આજકાલના તણાવ ભરેલા જીવનમાં લોકો જાણે હસવાનું જ ભૂલી ગયા છે. લોકો પોતાના નોકરી ધંધા અને ઘરના કામોમાં જ એટલા વ્યસ્ત રહે છે કે, પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. એવામાં જો તમે બે ઘડી પણ હસી લો તો તમારો તણાવ થોડા સમય માટે તમારાથી દુર જતો રહે. જો વ્યક્તિ હસતો રહે ખુશ રહે તો તે પોતાના સ્ટ્રેસને થોડા સમય માટે ભૂલી શકે છે.
તે વાત સાચી છે કે લોકો પૈસા કમાવાના ચક્કરમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે, તે પોતાને જ ભૂલી ગયા છે. અને આ ભાગદોડ વાળા જીવનમાં વ્યક્તિ ખુલીને હસવાનું પણ ભૂલી ગયો છે. અમે હંમેશા પ્રયત્ન કરતા રહીએ છીએ કે એવા લોકોના તણાવને થોડો ઓછો કરી શકાય, અને તેઓ પોતે આનંદિત રહી શકે. એના માટે અમે સમય સમયે તમારા માટે થોડા ગમતા જોક્સ લઈને આવીએ છીએ, જે તમારા તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. અને તે ઉપરાંત તમારા ચહેરા ઉપર હાસ્ય પણ લાવી દે છે. આજે અમે તમારા માટે થોડા એવા જ જોક્સ લઈને આવ્યા છીએ.
1) એક છોકરી સ્વર્ગમાં ગઈ અને યમરાજાને બોલી : તમે મને કુંવારી જ બોલાવી લીધી તો હવે તમે મારા લગ્ન કોઈ દિલ્હીના છોકરા સાથે કરાવી દો.
યમરાજ : ધીરજ રાખ દીકરી, પહેલા દિલ્હીના છોકરાને તો સ્વર્ગમાં આવવા દે, આજ સુધી ત્યાંથી કોઈ આવ્યું નથી.
2) ટીચરે પપ્પુને પૂછ્યું : અલા તું અભ્યાસમાં ધ્યાન કેમ નથી આપતો?
પપ્પુ : કારણ કે અભ્યાસ માત્ર બે કારણોથી કરવામાં આવે છે.
પહેલું બીકથી અને બીજું સલાહથી. હું કોઈ નકામી સલાહને માનતો નથી, અને ડરતા તો આપણે કોઈના બાપથી નથી.
હવે પપ્પુ રેતીના તગારા ઉચકી જીવન જીવે છે.
૩) છોકરી : હું તો મારા પપ્પાની પરી છું.
છોકરો : તો હું પણ મારા પપ્પાનો પારો છું.
છોકરી : પારો? કંઈ સમજ પડે એવું બોલ.
છોકરો : મને જોતા જ તેમનો પારો ચડી જાય છે.
૪) એકવાર એક વાણીયાને ભૂત ચડી ગયું. અને માત્ર 3 દિવસમાં ભૂત પોતે ભુવા પાસે ગયું અને કહ્યું : મને બહાર કાઢો, નહિ તો હું ભૂખ્યો મરી જઈશ.
૫) એક વાણીયો પોતાના હાથમાં બ્લેડ મારી રહ્યો હતો.
પત્ની : અરે આ શું કરી રહ્યા છો?
વાણીયોડેટોલ (Dettol) ની બોટલ તૂટી ગઈ છે, ખોટું બધું ડેટોલ વેડફાય જાય, એના કરતા એને વાપરી લઉં. લાવ તારી પણ આંગળી કાપી આપું.
૬) પત્નીના જન્મ દિવસ ઉપર હદથી વધુ કંજૂસ પતિએ પૂછ્યું : તને ગીફ્ટમાં શું જોઈએ?
એની પત્નીની ઈચ્છા તો નવી કાર લેવાની હતી. એટલે તેણે અવળી રીતે કહ્યું કે મને એવી વસ્તુ લઈને આપો,
જેની ઉપર હું બેસું તો ૨ સેકન્ડમાં ૦ થી ૮૦ ઉપર પહોંચી જાવ.
સાંજે પતિએ તેને વજન કરવાનું મશીન લાવીને આપી દીધું.
૭) એક માણસ નદીમાં ડૂબી રહ્યો હતો તે જોર જોર થી બુમો પડતો હતો :
“ગણેશજી બચાવો” “ગણેશજી બચાવો” ગણેશજી આવ્યા અને નદી કિનારે નાચવા લાગ્યા.
માણસ : “પ્રભુ તમે કેમ નાચી કેમ રહ્યા છો? મને બચાવો”
ગણેશજી હસતા હસતા બોલ્યા : “તું પણ તો મારા વિસર્જનમાં ઘણો નાચી રહ્યો હતો ને.”
૮) નવી નવેલી વહુ સાસરીયે પહોંચી.
સાસુએ કહ્યું દીકરી આજે તારો પહેલો દિવસ છે, તને જે પણ બનાવતા આવડે તે તું બનાવજે.
વહુએ ૧૦ મિનીટ પછી સાસુને પૂછ્યું,
મમ્મી તમે સોડા સાથે લેશો કે પાણી સાથે.
સાસુ ત્યાં જ બેભાન થઈ ગયા.
૯) એક વખત ભગવાન પૃથ્વી ઉપર આંટો મારવા આવ્યા હતા. ચાલતા ચાલતા એમને તરસ લાગી.
એમને રસ્તામાં સામે દૂધ વાળો મળ્યો. એમણે એની પાસે દૂધ માગ્યું તો એણે જવાબ આપ્યો “આમ મફતમાં દૂધ નહિ મળે.” પછી ભગવાન આગળ નીકળ્યા.
અને થોડે આગળ જતા એક દારુ વાળો મળ્યો. જયારે એમણે એની પાસે દારુ માંગ્યો તો તેણે કહ્યું,
“પી લો જેટલું જોઈએ. મોજ કરો.” ભગવાન પ્રસન્ન થયા. અને તેમણે દારુ વાળાને વરદાન આપ્યું કે,
દૂધ વાળાએ દૂધ આપવા ઘરે ઘરે જવું પડશે.
પણ દારુ વાળાને શોધતા શોધતા લોકો તેની પાસે આવશે. તથાસ્તુ….
૧૦) દીના કાકા (રાજુને): દીકરા શું કરે છે?
રાજુ : બસ આ નારી સન્માન સેવા ઉપર કામ કરી રહ્યો છું.
દીના કાકા : સોશિયલ વર્કર બની ગયો એમ?
રાજુ : ના કાકા આ ફેસબુક ઉપર બધી છોકરીઓના ફોટા લાઈક કરું છું.