ગુરુ ચેલાની વાર્તા : વાતો કરતી વખતે હંમેશા સમજી વિચારીને જ શબ્દોનો ઉપયોગ કરો.

0
992

હંમેશા સારા શબ્દોનો જ ઉપયોગ કરો, કેમ કે ખરાબ શબ્દોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો

એક રાજાને એક દિવસ વિચિત્ર સપનું આવ્યું. રાજાએ પોતાના સપનામાં જોયું કે એક ઘણું મોટું ઝાડ છે અને ધીમે ધીમે એ ઝાડના તમામ પાંદડા ખરી રહ્યા છે અને છેલ્લે તે ઝાડ ઉપર માત્ર એક જ પાંદડું રહી જાય છે. આ સપનું રાજાને ઘણું વિચિત્ર લાગ્યું અને સવારે રાજાએ પોતાના આ સપના વિષે મંત્રીને જણાવ્યું. મંત્રીને સપના વિષે જણાવતા રાજાને પૂછ્યું, તમને આ સપનાનો અર્થ ખબર છે? મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ આ સપનું તો ઘણું વિચિત્ર છે અને મેં પહેલી વખત આવા સપના વિષે સાંભળું છે. મને તો આ સપનાનો અર્થ ખબર નથી. પરંતુ તમારી આજ્ઞા હોય તો હું જ્યોતિષીને આ સપનાના અર્થ વિષે પૂછી લઉં?

રાજાએ મંત્રીને કહ્યું, એક કામ કરો તમે જ્યોતિષીને આજે મહેલમાં લઇ આવો. હું પોતે જ્યોતિષીએ જણાવેલા આ સપનાના અર્થ વિષે જાણી શકું. મંત્રીએ પોતાના રાજ્યના સૌથી વિદ્વાન જ્યોતિષીને રાજા પાસે લઇ આવ્યા. આ જ્યોતિષ પોતાના એક ચેલાને પણ સાથે લાવ્યા. રાજાએ જ્યોતિષને પોતાના સપના વિષે જણાવ્યું. સપના વિષે સાંભળતા જ જ્યોતિષના ચેલાએ જ્યોતિષને કહ્યું ગુરજી હું રાજાને આ પ્રશ્નના અર્થ વિષે જણાવી દઉં. જ્યોતિષે પોતાના ચેલાને આજ્ઞા આપી અને ચેલાએ રાજાને સપનાનો અર્થ જણાવતા કહ્યું, મહારાજ જે સપનામાં તમને આવ્યું છે. તે સપનાનો અર્થ છે કે તમારા પરિવારના તમામ લોકોના મૃત્યુ તમારાથી પહેલા થવાના છે.

ચેલાની એ વાત સાંભળીને રાજાને ગુસ્સો આવી ગયો અને રાજાએ તેને મૃત્યુની સજા આપી દીધી. જ્યોતિષીએ વાત બગડતા જોઈ તરત મહારાજને કહ્યું, મહારાજ આ સપનાનો અર્થ છે કે તમારું આયુષ્ય વધુ છે અને તમે વધુ ઉંમર સુધી જીવવાના છો. પોતાના લાંબા આયુષ્યની વાત સાંભળીને રાજા ખુશ થઇ ગયા અને રાજાએ જ્યોતિષને કહ્યું, તમારી વાત સાંભળીને મને આનંદ થયો છે. એટલા માટે આજે જે માગો તે હું તમને આપીશ. જ્યોતિષે રાજા પાસે પોતાના ચેલાની સજા માફ કરવાનું કહ્યું. રાજાએ જ્યોતિષની વાત માની લીધી અને તેમના ચેલાની સજા માફ કરી દીધી. ત્યાર પછી જ્યોતિષી પોતાના ચેલાને લઈને પોતાના આશ્રમ જતા રહ્યા.

આશ્રમમાં જઈને જ્યોતિષીએ પોતાના ચેલાને સમજાવતા કહ્યું, આપણા બંનેની વાતનો અર્થ એક જ હતો. પરંતુ એ વાતને કહેવામાં તે ખોટા શબ્દનો ઉપયોગ કર્યો. જેને કારણે જ રાજાને ગુસ્સો આવી ગયો. એટલા માટે માણસે વાત કરતી વખતે હંમેશા સમજી વિચારીને જ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ જે બીજાને સાંભળવામાં સારા લાગે. પોતાના ગુરુની વાત સાંભળીને ચેલાને સમજાઈ ગયું કે જીવનમાં ક્યારે પણ કડવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ અને બોલવામાં હંમેશા મીઠા શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.