જેમને હાથ પગમાં ખાલી ચડતી હોય એમના માટે અક્સીર આયુર્વેદિક ઈલાજ, આ રીતે મેળવો એનાથી છુટકારો

0
10642

હાથ અને પગમાં ખાલી ચડી જવી એક સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. વારંવાર આવું થવાથી લોકો કંટાળી જાય છે. લોકોને આ સમસ્યાનો કોઈ સચોટ ઉપાય મળતો નથી આથી તેઓ આ સમસ્યા સાથે જ જેવું ચાલે છે એવું ચાલવા દે છે. પણ આજે અમે એના માટે એક અકસીર આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ.

મિત્રો ઘણી વાર એવું થાય છે કે આપણે લાંબો સમય એક જગ્યા પર બેઠા હોઈએ છીએ, અને આપણને ખાલી ચડી જાય છે. અને આપણને એ વાતનો ખ્યાલ ન હોય અને આપણે ઉભા થઈને ચાલવા જઈએ, ત્યારે આપણે ચાલી શકતા નથી. અને કોઈ વાર એવું પણ થાય કે આપણે ચાલીએ તો પડી પણ જવાય છે. અને પડી જવાના કારણે આપણા હાથ-પગમાં ઇજા થાય છે. તો આ સમસ્યા દુર કરવાં માટેનો ઈલાજ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આવો જાણીએ એના વિષે.

કપૂર અને તલના તેલનો ઉપયોગ :

આ ઉપાય કરવાં માટે ઘરમાં વપરાતા કપૂરને તલના તેલમાં સારી રીતે મિક્ષ કરી દો. અને પછી એ તેલથી માલીસ કરો. આ ઉપાય ઘણો સરળ છે અને એમાં વપરાતી બંને વસ્તુઓ પણ તમને સરળતાથી મળી રહેશે. આ ઉપાયમાં કપૂર મુખ્ય છે, એટલે કપૂર તમારી પાસે રહેવું જોઈએ. તલનું તેલ ન હોય તો સરસવના તેલનો ઉપયોગ કરવાનો છે. અને જો તમારી પાસે સરસવનું તેલ પણ ન હોય, તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો.

ઉપાય કરવાં માટે તમારે થોડું તેલ ગરમ કરીને એની અંદર કપૂરને ઓગાળી દેવાનું છે. ગરમ તેલની અંદર કપૂર નાખીએ અને થોડી વાર હલાવીએ તો તે મિક્ષ થઇ જાય છે. અને એ ઓગળી જાય તો તમારે તેને એક બોટલમાં ભરી દેવાની છે. જે ભાગમાં આપણને વારંવાર ખાલી ચડતી હોય, ત્યાં આ કપૂર વાળા તેલની માલીસ કરવાની છે. માલીસ કર્યા પછી તમને ખાલી ચઢશે નહિ. આ નાનકડો એવો પ્રયોગ સરસ કામ કરે એવો છે.

હવે જયારે પણ તમને ખાલી ચઢે ત્યારે તમે આ કપૂર વાળા તેલના સરળ ઉપાયથી એનાથી સરળતાથી ઘરે બેઠા છુટકારો મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.