ગુરુ પૂર્ણિમાની પૂજા કરવા માંગો છો પણ તમારી પાસે કોઈ ગુરુ નથી તો આવી રીતે કરો પૂજા.

0
127

જો તમારા કોઈ ગુરુ નથી તો જાણો કોને બનાવવા પોતાના ગુરુ, કેવી રીતે કરવી તેમની પૂજા?

આ વર્ષે શુક્રવાર 23 જુલાઈએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે. બધા ધર્મોના ગુરુનું પોત-પોતાની રીતે મહત્વ છે. જીવનમાં દરેક કામ કોઈના દ્વારા શીખવવામાં આવે છે, તે જ ગુરુ કહેવાય છે. સામાન્ય રીતે ગુરુનું મહત્વ અધ્યાત્મમાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, જેમાં કોઈને કોઈ રૂપે દીક્ષા આપીને શિષ્યની દેખરેખ તેના કલ્યાણના ભાવનાથી કરવામાં આવે છે.

કુંડલિની (એક દિવ્ય શક્તિ) જાગરણ માટે સર્વોપરી સહસ્રાર ચક્રમાં ગુરુદેવનો વાસ જણાવવામાં આવ્યો છે, જે સૌથી નીચે હોય છે. તે લોકો ઘણા ભાગ્યશાળી હોય છે જેમને કોઈ સદ્દગુરુ પાસેથી દીક્ષા મળી હોય. તે લોકો જેમની પાસે ગુરુ નથી અને સાધન કરવા માંગે છે તેમની ટકાવારી સમાજમાં વધારે છે. અને તેઓ આ પ્રયોગથી લાભ પ્રાપ્ત કરી શકે છે.

કેવી રીતે કરવી પૂજા :

સૌથી પહેલા એક સફેદ કપડાં પર ચોખાનો નાનો ડુંગર કરી તેના પર કળશ-નારિયળ રાખી દો.

ઉત્તર તરફ મોં રાખી સામે શિવજીનું ચિત્ર અથવા ફોટો રાખો.

શિવજીને ગુરુ માનીને નીચે લખેલો મંત્ર વાંચીને શ્રીગુરુદેવનું આવાહન કરો.

‘ॐ वेदादि गुरुदेवाय विद्महे, परम गुरुवे धीमहि, तन्नौ: गुरु: प्रचोदयात्।।’

હે ગુરુદેવ, હું તમારું આહવાન કરું છું.

પછી યથાશક્તિ પૂજન કરો, નૈવેદ્ય અને આરતી કરો અને ‘ॐ गुं गुरुभ्यो नम: मंत्र’ ની 11, 21, 51 અથવા 108 માળા ફેરવો.)

જો કોઈ વિશેષ સાધના કરવા માંગો છો, તો ગુરુ પાસેથી માનસિક રૂપથી તેની આજ્ઞા લઈને કરી શકાય છે.

– પં. ઉમેશ દીક્ષિત

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.