દરેક સમસ્યા થી મુક્ત કરે છે હનુમાનજીના આ 5 મંત્ર, રોગમુક્ત થવા માટે આ મંત્રનો કરો જાપ

0
3479

હનુમાનજીના આ 5 મંત્ર દરેક સમસ્યાથી કરે છે મુક્ત, રોગથી છુટકારો મેળવવા માટે આ મંત્રનો કરો જાપ.

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન હોય છે. જોકે ઘણા લોકોની પાસે માનવીય જીવનની સમસ્યાઓનો ઉપાય હોય છે, પરંતુ તેમાંથી થોડા એવા જ લોકો હોય છે જે બધી સમસ્યાઓથી રાહત અપાવે છે. આ જ કારણ છે કે આપણે સમસ્યાઓ ઉભી થાય ત્યારે આજે પણ ભગવાનને યાદ કરીએ છીએ. કારણ કે જ્યારે મુશ્કેલીના સમયે આપણે કંઈપણ સમજી શકતા નથી, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ.

તમામ પ્રયત્નો નિષ્ફળ થયા પછી, ભગવાન ઉપર જ વિશ્વાસ હોય છે. દરેક વ્યક્તિ મુશ્કેલીઓથી મુક્ત જીવન જીવવા માંગે છે. પરંતુ સૂર્યમંડળના ગ્રહોની આપણી કુંડળીમાં હાજરી જ જણાવે છે કે, આપણા જીવનમાં મુશ્કેલીઓનું આગમન ક્યારે અને કેવી રીતે થશે? મોટાભાગના લોકોના જીવનમાં મુશ્કેલીઓનું કારણ શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહો હોય છે.

હનુમાનજીને એકમાત્ર એવા ભગવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમનાથી આ બધા દુષ્ટ ગ્રહો ભયભીત રહે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિ મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકે છે. એમ તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણના નિયમિત પઠન કરવાથી મુખ્યત્વે મંગળવારે બધી સમસ્યાઓથી રાહત મળે છે. પરંતુ આ સિવાય પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

આપણે હનુમાનજીની પૂજા તો કરીએ છીએ, પરંતુ ઇચ્છિત ફળ મેળવવા માટે તેમના કયા મંત્રનો જાપ કરવો જોઈએ? તે આપણે જાણતા નથી. તેથી, આજે આ પોસ્ટમાં, અમે તમને કેટલાક ખાસ મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ તમે પૂજા દરમિયાન કરી શકો છો અને તમે તમારી બધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો.

મંત્ર જાપ કરવાની રીત :

મંત્રનો પાઠ કરવા માટે મંગળવારે વહેલી સવારે ઉઠો અને સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી કોઈ હનુમાન મંદિરમાં જાવ અને ત્યાં હનુમાનજીની પ્રાર્થના કરો. તમે મંદિરની થોડી શાંત જગ્યા જોઈ લો અને ત્યાં બેસીને મંત્રનો જાપ 108 વાર કરો. મંત્રનો જાપ કરવા માટે તમે રુદ્રાક્ષ માળાનો ઉપયોગ કરી શકો છો. ભગવાન હનુમાનજીના મંત્ર નીચે જાણો.

પ્રથમ મંત્ર :

मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।

वातात्मजं वानरयूथमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये।।

આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ તેની બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકે છે.

બીજો મંત્ર :

मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।

शत्रून संहर मां रक्षा श्रियं दापय मे प्रभो।।

ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે આ મંત્રનો જાપ કરો.

ત્રીજો મંત્ર :

हनुमान अंगद रन गाजे।

हांके सुनकृत रजनीचर भाजे।।

જો તમે તમારા કામોમાં આવતા અવરોધોથી પરેશાન છો અને તેને દૂર કરવા માગો છો, તો આ મંત્રનો જાપ કરો.

ચોથો મંત્ર :

नासे रोग हरे सब पीरा।

जो सुमिरै हनुमत बल बीरा।।

જો તમે આ ચોપાઈના જાપ દરરોજ 108 વાર કરશો, તો તમે રોગ મુક્ત રહેશો. આ તમને રોગોથી મુક્તિ અપાવવામાં મદદ કરશે.

પાંચમો મંત્ર :

वायुपुत्र नमस्तुभ्यं पुष्पं सौवर्णकं प्रियम्।

पूजयिष्यामि ते मूर्धि नवरत्न-समुज्जलम्।।

આ મંત્રનો જાપ કરતી વખતે હનુમાનજીને પુષ્પો અપર્ણ કરો. તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.