હવે જલ્દી જ સીધા ગોડાઉનથી પોતાનો પાક વેચી શકશે ખેડૂત, વચેટિયાઓથી મળશે મુક્તિ

0
2842

ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઈ-નામ) નો વિસ્તાર કરવા ઉપર વિચાર કરી રહી છે. આ વિસ્તાર પછી ખેડૂતોને સીધા ગોદામ-વેયરહાઉસથી પોતાના ઉત્પાદન વેચવાનો વિકલ્પ મળશે, જેનાથી ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળી શકશે.

સીધો ગોદામમાંથી વેચી શકશે પોતાનો પાક. કૃધી મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ પ્લેટફોર્મનો વિસ્તાર કર્યા પછી ખેડૂત સીધા ગોદામમાંથી પોતાનો પાક વેચી શકશે અને હરરાજીમાંથી છુટકારો મળી જશે. સાથે જ તે સરકારના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

અધિકારીનું કહેવાનું છે કે અમે ટૂંક સમયમાં ખેડૂતો માટે રાજ્યોની અંદર અને રાજ્યોની બહાર કૃષિ ઉત્પાદન વેચવા માટેની સુવિધા આ પ્લેટફોર્મ ઉપર બહાર પાડશે. અધિકારીનું કહેવું છે કે પ્લેટફોર્મ તૈયાર છે બસ બહાર પડવાનું બાકી છે. અધિકારીએ જણાવ્યું કે આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેયરહાઉસ ડેવલપમેંટ એંડ રેગુલેટરી આથોરેટી (ડબ્લ્યુડીઆરએ) દ્વારા સંચાલિત રાજ્યો હેઠળ આવતા વેયરહાઉસ દ્વારા ટ્રેડીંગની શરુઆત થશે. તેનાથી વેયરહાઉસ ધંધામાં વધારો થશે. દેશમાં હાલના સમયમાં લગભગ ૧૦૦૦ સરકારી વેયરહાઉસ છે.

ગોદમ અને વેયરહાઉસ બનશે બજાર :-

અધિકારીના જણાવ્યા મુજબ, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) ધારા ૨૦૧૭ ખેડૂતોને તેના પાકની સાચી કિંમત અપાવવા માટે ગોદમ અને વેયરહાઉસને બજાર તરીકે ઉપયોગ કરવાની મંજુરી આપે છે. તેનાથી બજાર ખેડૂતોની નજીક આવે છે અને તેને પોતાના ઉત્પાદન ઉપર ક્રેડીટ સુવિધા પણ મળે છે. હાલમાં આંધ્ર પ્રદેશ, કર્નાટક, મહારાષ્ટ્ર, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્ય આ ધારા હેઠળ પોતાની ગોદામો અને વેયરહાઉસને બજાર તરીકે ઉપયોગ કરી ખેડૂતોને સીધી પાક વેચવાની સુવિધા પૂરી પાડી રહ્યા છે.

અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં ઘણા રાજ્ય આ પ્રક્રિયાને અપનાવી શકે છે. ૨૦૧૬માં બહાર પડ્યું હતું ઈ-નામ પાર્ટલ. ખેડૂતો માટે ૨૦૧૬માં બહાર પડી ઓનલાઈન પાર્ટલ ઈ-નામ હાલના સમયમાં ૧૫૦થી વધુ કૃષિ ઉત્પાદનોને ટ્રેડીંગની સુવિધા આપી રહ્યું છે. આ ટ્રેડીંગ ઓનલાઈન બિડિંગના માધ્યમથી થાય છે. આ પાર્ટલ દ્વારા ૧૬ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને ૫૮૫થી વધુ જથ્થાબંધ બજારમાં ટ્રેડીંગ કરવામાં આવી શકે છે. આ યુનીફાઈડ ઓનલાઈન ટ્રેડીંગ પ્લેટફોર્મ ઉપર દેશભરના ૧.૬૪ કરોડથી વધુ ખેડૂત ૧ લાખ ૨૦ હજારથી વધુ વેપારી નોંધાયેલા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.