હવે અઘરા ક્રેશ ટેસ્ટ પછી જ રસ્તા પર ઉતરી શકશે નવી કાર, જાણો વધુ વિગત.

0
453

આજકાલ રોડ અકસ્માતોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, અને તેના માટે સરકાર પણ કડક પગલા લેવા અંગે વિચારે છે. કેન્દ્ર સરકાર કાર સુરક્ષાને લઈને કડક વલણના મુડમાં છે. એટલે કાર કંપનીઓને કોઈપણ પ્રકારની ઢીલ ન આપવાની સુચના છે. કેન્દ્ર સરકાર તરફથી પહેલી જુલાઈ ૨૦૧૯થી તમામ કારોમાં 5 સેફટી (ABS સાથે EBD, ડ્રાઈવર એયરબેગ, રીવર્સ પાર્કિંગ એલર્ટ સીસ્ટમ, સ્પીડ એલર્ટ સીસ્ટમ અને સીટ બેલ્ટ રીમાઈન્ડર) લગાવવું ફરજીયાત કરી દીધું છે.

ત્યાર પછી હવે સરકાર નવી કારને કડક ક્રેશ ટેસ્ટમાંથી પસાર કરવાની તૈયારી કરી રહી છે, જેથી કાર બનાવતી કંપનીઓ સેફટી ફીચર્સની ક્વોલેટી સાથે બાંધછોડ ન કરી શકે. ક્રેશ ટેસ્ટમાં પાસ થયા પછી જ નવી કાર રોડ ઉપર ઉતરી શકશે.

દેશમાં બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના ટેસ્ટીંગ ટ્રેક

કેન્દ્ર સરકાર દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરના બે ટેસ્ટીંગ ટ્રેક અને સેન્ટર તૈયાર કર્યા છે, જ્યાં આ કારોની ચકાસણી થશે. સરકાર કાયદેસર સરકારી ઉપક્રમ નેશનલ ઓટોમોબાઈલ ટેસ્ટીંગ એંડ રીસર્ચ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (નાટ્રીપ)ને માન્યતા આપવાની તૈયારી કરી રહી છે, રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે નાટ્રીપની કારોના મીકેનીકલ અને ટેકનીકલી ચકાસણી કરવાની માન્યતા આપવા સંબંધી ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

બજેટ કાર ઉતારવાની ભાંજગડમાં સુરક્ષા સાથે સમાધાન

હિન્દુસ્તાન ન્યુઝના સમાચાર મુજબ ભારતમાં બનતી બજેટ કારો (૫-૮ લાખ રૂપિયાની કિંમતની) વિદેશમાં થતા ક્રેશ ટેસ્ટમાં ફેઈલ થઇ ચુકી છે. એટલે કેન્દ્ર સરકારે નાટ્રીપને ટેસ્ટીંગના અધિકારી આપવાની તૈયારી શુર કરી દીધી છે. નાટ્રીપના સહયોગથી ચેન્નઈ અને ઇન્દોરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેસ્ટીંગ ટ્રેક અને સેન્ટર બનીને તૈયાર કરી દેવામાં આવશે.

કાર ટેસ્ટીંગ આ સુવિધા પૂર્વોત્તર રાજ્યોના મોટા શહેરો સહીત ગુરુગ્રામ અને બીજા સ્થળો ઉપર કરવામાં આવી રહી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા મુજબ હજુ સુધી નવી કારો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેસ્ટીંગની સુવિધા નથી. હવે નવી કારો કડક ચકાસણી પછી જ રોડ ઉપર ઉતરી શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.