છેવટે ઈરાને ભરેલા આ એક પગલાંથી કેમ ગભરાઈ ગઈ છે અડધી દુનિયા, થઈ રહી છે અપીલ

0
403

ઈરાનને કારણે આ દિવસોમાં દુનિયાના ઘણા દેશ ગભરાયેલા છે. આનું કારણ બન્યું છે ફોર્ડોનું અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લિયર પ્લાંટ (Fordo Nuclear Plant). આ તે જ પ્લાન્ટ છે જ્યાં ઈરાન દ્વારા યુરેનિયમને સંવર્ધિત (Enrichment of uranium) કરવામાં આવી રહ્યું છે. આ કારણે આ પ્લાન્ટ આખી દુનિયાની નજરમાં છે. આ પહેલા ઈરાને ઘોષણા કરી હતી કે, તે યુરેનિયમના સંવર્ધનની સીમાને વધારવા જઈ રહ્યા છે. આ નિર્ણય ઈરાને અમેરિકા સાથેની પરમાણુ ડીલ ખત્મ કર્યા પછી લીધો હતો.

ઈરાન યુએસ અને JCOPA :

તમને જણાવી દઈએ કે, જુલાઈ 2015 માં ઈરાન, ચીન, રશિયા, અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ વચ્ચે જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન (Joint Comprehensive plan of action) એટલે કે JCOPA કરાર થયો હતો. આને જ ઇરામ-અમેરિકા ન્યુક્લિયર ડીલ કહેવામાં આવી હતી. મે 2018 માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.

એ પછી જુલાઈ 2019 માં ઈરાને ડીલને ધ્યાનબહાર કરીને યુરેનિયમ સંવર્ધન સીમા વધારવાની જાહેરાત કરી હતી. બંને પક્ષો વચ્ચે ડીલ થઇ હતી. જેમાં આજ પ્લાન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આના પર જ રાજી થયા પછી યુએનમાંથી એના પર લગાવેલા પ્રતિબંધ હટાવવામાં આવ્યા હતા.

સેન્ટરફયૂઝમાં ગેસ ભરવાનું શરુ :

હવે જયારે ઈરાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તેમના એન્જીનીયરોએ ન્યુક્લિયર પ્લાન્ટને સેન્ટરફ્યુઝોમાં ગેસ (Uranium hexafluoride) ભરવાનું શરુ કરી દીધું છે, તો દુનિયાને ઝાટકો લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, યુરેનિયમને સંવર્ધિત કરવામાં આ એક મુખ્ય પ્રક્રિયા છે.

યુરેનિયમ હેકઝાફ્લુરાઇડ કેમિકલમાં યુરેનિયમના વધુ એક ફ્લોરાઈના છ એટમ મળીને પ્રતિક્રિયા કરે છે. એની જ મદદથી પરમાણુ પાવર પ્લાન્ટ માટે બળતણ તૈયાર કરવામાં આવે છે. એના સિવાય ન્યુક્લિયર વેપન્સના નિર્માણમાં પણ તે ઉપયોગી છે. ઈરાન ન્યુક્લીયર સંવર્ધનની નક્કી સીમામાં વધારો કરી રહ્યું છે, પરંતુ આ તેટલું નથી જેના પર તે પરમાણુ હથિયાર બનાવી શકે.

2009 માં પહેલી વખત સ્વીકાર કર્યો પ્લાન્ટના અસ્તિત્વનો :

નોંધપાત્ર છે કે, આ પહેલા ફોર્દો ન્યુક્લિયર પ્લાન્ટ દુનિયાની નજરમાં છુપાયેલું હતું. 2009માં પહેલી વખત ઈરાને આના હયાત હોવાનો સ્વીકાર કર્યો હતો. હવે પશ્ચિમી દેશોમાં આ વાતનો ડર છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની તરફ પગલું ભરી રહ્યું છે. પણ ઈરાનનું માનીએ તો તે પહેલા પણ આ વાતથી ઇનકાર કરી રહ્યું છે કે, તેમનો પરમાણુ કાર્યક્રમ પરમાણુ હથિયારના નિર્માણ સાથે જોડાયેલો છે. ફોર્દો પ્લાન્ટ પર ત્યાં રહેલા આઈએએસ પોતાની રિપોર્ટ તૈયાર કરશે.

ઇરાનના નિર્ણયથી પશ્ચિમ નાખુશ :

ઇરાનના આ નિર્ણયથી બધા દેશ નાખુશ તો છે. પરંતુ તેઓ એ પણ માને છે કે, ઈરાનને જે કાંઈ પણ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, તે સંપૂર્ણ રીતે એકતરફી છે. તેમને આના બદલામાં કાંઈ જ મળતું નથી. ઇરાનના તાજા નિર્ણય પર જ્યાં રશિયન વિદેશી મંત્રી સર્જી લાવરોવને ચિંતા દેખાડતા પશ્ચિમી દેશોને પોતાની જવાબદારી નિભાવવાની વાત જણાવી છે. ત્યાં ઈરાન પર લાગેલ પ્રતિબંધોનો અવૈધ પણ જણાવ્યા છે. આના સિવાય ફ્રાંસે આના પર ઈરાન સાથે વાત કરવાની વાત જણાવી છે. જર્મનીએ અપીલ કરી છે કે તે આ પગલાં પાછા લઇ લે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.