ગાયના ગોબર માંથી તૈયાર થઈ રહી છે હવનની સામગ્રી, ધૂપ -અગરબત્તી

0
1859

આ મહિલા ગાયના ગોબરમાંથી બનાવી રહી છે હવનની સામગ્રી અને ધૂપ -અગરબત્તી, એવોર્ડથી પણ થઇ છે સમ્માનિત, જાણો વધુ વિગત

યજ્ઞશાળાના હવનકુંડમાં લાકડીની સમધા(હવનમાં વપરાતા લાકડાના ટુકડા) વિના જ આહુતિ આપવામાં આવે, તો આ વાત અચરજમાં મૂકી દે તેવી છે. પણ આ પ્રદેશની શક્તિપીઠ સહિત ઘણા મંદિરોમાં લાકડીની સમધા વિના જ હવનકુંડમાં અગ્નિ થઈ રહ્યો છે. આ સમધા સુકવીને પીસેલા ગોબર માંથી તૈયાર થાય છે. દેશી ગાયના ગોબર સહિત અન્ય સાત્વિક, પવિત્ર અને શુદ્ધ સામગ્રી અને લાકડી વિના આ સમધા તૈયાર કરવામાં આવી રહી છે.

વિલાસપુર શહેરમાં સટે કોઠીપુરા ગામની ઉદ્યમશીલ કવિતા ગુપ્તા (૩૯) આ ઔદ્યોગિક એકમ ચલાવી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ ઔદ્યોગિક એકમમાં સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ ૨૦ વસ્તુનું ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે, જેનું સપ્લાય હિમાચાલના ઘણા મંદિરો અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે. અહીંયા ધૂપ, અગરબત્તી, હવન સામગ્રી અને સમધા વગેરે તૈયાર કરવામાં આવે છે.

ઉત્તર ભારતમાં કવિતા ગુપ્તાનો ઉદ્યોગ પોતાની રીતે પહેલો અને એકમાત્ર એકમ છે. દરેક ઉત્પાદનમાં દેશી ગાયના ગોબરનો કોઈ ને કોઈ રીતે અથવા અમુક માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. કવિતાએ જણાવ્યું કે ગયા વર્ષે જ એમણે સાત્વિક સામગ્રી તૈયાર કરવાનો ઉદ્યોગ શરૂ કર્યો, અને હમણાં 2 ડઝન લોકોની ટીમ તેમાં કામ કરી રહી છે.

૪૦૦ દેશી ગૌવંશ છે સાત્વિક સામગ્રીના સ્ત્રોત :

પ્રદેશમાં શક્તિપીઠ શ્રી નયનાદેવી, જ્વાલાજી સહિત બગલામુખી અને અન્ય ઘણા મંદિરોમાં જે ઉત્પાદનોની આપૂર્તિ કરવામાં આવે છે, તેની સામગ્રીના સ્ત્રોત ૪૦૦ દેશી ગૌવંશ છે. કવિતાએ જણાવ્યું કે, ૨૦૦ દેશી ગૌવંશ કોઠીપુંરાના અને આટલી જ સંખ્યામાં આઈટીઆઇ પાસે રાખવામાં આવ્યા છે.

ગૌવંશના ગોબરને સૂકવવામાં આવે છે, જેને પછી મશીનમાં પીસવામાં આવે છે. આ ગોબરનો ઉપયોગ તેલ, ગુગળ, લોબાન, મોગરા અને ચંદન પાઉડર બનાવવામાં કરવામાં આવે છે. કવિતા ગુપ્તા ૨૫ દેશી ગીર ગાયો સહિત સિંધની સાહિવાલ સહિત અન્ય પ્રજાતિઓ પર કામ કરી રહી છે. અહીં રોજનું ૮૦૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે.

રાષ્ટ્રિય ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત થઈ છે :

દેશી ગૌવંશની સેવા માટે તેમને ૨૦૧૮ માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી રાધા મોહન સિંહ પાસેથી રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ પણ મળી ચુક્યો છે. કવિતાને ગોકુલ મિશન મુજબ વિશ્વ દૂધ દિવસના અવસરે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન ભવન દિલ્હીમાં પહાડી અને ઉત્તરપૂર્વ ક્ષેત્રના રાષ્ટ્રીય ગોપાલ રત્નથી સન્માન આપવામાં આવ્યા હતા.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.