ગુરુ ગોરખનાથના મંત્રોની આ શક્તિ વિષે જાણતા નહિ હોય તમે.

0
5604

ગુરુ ગોરખનાથ ૧૧મી સદીના ભારતમાં નાથ હિંદુ મઠ આંદોલનના એક પ્રભાવશાળી સંસ્થાપક હતા. તેને મત્સ્યેંન્દ્રનાથના બે ઉલ્લેખનીય શિષ્યો તરીકે માનવામાં આવે છે. તેમના અનુયાયી ભારતના હિમાલયના રાજ્યો, પશ્ચિમી અને મધ્ય રાજ્યો અને ગંગાના જમીન વિસ્તારો સાથે જ નેપાળમાં જોવા મળે છે. આ અનુયાયી યોગીઓને ગોરખનાથી અને પૂજનીય કહેવામાં આવે છે.

ગુરુ ગોરખનાથનું જીવનકાળ :-

ગુરુ ગોરખનાથના જીવનકાળનું વિવરણ અજ્ઞાત અને વિવાદિત છે. ગુરુ ગોરખનાથને હિંદુ પરંપરાના એક મહાન યોગી માનવામાં આવે છે. તેમણે કોઈ એક વિશિષ્ટ આધ્યાત્મિક સિદ્ધાંત કે કોઈ વિશેષ સત્ય ઉપર મહત્વ નથી આપ્યું. તેમનું કહેવું છે કે સત્ય અને આધ્યાત્મિક જીવનની શોધ મહત્વપૂર્ણ છે અને તે એક માણસનું સામાન્ય લક્ષ્ય હોવું જોઈએ.

ગુરુ ગોરખનાથ :-

ગુરુ ગોરખનાથે સમાધી અને આધ્યાત્મિક સત્ય સુધી પહોચવા માટે યોગ. આધ્યાત્મિક અનુશાશન, આત્મનિર્ણયને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું. ગુરુ ગોરખનાથ અને તેમના વિચારો યોગીઓ અને ગ્રામીણ ભારતમાં ઘણા લોકપ્રિય બની ગયા છે. ગુરુ ગોરખનાથ માટે સમર્પિત મંદિર ભારતના ઘણા રાજ્યોમાં ખાસ કરીને ગોરખપુરના શહેરોમાં જોવા મળે છે.

શ્રી ગુરુ ગોરખનાથના શાબર મંત્ર અર્થ ગુરુ ગોરખનાથજીએ ઘણા મંત્રો બનાવ્યા છે. એ ઘણા મંત્રોમાંથી વધુ પ્રચલિત ગુરુ ગોરખનાથ શાબર મંત્ર છે. ગુરુ ગોરખનાથજીનો શાબર મંત્ર કોઈપણ પ્રકારના વશીકરણ ઉપર ઉપયોગમાં લઇ શકાય છે.

શ્રી ગુરુ ગોરખનાથના શાબર મંત્રનો અર્થ :-

દરેક સમસ્યાનો ઉકેલ ગુરુ ગોરખનાથજી શાબર મંત્ર દ્વારા છે. ગુરુ ગોરખનાથજીનો સાબર મંત્ર સાબિત કરવા કે પ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારની સિદ્ધી પ્રાપ્ત કરવાની કોઈ જરૂર નથી. ગુરુ ગોરખનાથજીના શાબર મંત્રોને કોઈપણ સામાન્ય ઉદેશ્ય માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

શાબર મંત્ર – ૧

ॐ वज्र में कोठा, वज्र में ताला, वज्र में बंध्या दस्ते द्वारा, तहां वज्र का लग्या किवाड़ा, वज्र में चौखट, वज्र में कील, जहां से आय, तहां ही जावे, जाने भेजा, जांकू खाए, हमको फेर न सूरत दिखाए, हाथ कूँ, नाक कूँ, सिर कूँ, पीठ कूँ, कमर कूँ, छाती कूँ जो जोखो पहुंचाए, तो गुरु गोरखनाथ की आज्ञा फुरे, मेरी भक्ति गुरु की शक्ति, फुरो मंत्र इश्वरोवाचा.

શાબર મંત્રની વિધિ :-

સાત કુવા કે કોઈ સાત નદીમાંથી સાત વખત જળ લાવીને આ મંત્રનું ઉચ્ચારણ કરીને રોગીને સ્નાન કરાવો, તો તેની ઉપરથી તમામ પ્રકારના વશીકરણ ઉતરી જાય છે.

ગુરુ ગોરખનાથના સૌથી શક્તિશાળી શાબર મંત્રનો અર્થ :-

ગુરુ ગોરખનાથનો સૌથી શક્તિશાળી શાબર મંત્ર તમામ સમસ્યાઓ અને પ્રયોજનો માટે તમામ દેવી દેવતાઓને સમર્પિત છે. આ મંત્ર ગુરુ ગોરખનાથના નામ ઉપર તમામ દેવી દેવતાઓ જેવા કે ‘મહાદેવી’ દેવી માં અને હિંદુના ત્રિદેવ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આહ્વાનમાં સિદ્ધ થાય છે. આ મંત્ર દરેક દેવતા સુધી પહોચે છે.

શાબર મંત્ર – ૨

ॐ नमो महादेवी सर्वकार्य सिद्धकर्णी जो पाती पुरे, ब्रह्मा विष्णु महेश तीनो देवतन मेरी भक्ति गुरु की, शक्ति श्री गुरु गोरखनाथ की दुहाई फुरो मंत्र ईश्वरो वाचा.

શાબર મંત્ર વિધિ :-

ગુરુ ગોરખનાથનો સૌથી શક્તિશાળી શાબર મંત્ર જો રાત્રે બોલો તો શુભ ગણાય છે. આ મંત્રના જાપ ૩૧ વખત માળાની મદદથી કરી શકાય છે. આ મંત્રની સાધના કરવા માટે કોઈ બીજી શરત નથી.

આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.