જો ગુસ્સે થવું તમારો સ્વભાવ બની જાય છે, તો કેવી રીતે તેને રોકી શકાય છે.

0
1138

ભગવાન કૃષ્ણ પાસેથી શીખો, કેવી રીતે બહારની દુનિયાના આવરણથી પોતાને અલગ રાખશો

ચાર નવી વાતો બદલી શકે છે, તમારા સ્વભાવમાં ગુસ્સાની ટેવને

મશીન વાળા અને હરીફાઈના સમયમાં વ્યક્તિનો સ્વભાવ બદલાતો રહે છે. આપણે આપણા સ્વભાવથી અલગ એક અભિનેતાની જેમ દુનિયા સામે આવતા જઈએ છીએ. આપણા સ્વભાવમાં વાસ્તવિકતા ઓછી અને અભિનય વધુ હોય છે. હંમેશા બહારની દુનિયામાં કરવામાં આવેલા અભિનય જેવું વર્તન આપણા સ્વભાવમાં ઉતરવા લાગે છે.

લોકો દુનિયા સામે કઈક અલગ હોય છે અને પોતાની અંદર કાંઈક અલગ. ઘણી વખત બહારની દુનિયાની ચિંતા આપણી અંદર ઉતરી જાય છે. આપણા મૂળ સ્વભાવ ક્યાય ખોવાઈ જાય છે. આપણે આપણા પોતાનામાં નથી રહેતા.

ઘણા લોકો ગુસ્સાનો અભિનય કરે છે, ઓફિસમાં, મિત્રોમાં કે સહયોગીઓમાં, પરંતુ તે ગુસ્સો ક્યારે તેનો પોતાનો સ્વભાવ બની જાય છે, તે ખબર નથી પડતી. સમય પસાર થતાની સાથે જ સ્વભાવ બદલવા લાગે છે. હંમેશા પ્રયાસ કરો કે સામાજિક બાબતોમાં તમારો પોતાનો સ્વભાવ ક્યાંક છૂટી ન જાય. તમે જેવા છો, તમારી રીતે તેવા જ કેવી રીતે રાખી શકો, તે વાત સમજવા માટે થોડું ધ્યાનમાં ઉતરવું પડશે.

આપણે ક્યારે ક્યારે ગુસ્સો કરીએ છીએ, પરંતુ ગુસ્સો આપણો મૂળ સ્વભાવ નથી. શું કરવામાં આવે કે બહારનો અભિનય આપણા અંદરના સ્વભાવ ઉપર છવાઈ ન જાય. ગુસ્સો પહેલા વ્યવહારમાં આવે છે, પછી આપણો સ્વભાવ બની જાય છે. ગુસ્સો સ્વભાવમાં આવ્યો તો સૌથી પહેલા તે આપણા વિચારનો નાશ કરે છે, પછી સંવેદનાઓને મારે છે. સંવેદનાહીન માણસ પશુ જેવો થઇ જાય છે.

આ ગુસ્સાને આપણા સ્વભાવમાં ઉતરવાથી કેવી રીતે રોકી શકાય? બહારની દુનિયાને બહાર જ રહેવા દો. બહારની દુનિયા અને અંદરના સંસાર વચ્ચે થોડું અંતર હોવું જોઈએ.

થોડી ટેવો બદલો, થોડી નવી ટેવો અપનાવો :-

૧. રોજ ધ્યાન જરૂર કરો. થોડું એવું મેડીટેશન પણ આપણેને નવી ઉર્જાથી ભરે છે. આપણેને આપણા પોતાને મળવાની તક આપે છે.

૨. પોતાના કુટુંબ સાથે સમય પસાર કરો. નિયમ બનાવી લો કે અડધા કલાકથી એક કલાકનો સમય ઓછામાં ઓછો એવો કાઢો જે સંપૂર્ણ રીતે તમારા કુટુંબ માટે હોય.

૩. થોડો સમય પોતાના માટે કાઢો. એકાંતમાં બેસો. કોઈ મંદિર કે કુદરતી સ્થળ પાસે બેસો. તે તમારા માટે સકારાત્મક ઉર્જા મેળવવા માટે પોતાનું વિશ્લેષણ કરવા માટે ઘણું ઉપયોગી રહેશે.

૪. તમારા શોખને જાળવી રાખો. જે પણ તમારા રચનાત્મક શોખ હોય, જેવા કે સંગીત સાંભળવું, પુસ્તકો વાચવા, કોઈ રમત રમવી, તેના માટે થોડો સમય જરૂર કાઢો, રોજ ન કરી શકો તો અઠવાડિયામાં એક કે બે વખત જરૂર કરો.

ભગવાન કૃષ્ણ શીખવે છે હંમેશા ઉર્જાવન રહેવાની રીત :-

મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણને જુવો, સંસાર આખાના કામ કર્યા પરંતુ પોતાના માટે સમય કાઢે છે. ગોકુલ કે વૃંદાવનમાં જયારે રહ્યા, થોડો સમય પોતાને જરૂર આપતા. એકલા વનમાં કે યમુના કિનારે બેસીને વાંસળી વગાડે છે. સંગીત આપણી સંવેદનાઓનું સિંચન કરે છે, અને રોજ નિયમિત ધ્યાન અને પૂજા કરતા હતા. ધ્યાન તેને દ્ર્ઢ બનાવે છે. પોતાના માટે થોડો સમય એકાંતમાં ચિંતન માટે રાખતા હતા. એકાંત તેમને નવજીવન આપે છે.

શ્રી મદ ભાગવત ગીતા ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે, જયારે ભગવાન કૃષ્ણ તેમના માતા પિતા, ભાઈ, પુત્ર અને પત્નીઓ સાથે કૌટુમ્બિક વાતો કરતા અને તેમની સાથે સમય પસાર કરે છે. આપણે જયારે પોતાને સમય આપીશું, પોતાની ઉપર પણ ધ્યાન આપીશું, તો પછી સામાજિક આવરણ, બહાર જ રહેશે. તમે અંદરથી એવા રહેશો કે જે તમે છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.