘણી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર એક રાષ્ટ્રોય કાયદો તૈયાર કરી રહી છે. શ્રમ સુધારાને પ્રોત્સાહન આપવા માટે આ કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કાયદો શ્રમ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવી રહ્યો છે.

યુનિયન પણ બનાવી શકે છે ઘરના કામવાળા

શ્રમ મંત્રાલય મુજબ શ્રમ સુધારા હેઠળ પહેલી વખત ઘરના કામવાળા માટે એક રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવી રહ્યો છે. તેનાથી ઘરના કામવાળાને કામવાળા તરીકે નોંધણી કરાવવાનો અધિકાર મળી જશે. નોંધણી કરાવવાથી ઘરના કામવાળા કે બીજા કામવાળાને આપવામાં આવતા અધિકાર અને લાભોનો પણ ફાયદો મળશે. તે ઉપરાંત ઘરના કામવાળાનો સંઘ અને ટ્રેડ યુનિયન સ્થાપિત કરવાનો અધિકાર મળી જશે. અત્યાર સુધી દેશમાં ઘરના કામવાળાના અધિકારોનું રક્ષણ માટે કોઈ સંઘ કે ટ્રેડ યુનિયન નથી.

બાંધેલી મજુરીની પણ છે જોગવાઈ :-

અત્યાર સુધી દેશમાં ઘરના કામવાળા માટે મજુરી નક્કી કરવાના કોઈ માપદંડ ન હતા. એ કારણ છે કે આ આ ઘરના કામવાળા ઓછા દરે મજુરી કરવા માટે મજબુર હતા. તેથી ઘરના કામવાળા નિયમમાં તેમના માટે બાંધેલી મજુરીની જોગવાઈ કરવામાં આવી રહી છે. નવા નિયમોમાં ઘરના કામવાળા માટે સામાજિક સુરક્ષા, દુર્વ્યવહાર, ઉત્પીડન, હિંસા સામે રક્ષણ માટે અધિકાર આપવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત કામવાળાને જુદી જુદી કોર્ટો કાયદેસર કેસ દાખલ કરવા અને નોકરી મેળવવા માટે પ્લેસમેંટ એજન્સીઓ બનાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

આ કાયદો આવે એના સમર્થનમાં છો તમે? કોમેન્ટમાં લખીને જણાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.