હવે દૂધીનું શાક નહિ પણ ‘દૂધીના પરોઠા’ બનાવો, જાણો તેની રેસિપી.

0
442

દૂધીનું શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો આ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી ‘દૂધીના પરોઠા’. સવારના નાસ્તામાં રોજ-રોજ કાંઈક નવું, સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રેસીપી બનાવવું કોઈ પણ મહિલા માટે પડકારથી ઓછું નથી. તેથી સૌથી સરળ રીતે બનાવવા વાળી રેસીપીમાં પરોઠા આવે છે. જે ઓછા સમય અને મહેનતમાં તૈયાર કરી શકે છે અને ઘરવાળાને કાંઈક અલગ ખાવાની ઈચ્છા પૂરી કરી શકાય છે.

તમે બટેટા, પનીર, કોબી અને પાલકના પરોઠા તો ઘણી વખત ખાધા અને ખવરાવ્યા હશે, પરંતુ આજે અમે જે પરોઠાની રેસીપી તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેના વિશે તમે નહિ સાંભળ્યું હોય. આમ તો આજે અમે તમને દુધીના પરોઠા બનાવતા શીખવીશું. દુધીનું શાક અને રાયતા તો તમે ઘણી વખત ખાધા હશે. પરંતુ તમે ઘરે આ પરોઠા પણ બનાવી શકો છો. આવો અમે તમને તેની સરળ રીત જણાવીએ.

દુધીના પરોઠા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ લોટ

1 મીડીયમ સાઈઝની દુધી

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી ધાણા પાવડર

1 નાની ચમચી લાલ મરચું પાવડર

1 નાની ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી લસણની પેસ્ટ

સ્વાદમુજબ મીઠું

જરૂર મુજબ તેલ

બનાવવાની રીત :

સ્ટેપ – 1 : સૌથી પહેલા દુધીને સાફ કરી લો અને તેને છીણી કાપી લો. દુધીમાં વોટર કનટેન્ટ વધુ હોય છે અને એટલા માટે તે ઘણું વધુ પાણી છોડે છે. આ પાણીને ફેંકો નહિ પરંતુ તેને એકઠું કરી લો.

સ્ટેપ – 2 : હવે એક વાસણમાં લોટ લો અને તેમાં 2 ચમચી તેલ અને 1 નાની ચમચી મીઠું નાખી લો. લોટને ગુંદવા માટે સામાન્ય પાણીને બદલે દુધીના પાણીનો ઉપયોગ કરો.

સ્ટેપ – 3 : લોટ જયારે ગુંદાઈ જાય તો તમે તેને થોડી વાર માટે સેટ થવા માટે અલગ મૂકી દો અને દુધીનું સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ – 4 : દુધીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં છીણેલી દુધી લો. તેમાં હળદર પાવડર, ગરમ મસાલા, ધાણા પાવડર અને લાલ મરચું વગેરે નાખો. તેની સાથે જ આ મિશ્રણમાં લસણની પેસ્ટ પણ ભેળવો.

સ્ટેપ – 5 : તમે ધારો તો દુધીને બાફીને પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહિ, તમે દુધી સાથે ઉકાળેલા બટેટા કે પનીરને પણ મિક્સ કરી શકો છો. તેનાથી પરોઠામાં સ્વાદ ઘણો વધી જશે.

સ્ટેપ – 6 : સ્ટફિંગ તૈયાર થઇ ગયા પછી લોટના નાના નાના લુવા બનાવો અને બધામાં દુધીનું સ્ટફિંગ ભરી લો.

સ્ટેપ – 7 : હવે તેને પરોઠાની જેમ વણી લો અને તવા ઉપર તેલની મદદથી શેકી લો. તમારા માટે દુધીના પરોઠા પીરસવા માટે તૈયાર છે. આ પરોઠાને દહીં, અથાણું કે ચટણી સાથે પીરસો. આ રેસીપી તમને સારી લાગી હોય તો તે શેર અને લાઈક જરૂર કરો અને સાથે જ આ રીતે બીજી પણ સરળ રેસીપી જાણવા માટે વાચતા રહો ગુજરાતી લેખ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.