મકર રાશિમાં એક સાથે વિરાજમાન થયા ગુરુ અને શનિ, આ રાશિઓના લોકોને મળશે બેસ્ટ ખુશખબર.

0
378

ગુરુ અને શનિ એક સાથે મકરમાં હોવાથી બન્યો છે ખાસ સંયોગ, દરેક કાર્ય થશે સિદ્ધ, નોકરીમાં મળશે પ્રગતિ. બૃહસ્પતી એટલે કે ગુરુ ગ્રહએ મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે, આ રાશિમાં પહેલાથી જ શનિ ગ્રહ વીરાજમાન છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ ગુરુ નીચ રાશિગત થઇ ગયા છે. પરંતુ શનિ પણ આ સમયે મકર રાશિમાં છે જેથી તેમનું નીચ ભંગ થઇ ગયું છે. પંડિતોના જણાવ્યા મુજબ બૃહસ્પતી અને શનિ એક જ રાશિમાં હોવાથી તેની અસર ઘણી રાશિઓ ઉપર પડવાની છે. ઘણી રાશિઓના લોકોના જીવનમાં ઘણા ફેરફાર આવી શકે છે. જે રાશિ ઉપર બૃહસ્પતી અને શનિનું મિલન સારું રહેવાનું છે તે રાશિઓના નામ આ મુજબ છે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો ઉપર તેની શુભ અસર જોવા મળશે. ધર્મ-કર્મની બાબતમાં મન લાગશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વિદેશ યાત્રાના સંયોગ પણ ઉભા થઇ રહ્યા છે. વેપારીઓને લાભ થશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.

મિથુન રાશિ : આઠમાં ગૃહમાં ગુરુ અને શનિની યુતિને કારણે મિથુન રાશિના લોકોના આરોગ્ય ઉપર થોડી ખરાબ અસર પડશે. આમ તો ધન પ્રાપ્તિના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. આ રાશિના લોકોને સાંધામાં દુઃખાવો, ગેસ, હ્રદય અને પેટ સાથે જોડાયેલી તકલીફો થઇ શકે છે. અને ધન પ્રાપ્તિના નવા માર્ગ પણ ખુલશે. એટલા માટે આ યોગની અસર મિથુન રાશિ ઉપર મિશ્રિત રહેવાની છે.

કર્ક રાશિ : આ રાશિમાં સાતમાં ગૃહમાં ગુરુ અને શનિની યુતિ ફળદાયક સાબિત થશે. લગ્ન સંબંધી કાર્ય સફળ થશે. વેપારીઓને ધન લાભ થશે અને જે પણ કામ શરુ કરશો તેમાં સફળતા મળશે.

સિંહ રાશિ : ગુરુ અને શનિ શત્રુ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમ થવાથી શત્રુ બનશે અને તેનો નાશ પણ થશે. દરેક કાર્ય સારી રીતે પુરા થઇ જશે, અને બગડેલા કામ પણ સુધરશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકોના લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે, તેમના લગ્ન વહેલી તકે થઇ જશે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે, અને વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા મળશે.

તુલા રાશિ : તુલા રાશિના લોકો માટે આ યોગ શુભ સાબિત થશે અને તમામ કામ સફળ થઇ જશે. નોકરી અને વેપારમાં પ્રગતી થશે અને જીવનસાથીનું સુખ મળશે.

વૃશ્ચિક રાશિ : તીર્થ યાત્રા ઉપર જવાની તક મળી શકે છે. સંતાન પાસેથી સુખની પ્રાપ્તિ થશે. બગડેલા કામ આપમેળે જ પુરા થઇ જશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. આમ તો તે કારણોથી માનસિક તણાવ થઇ શકે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.