હવે બળદ ખેંચશે બોરવેલ માંથી પાણી વીજળી કે ડીઝલની નઈ પડે જરૂર

0
1769

આજના સમયમાં ટેકનોલોજીનો ઘણો વિકાસ થઇ રહ્યો છે. તેમાં આજે અમે તમને એક દેશી ટેકનોલોજી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. કોટામાં પરંપરા અને ટેકનીક ભેગી કરીને કરી નવી શોધ, બળદ શક્તિથી બોરવેલ માંથી કાઢ્યું પાણી

રાજસ્થાનમાં કોટાના બંધ-ધર્મપુરા ગાયત્રી ગૌશાળા પરિસરમાં વીજળી અને ડીઝલનો ઉપયોગ કર્યા વગર બોરવેલ માંથી પાણી કાઢવામાં આવ્યું છે. શક્તિ બચાવવાની આ મોટી શરૂઆત ગુજરાતના એન્જીનીયર રવીન્દ્ર કુમારે કરી છે. તેમાં બળદની શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને લઈને આ પંપને ‘નંદી વોટર પંપ’ કહેવામાં આવી રહ્યો છે.

એન્જીનીયર રવીન્દ્રનો દાવો છે કે રાજ્યમાં પહેલો પ્રયોગ છે, જેમાં બળદ દ્વારા બોરવેલ માંથી પાણી કાઢવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. એક જોડી બળદથી એક કલાકમાં ૮ થી ૧૦ હજાર લીટર (૧૦૦ ફૂટ વોટર લેવલ) પાણી કાઢી શકાય છે. તે ચાર પાંચ કલાક ઉપયોગ કરવાથી લગભગ એક કિલોવોટ વીજળી પણ તેનાથી બનાવી શકાય છે. એન્જીનીયર રવીન્દ્ર કુમારની છ વર્ષની મહેનત પછી આ પ્રયોગમાં સફળ થયા છે.

તેમાં ખર્ચ લગભગ ૭૫ હજાર રૂપિયા થાય છે. તેમાં ૩૫ ડીગ્રી હેલ્ક્ન ગીયરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી બળદ ઉપર વધુ લોડ ન પડે. પરંપરા અને ટેકનીક માંથી બનેલી આ વિધિના પેટેન્ટ માટે ફાઈલ નવી દિલ્હી મોકલી દેવામાં આવી છે. કોટમાં બંધ-ધર્મપુર ગાયત્રી ગૌશાળા પરિસરમાં બળદનો ઉપયોગ કરી બોરવેલ માંથી કાઢવામાં આવ્યું પાણી. જેને નંદી વોટર પંપનું નામ આપવામાં આવ્યું.

નામ આપવામાં આવ્યું નંદી વોટર પંપ :-

બે વીવંટલ વજની વોટર પંપ લોખંડ માંથી બનેલો છે. બળદ શક્તિથી મીકેનીકલ શક્તિને પાવર જનરેટરમાં બદલવામાં આવે છે. તેમાં લગાવેલા લીવરથી ફરે છે. જે ટરબાઈન દ્વારા ગીયર ફેરવતા પાણી જમીનમાંથી બહાર કાઢવાનું કામ કરે છે.

ઊંટ પણ કામ લાગી શકે છે. :-

આ ટેકનીક ઉપર બિકાનેર વિશ્વવિદ્યાલયના રવીન્દ્રના બળદ શક્તિને બદલે ઊંટના ઉપયોગની ભલામણ કરી છે, કેમ કે ત્યાં ઊંટ વધુ છે. રવીન્દ્રએ કહ્યું કે ઊંટનો પણ ઉપયોગ કરી શકાય છે. ઊંટ બળદની સરખામણીએ વધુ શક્તિશાળી હોય છે એટલે ઊંટથી પણ કામ ચાલી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.