હનુમાનજીના મંદિરમાં જતા સમયે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ, લાગે છે મહા પાપ

0
2365

હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે અઠવાડિયાના અલગ અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સોમવારનો દિવસ ભગવાન શંકરને સમર્પિત છે, તેમજ બુધવારે ગણેશજીની પૂજા થાય છે, શુક્રવાર લક્ષ્મી માતાનો વાર છે, તો શનિવારે શનિદેવની આરાધના કરવામાં આવે છે.

અને આ જ રીતે મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીને પણ સમર્પિત કરવામાં આવ્યો છે. હનુમાનજીને ભક્તોનું રક્ષણ કરવા વાળા અને તેમના દુ:ખોને દુર કરવા વાળા દેવ માનવામાં આવે છે. અને એમના દરેક ભક્ત એમને પ્રસન્ન કરવા માટે પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે. આ કડીમાં ભક્તજનો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જરૂર જાય છે.

જણાવી દઈએ કે દર મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરે જઈને એમના દર્શન કરવાથી અને એમની પૂજા આરાધના કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. અને આમ પણ મંદિરમાં જવાથી તમારું મગજ રીલેક્સ થઇ જાય છે, અને તમારી અંદર સકારાત્મક ઉર્જા આવે છે.

પણ મિત્રો જણાવી દઈએ કે, જ્યારે પણ તમે હનુમાન મંદિરમાં જાવ છો, તો તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. ખાસ કરીને શાસ્ત્રોનું માનીએ તો હનુમાન મંદિરમાં ભૂલથી પણ અમુક વિશેષ કામ ન કરવા જોઈએ. જો તમે આવું કરો છો, તો તમને મહાપાપ લાગે છે. એટલું જ નહી હનુમાનજી તમારા આ કામથી નારાજ થઇ ગયા, તો તમારી સાથે કાંઈ પણ થઇ શકે છે. તો આવો જાણીએ કે હનુમાન મંદિરમાં આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

૧. સૌથી પહેલી વાત તો એ કે, હનુમાન મંદિરમાં ક્યારે પણ ખરાબ વિચાર કે ખરાબ ભાવના લઈને પ્રવેશ કરવો જોઈએ નહિ. મંદિરનું વાતાવરણ સામાન્ય રીતે સકારાત્મક હોય છે, તેવામાં જયારે કોઈ વ્યક્તિ મનમાં ખરાબ વિચાર કે ખોટા વિચાર લઈને પ્રવેશ કરે છે, તો વાતાવરણમાં નકારાત્મકતા ફેલાય છે. અને હનુમાનજીને આવું જરાપણ પસંદ નથી. તેવામાં તે તમારાથી નારાજ પણ થઇ શકે છે.

૨. બીજી વાત તમારે એ ધ્યાનમાં રાખવી કે, હનુમાન મંદિરની અંદર ચામડામાંથી બનેલી કોઈપણ વસ્તુ લઈને પ્રવેશ ન કરવો જોઈએ. બુટ ચંપલ તો આપણે લોકો બહાર ઉતારી દેતા હોઈએ છીએ. પણ ચામડાના બેલ્ટ, પાકીટ કે જેકેટ જેવી વસ્તુ પણ હનુમાન મંદિરમાં ન લઇ જવા જોઈએ.

૩. તેમજ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, હનુમાન મંદિરની અંદર અપશબ્દોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ઘણા લોકોને ટેવ હોય છે કે તે ગુસ્સામાં, કે પછી મસ્તી-મજાકમાં અપશબ્દોનો પ્રયોગ કરે છે. તેવામાં જયારે તે મંદિરમાં પ્રવેશ કરે છે, તો ત્યાં તેમનો પોતાની જીભ ઉપર કંટ્રોલ નથી રહેતો, અને મોઢામાંથી અપશબ્દો નીકળી આવે છે. એવું કરવું તમારા માટે ઘણું ખરાબ બની શકે છે. મંદિરમાં બોલેલા અપશબ્દો નકારાત્મકતા ફેલાવે છે, જે હનુમાનજીને પસંદ નથી આવતું.

૪. હનુમાન મંદિર એક પવિત્ર સ્થાન હોય છે. તેવામાં મંદિરની અંદર કોઈપણ મહિલાને ખરાબ દ્રષ્ટિથી જોવું ઘણું જ ઘોર પાપની યાદીમાં આવે છે. જેમ કે તમે બધા જાણો છો હનુમાનજી પોતે એક બાલબ્રહ્મચારી હતા, તેવામાં તેમને આવા પ્રકારની ભાવનાઓ અને ખોટા વિચાર પોતાના મંદિરમાં પસંદ નથી આવતા. જે વ્યક્તિ મંદિરની અંદર એવા વિચાર લાવે છે, તેને હનુમાનજી કોઈને કોઈ પ્રકારે સજા પણ આપી દે છે.

૫. તેમજ ભૂલથી પણ હનુમાન મંદિરની અંદર લડાઈ ઝગડા પણ કરવા નહિ. અહિયાં તમે કોઈની સાથે કોઈ બોલાચાલી ન કરો. હનુમાનજીને શાંતી પસંદ છે. તેવામાં બુમ બરાડા અને લડાઈ ઝગડાથી મંદિરનું વાતાવરણ ખરાબ થાય છે.