આ છોકરાએ જિમ ગયા વગર જ ઘટાડી નાખ્યું 32 કિલો વજન, જાણો કઈ રીત થયો આ કમાલ

0
3017

મિત્રો આજકાલ તમને ઘણા બધા લોકો એવા મળશે જે મોટાપાથી પરેશાન છે. અને ઘણા બધા પ્રયત્નો કરવાં છતાં પણ એમનું વજન ઉતરતું નથી. અને સામાન્ય રીતે જયારે પણ જાડામાંથી પાતળા થવાની વાત આવે છે, તો બધાના મગજમાં એવો વિચાર આવે છે કે, અમારે જીમમાં જવાનું શરુ કરવું પડશે. આમ તો જીમ જવાથી ફાયદા જરૂર થાય છે. પણ આજે અમે તમને એક એવી પ્રેરણાદાયક સ્ટોરી સંભળાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ પ્રેરિત થઈને તમારું વજન ઓછુ કરવા લાગશો.

આમને મળો આ છે પુન્દ્રિક ભારદ્વાજ :

અમે એક છોકરાનો કિસ્સો તમને જણાવવાં જઈ રહ્યા છીએ, જેણે પોતાના વજનમાંથી 32 કિલો વજન ઓછુ કર્યું છે , અને એ પણ જીમ ગયા વગર. અને એનું નામ છે પુન્દ્રિક ભારદ્વાજ. પુન્દ્રિ સિવિલ એન્જીનીયરીંગ માસ્ટર બની ગયા છે. એક સમય હતો જયારે પુન્દ્રિકનું વજન ૧૦૩ કિલો રહેતું હતું. પોતાના આ મોટાપાને કારણે તેની ઘણી વખત મજાક ઉડાવવામાં આવતી હતી. તે પોતાના જીવનમાં એટલો ડિપ્રેસ થઇ ગયો હતો કે તેને પોતાને ઘરમાં બંધ કરી લીધો અને પાર્ટી વગેરેમાં પણ જવાનું બંધ કરી દીધું. તેને લોકોનો સામનો કરવામાં શરમ આવવા લાગી હતી.

પણ પછી એક દિવસ પુન્દ્રિકે નક્કી કરી લીધું કે તે પોતાની આ તકલીફથી પીછો છોડાવીને જ દમ લેશે. અને પુન્દ્રિકે ઘરે જ કસરત વગેરે કરીને જોત જોતામાં ૩૨ કિલો વજન ઘટાડી દીધું, અને હવે તે હાલના સમયમાં ૭૧ કિલોગ્રામ વજન ધરાવે છે.

જાડા અને કદરૂપા દેખાતા પુન્દ્રિક આજે પાંચ ફૂટ દસ ઇંચના એક હેન્ડસમ યુવક બની ગયા છે. અને નવાઈની વાત એ છે કે, પુન્દ્રિકે પોતાનું ૩૨ કિલો વજન જીમમાં ગયા વગર ઘટાડ્યું છે. જ્યાં ઘણી વખત જીમમાં કલાકો પરસેવો વહાવ્યા પછી પણ લોકો ધાર્યુ પરિણામ નથી મેળવી શકતા, એવામાં પુન્દ્રિકે જીમમાં ગયા વગર શરીરમાં કમાલનો ફેરફાર લાવ્યો છે. તો આવો જાણીએ પુન્દ્રિકે છેવટે આ કામ કેવી રીતે કરી બતાવ્યું.

પુન્દ્રિકે વજન ઓછું કરવા માટે ઘરમાં જ કરી શકાય એવી સામાન્ય કસરત, અને એક જરૂરી પોષક તત્વોથી ભરેલું ડાયટની મદદ લીધી. ફીટ થવા માટે પુન્દ્રિક ઘરે જ પોતાના હિસાબે પુશઅપ્સ, ક્રચેસ, દોરડા કુદ જેવી કસરત કરતા હતા. પુન્દ્રિકનું કહેવું છે કે, દોડ લગાવવી વજન ઓછું કરવા માટે સૌથી સારી અને ઉત્તમ કસરત છે. જો તેને યોગ્ય રીતે કરવામાં આવે, તો તમે ૧૬ કેલેરી દર મીનીટના હિસાબથી ઘટાડી શકો છો.

એમના ડાયટની વાત કરીએ તો પુન્દ્રિક મોટાભાગે પ્રોટીન અને કેલ્શિયમનું વધુ પ્રમાણ હોય એવો જ ખોરાક ખાય છે. તે પહેલા દિવસે ફળ ખાય છે પછી બીજા દિવસે શાક ખાય છે. ત્યાર પછી ત્રીજા દિવસે ફળ અને શાક બન્ને જ ખાય છે. તે આ ક્રમને દર અઠવાડીયુ ચાલે છે. રવિવારના રોજ તે કોઈ બીજી ફૂડ વસ્તુ પણ ખાઈ લે છે. વજન ઘટાડવા માટે પુન્દ્રિકની એવી સલાહ છે કે, વજન ઘટાડવું ૯૦ ટકા તમારી ડાયટ ઉપર આધાર રાખે છે, અને ૧૦ ટકા તમારી કસરત ઉપર.

વજન ઘટ્યા પછી પુન્દ્રિકની પર્સનાલીટીમાં ઘણો સુધારો આવ્યો છે. હવે તે દરેક જગ્યાએ આત્મવિશ્વાસ સાથે જાય છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો કોઈ ચમત્કાર થવાની રાહ ન જુવો, પણ આજથી જ પાતળા થવા માટે પ્રયાસ શરુ કરી દો.