લગભગ 5 મહિના સુધી એક જ રાશિમાં હશે ગુરુ અને શનિ, આ રાશિઓને લાગશે ઝટકો, બાકીનાને મળશે લાભ.

0
311

ગુરુ અને શનિ લગભગ 5 મહિના સુધી રહેવાના છે એક જ રાશિમાં, જાણો કોને મળશે લાભ અને કોને થશે નુકશાન. આગામી શુક્રવાર એટલે કે 20 નવેમ્બરથી ગુરુ ગ્રહ તેની સ્થિતિ બદલવા જઈ રહ્યો છે. ગુરુ તેની રાશી ધનુમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જયારે આ રાશીમાં પહેલાથી જ શનિનો વાસ છે. 20 નવેમ્બરથી 6 એપ્રિલ 2021 સુધી ગુરુ અને શનિનું સ્થાન મકર રાશીમાં જ રહેશે. તેથી આવો જાણીએ તેથી આ સમયગાળો તમામ 12 રાશી ઉપર તેની શું અસર છોડશે.

મીન રાશી : મીન રાશી વાળાના સન્માનમાં વધારો થશે. સાથે જ ભાગ્ય પણ તમારી ઉપર મહેરબાન થશે. જયારે સંપત્તિનો લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કુંભ રાશી : કુંભ રાશી વાળા લોકોએ તે દરમિયાન પેટ અને ગળા સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડશે. જયારે કુંભ રાશીના લોકો સંતાનના આરોગ્યને લઈને પણ દુઃખી રહી શકે છે.

મકર રાશી : મકર રાશી વાળા લોકોને સફળતા મળશે. સાથે જ સ્થાન પરિવર્તન પણ થઇ શકે છે. આમ તો તે દરમિયાન મકર રાશી વાળા લોકોએ આરોગ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવું પડશે.

ધનુ રાશી : ધનુ રાશી વાળા લોકોને રોજીંદા જીવનમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ સુખદ સમાચારના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશી વાળા લોકોના કામ પુરા થશે. ધન આગમનના યોગ પણ ઉભા થઇ રહ્યા છે, અને સુખ-સમૃદ્ધીના યોગ પણ જોવા મળી રહ્યા છે.

તુલા રાશી : તુલા રાશી વાળા લોકોને પ્રેમમાં સફળતા મળવાની સંભાવના છે. જયારે ઉત્તર દિશામાં ધાર્મિક પ્રવાસના યોગ ઉભા થઇ રહ્યા છે.

કન્યા રાશી : કન્યા રાશી વાળા લોકોએ દુઃખનો સામનો કરવો પડશે. આમ તો નિરાશ થવાની જરૂર નથી. નોકરી અને વેપાર ધંધામાં પ્રગતીના યોગ ઉભા થઇ રહ્યા છે.

સિંહ રાશી : સિંહ રાશી વાળા લોકોની યોજનાઓ સફળ નહિ થઇ શકે. પુત્ર પ્રત્યે ચિંતાનો ભાવ રહી શકે છે. પૈસાની તંગીનો સામનો પણ કરવો પડશે.

કર્ક રાશી : કર્ક રાશી વાળા લોકો માટે આ સમય ઘણો લાભદાયક સાબિત થશે. આરોગ્યમાં સુધારો થશે. પ્રવાસના યોગ ઉભા થવાની સાથે જ દુશ્મનો ઉપર વિજય મેળવવાના પણ યોગ ઉભા થઇ રહ્યા છે.

મિથુન રાશી : મિથુન રાશી વાળા લોકો માટે આ સમય સારો નહિ રહે. આરોગ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવા સાથે જ તમારા જીવનસાથી સાથે ઝગડા થવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

વૃષભ રાશી : વૃષભ રાશી વાળા લોકોને આર્થિક નુકશાન વેઠવું પડશે. જયારે કોઈ ખાનગી વાત પણ બધાની સામે આવવાનો ભય પણ ઉભો થશે.

મેષ રાશી : આર્થિક લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. મહેનતમાં વધારો જોવા મળી શકે છે. સાથે જ આ સમયગાળામાં ભાઈઓ અને મિત્રોની મદદથી મન પ્રફુલ્લિત થશે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.