હવે ગ્રાહકોને મિનિમમ બેલેન્સ રાખવા માટે દબાણ નહીં કરે બેન્ક?

0
948

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ)એ મૂળભૂત ખાતાધારકોને ઘણી બધી ભેંટ આપી છે. આરબીઆઈ તરફથી સોમવારે નવા નિયમો મુજબ, આ ખાતાધારકોને ચેકબુક સહીત 6 પ્રકારની સુવિદ્યાઓ મફત પૂરી પાડવામાં આવશે. સાથે જ આરબીઆઈએ કહ્યું છે કે બેંક આ સુવિધાઓ માટે ખાતાધારકો પાસે ઓછામાં ઓછી રકમ રાખવા આગ્રહ નથી રાખી શકતા.

આ નવા નિયમ ૧ જુલાઈ ૨૦૧૯થી અમલમાં આવી જશે. મૂળભૂત બચત બેંક જમા ખાતા (બીએસબીડી)નો હેતુ એવા ખાતા સાથે છે. જે ઝીરો બેલેન્સથી ખોલાવી શકાય છે. તેમાં કોઈ ઓછામાં ઓછી રકમ રાખવાની જરૂર નથી. આવો જાણીએ મૂળભૂત ખાતાધરકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

૧. કેશ ડીપોઝીટ : આરબીઆઈના નવા નિયમો મુજબ મૂળભૂત ખાતાધારક શાખામાં કેશ જમા કરવી શકે છે. તે ઉપરાંત તેમને એટીએમ અને કેશ ડીપોઝીટ મશીન ઉપર પણ કેશ જમા કરવાની સુવિધા મળશે.

૨. જમા : આરબીઆએ બેન્કોને કહ્યું છે કે તે એવા ખાતાધારકોને ચેક કે ઇલેક્ટ્રોનીક માધ્યમથી જમાની સુવિધા પણ પૂરી પાડે. આ ખાતામાં કેન્દ્રીય અને રાજ એજન્સીઓની અને જુદી જુદી યોજનાઓ હેઠળ ચેક કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી રકમ જમા કરાવી શકે છે.

૩. જમા કરવાની મર્યાદા : આરબીઆઈએ મૂળભૂત ખાતાધારકોને મહિનામાં કેટલીય વખત પણ પૈસા જમા કરવાની સુવિધા પૂરી પાડી છે. સાથે જ જમા કરવામાં આવતી રકમ ઉપર પણ કોઈ મર્યાદા નહી રહે.

૪. એટીએમનો ઉપયોગ : આરબીઆરીએ તમામ બેન્કોને કહ્યું છે કે તે પોતાના મૂળભૂત ખાતાધારકોને એક મહિનામાં ઓછામાં ઓછું ચાર વખત ઉપાડની સુવિધા પૂરી પાડે. તેમાં એટીએમ દ્વારા કરવામાં આવતા ઉપાડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

૫. એટીએમ કાર્ડ : નાણાકીય સમાવિષ્ટ અભિયાન હેઠળ આરબીઆઈએ બેન્કોને કહ્યું છે કે તે તમામ મૂળભૂત ખાતાધારકો એટીએમ કાર્ડ કે એટીએમ કમ ડેબીટ કાર્ડની સુવિધા પૂરી પાડે.

૬. ચેકબુક : કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે તમામ બેંકો પોતાના મૂળભૂત ખાતાધારકોને બીજી સુવિધા હેઠળ ચેકબુક પૂરી પાડી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંક આ સુવિધાઓ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલી શકશે નહિ. સાથે જ ગ્રાહકોના ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવા માટે પણ નહિ કહે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.