હસ્તરેખા : હથેળીમાં આ જગ્યા પર છે ક્રોસનું નિશાન તો ઉત્તમ રહેશે તમારી લવ લાઈફ

0
325

તમારી હથેળી પર બનતું ક્રોસનું નિશાન જણાવે છે કેવી રહેશે તમારી લવ લાઈફ, જાણો વિસ્તારથી. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથમાં ઘણી એવી રેખાઓ હોય છે, જે ભવિષ્ય, વર્તમાન અને જીવન સાથે જોડાયેલી ઘણી વાતો દર્શાવે છે. હથેળીમાં ગુરુ (બૃહસ્પતિ) પર્વત પર ક્રોસ એટલે કે X (ચોકડી) નું ચિન્હ હોય, તો તેનો સીધો સંબંધ વ્યક્તિના સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ સાથે હોય છે.

હસ્ત રેખા વિજ્ઞાન : હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથમાં ઘણી એવી રેખાઓ હોય છે, જે ભવિષ્ય, વર્તમાન અને જીવન સાથે જોડાયેલી ઘણી વાતો દર્શાવે છે. તેમાંથી અમુક રેખાઓ અને ચિન્હ ઘણા વિશેષ માનવામાં આવે છે. જેમાં ક્રોસનું ચિન્હ ઘણું ખાસ છે.

માનવામાં આવે છે કે, ક્રોસનું ચિન્હ હાથમાં ક્યાંય પણ હોય તો તેનું શુભ પરિણામ ઓછું જ જોવા મળે છે. પણ જો બૃહસ્પતિ પર્વત એટલે કે ગુરુ પર્વત પર ક્રોસ હોય તો તે ઘણું શુભ માનવામાં આવે છે. હથેળીમાં ગુરુ પર્વત પર ક્રોસના ચિન્હનો સીધો સંબંધ વ્યક્તિના સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ સાથે હોય છે. આમ તો મોટાભાગના લોકોની હથેળીમાં ક્રોસનું ચિન્હ મળી આવે છે, પણ એ જાણવું જરૂરી છે કે કયું ક્રોસ શુભ હોય છે.

ક્રોસનું ચિન્હ જો તર્જની આંગણી (અંગૂઠા પાસેની આંગળી) ની નજીક હોય અથવા ગુરુ પર્વત પર હોય, તો આવા વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી ઓછી ઉંમરમાં ઘનિષ્ઠ પ્રેમ પ્રસંગમાં પડી જાય છે, પણ પ્રેમ સંબંધ ઘણા લાંબા નથી ચાલતા.

જો ક્રોસનું ચિન્હ ગુરુ પર્વતની મધ્યમાં હોય તો એવા વ્યક્તિ પોતાના જીવનના મધ્યકાળમાં પ્રેમ પ્રસંગમાં પડે છે અને સંબંધ પણ ઘણો લાંબો નથી ચાલતો.

જો ક્રોસનું ચિન્હ ગુરુ પર્વતની નીચેની તરફ હૃદય રેખાની નજીક હોય તો એવા વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં પ્રેમ પ્રસંગમાં પડે છે. આ લોકોના પ્રેમ સંબંધ પણ લાંબા ચાલે છે.

ગુરુ પર્વત પર ક્રોસનું નિશાન જણાવે છે કે, વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. જે લોકોના હાથમાં ગુરુ પર્વત પર ક્રોસનું નિશાન હોય છે, તેમને સમજદાર જીવનસાથી અને લાઈફ પાર્ટનર મળે છે.

જો ક્રોસનું નિશાન હૃદય રેખાને કાપે છે તો એવું સમજવામાં આવે છે કે, આવા લોકોએ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો સૂર્ય પર્વત પર ક્રોસનું નિશાન હોય છે, તો એવા વ્યક્તિએ જીવનમાં ધન હાનિનો સામનો વધારે કરવો પડે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.