હનુમાનજી માટે આજ જ કરો આ 10 કામ, દરેક સમસ્યાનું મળશે સમાધાન, ચમકી જશે ભાગ્ય

0
3816

આજે જ કરો હનુમાનજી માટે આ 10 કામ, તમારી દરેક સમસ્યાનું થશે સમાધાન અને ચમકશે તમારું ભાગ્ય

હનુમાનજીની પૂજા કરવાથી ઘણા બધા લાભ થાય છે. હવે પૂજા પાઠ તો બધા કરે છે, પરંતુ જો તમે બજરંગબલી માટે પૂજાની સાથે જ ૧૦ બીજા સારા અને વિશેષ કામ કરો છો તો તમને ફાયદો જ ફાયદો થશે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દુર થશે. તમારું ભાગ્ય પણ ચમકશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તો આવો જાણીએ તમારે શું શું કરવું જોઈએ.

૧. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના નામનો ઉપવાસ રાખો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. તે તમારા ત્યાગ (ભોજનનું ગ્રહણ ન કરવા) થી ખુશ થઈને તમને તેના બદલામાં કાંઈક આપી દે છે. એટલા માટે જો તમે કોઈ સારા કામને પૂર્ણ કરવા માગો છો તો હનુમાનજીના નામના ઉપવાસ રાખવો એ એક સારું પગલું છે.

૨. હનુમાન પૂજામાં નારંગી દોરો આરતીની થાળીમાં મુકો. ત્યાર પછી આ દોરાને તમારા હાથ ઉપર બાંધો. તેનાથી તમારું ભાગ્ય ચમકી ઉઠશે. તમારા તમામ કામ સમયસર અને જલ્દી પુરા થશે.

3. હનુમાનજીનું નામ લઈને કોઈ વાંદરાને થોડી ખાવાની વસ્તુ ખવડાવો. જયારે પણ તમને તક મળે અને ક્યાંક વાંદરો જોવા મળે તો તેને ખુશ કરવા માટે તેને ખાવા માટે કોઈ ફળ કે બીજી વસ્તુ જરૂર આપો. જેવી રીતે તમે જાણો છો કે  હનુમાનજી વાનર અવતાર છે. તેવામાં વાનરોને થોડું ખવડાવવાથી તે ખુશ થઇ જાય છે અને તમને આશીર્વાદ આપે છે.

૪. હનુમાનજીને કોઈ સિંદુર કે ચોલા ચડાવવાથી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઇ જાય છે. તમે કોઈ પણ મંદિરની વાત લઇ લો અને ત્યાં હનુમાનજીને સિંદુર ચોલા ચડાવવાની સામગ્રી લાવીને આપી દો. ત્યાર પછી પૂજા કરીને તમારી મનોકામના બજરંગબલીને જણાવો.

૫. હનુમાનજીને દાન ધર્મ કરવાવાળા લોકો વધુ પસંદ છે. આવામાં તમે મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં કોઈ પણ વસ્તુનું દાન કરો. આમ તો જો તમે ધારો તો હનુમાનજીનું નામ લઈને કોઈપણ ગરીબ કે બ્રાહ્મણને દાન કરી શકો છો.

૬. હનુમાનજીના મંદિરમાં નારીયેલ, ચોરોંજી અને ચણાનો પ્રસાદ ચડાવો. આમ તો આ પ્રસાદીને તમે કોઈપણ દિવસે ચડાવી શકો છો પરંતુ તેને મંગળવાર કે શનિવારના દિવસે ચડાવવાથી અને લોકો વચ્ચે વહેચવાથી વધુ લાભ મળે છે. તેનાથી હનુમાનજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે છે.

૭. હનુમાન મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પ્રથમ પગથીયા ઉપર માથું જરૂર ટેકો. તેનાથી તમને તમારું  જમીન સાથે જોડાયેલા હોવાનું અને વિનમ્ર હોવાનું પ્રતીત થસે. આમ કરવાથી તમે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ ભગવાનનું ધ્યાન આકર્ષિત કરી લો છો.

૮. હનુમાન ચાલીસાના પાઠ રોજ કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ તમારાથી દુર જ રહે છે. પછી દુશ્મન પણ તમારું કશુ બગાડી શકતા નથી.

9. ઘરમાં હનુમાનજીનો એક ફોટો કે મૂર્તિ જરૂર રાખો. સવાર સાંજ તેમની પૂજા કરો. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

૧૦. હનુમાન મંદિરમાં રોજ થોડા પૈસા ચડાવો. રકમ ઓછી હશે તો ચાલશે, તેનાથી તમારા ઘરમાં બરકત જળવાઈ રહેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.