આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ 3 વખત બદલે છે પોતાનું સ્વરૂપ, સૂર્ય દેવ સાથે જોડાયેલી છે પૌરાણિક કથા.

0
85

અહીંયા સૂર્ય દેવને તપસ્યા કરવામાં હનુમાનજીએ કરી હતી મદદ, વાંચો દિવસમાં 3 વખત રૂપ બદલતા હનુમાન મંદિરની પૌરાણિક કથા.

મધ્ય પ્રદેશમાં હનુમાનજીનું એક અનોખું મંદિર આવેલું છે. જ્યાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. હનુમાનજીના આ પ્રાચીન મંદિર સાથે ઘણા પ્રકારની સ્ટોરીઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયનું છે. અહિયાં રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિઓ રામાયણકાળની ઘટનાઓ દર્શાવે છે. દર વર્ષે દુર દુરથી લોકો અહિયાં આવીને દર્શન કરે છે અને તેમને સિંદુર જરૂર અર્પણ કરે છે.

મંદિર સાથે જોડાયેલી કથા : માન્યતા છે કે સૂર્ય દેવે અહિયાં તપસ્યા કરી હતી. સૂર્ય દેવને તપસ્યા દરમિયાન કોઈ તકલીફ ન પડે અને કોઈ વિઘ્ન ન આવે એટલા માટે હનુમાનજીએ અહિયાં રહીને દેખરેખ રાખી હતી. અને ભગવાન સૂર્યની તપસ્યા પૂરી થઇ ગયા પછી તે તેમના લોક જતા રહ્યા અને હનુમાનજીને અહીંયા જ રોકાવા માટે કહ્યું હતું. ત્યાર બાદ હનુમાનજી અહિયાં મૂર્તિના રૂપમાં રોકાઈ ગયા. કહેવામાં આવે છે કે, ભગવાન સૂર્યના કિરણો અલગ અલગ પહોરમાં મૂર્તિનું રૂપ બદલે છે.

બદલે છે તેમનો રંગ : મંડલાથી લગભગ ત્રણ કી.મી. દુર પુરવાગાંવમાં આવેલા આ મંદિરને સુરજકુંડ નામ આપવામાં આવ્યું છે. આ મંદિરમાં રહેલી મૂર્તિનું રૂપ ચોવીસ કલાકમાં ત્રણ વખત બદલાય છે. હનુમાનજીની મૂર્તિ સવારના સમયે બાળ સ્વરૂપ. બપોરે યુવાન અને સાંજ ઢળ્યા પછી વુદ્ધ રૂપમાં આવી જાય છે. આ રીતે આ મૂર્તિ રોજ દિવસમાં ત્રણ વખત પોતાનું રૂપ બદલતી રહે છે.

મંદિરના પુજારીના જણાવ્યા મુજબ સવારે 4 વાગ્યાથી દસ વાગ્યા સુધી હનુમાનજીની મૂર્તિ બાળ સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી યુવાન રૂપમાં ફેરવાય જાય છે. 6 વાગ્યા પછી તે આખી રાત વૃદ્ધ સ્વરૂપમાં જ રહે છે.

કહેવામાં આવે છે કે, હનુમાનજીની આ મૂર્તિ દુર્લભ પથ્થર માંથી બનેલી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સુરજકુંડ મંદિરમાં બીરાજમાન હનુમાનજીની મૂર્તિ ઘણી જ વિશેષ અને દુર્લભ છે. જે લોકો અહિયાં આવીને મૂર્તિની પૂજા કરે છે. તેમની દરેક મનોકામના પૂરી થઇ જાય છે. મંગળવારના દિવસે આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે. અને મંદિરની આસપાસની સુંદરતા જોવા જેવી છે. આ મંદિર નર્મદા કાંઠે બનેલું છે. અહિયાં સૂર્યના સીધા કિરણો નર્મદા ઉપર પડે છે.

આ માહિતી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.