શનિ અને ગુરુના મિલનથી આ રાશિઓની આવકમાં વધારાની સાથે છે પ્રમોશનના યોગ, મળશે દરેક જગ્યાએ સફળતા.

0
373

20 નવેમ્બરથી આવતા વર્ષે એપ્રિલ સુધી ગુરુ અને શનિ મકર રાશિમાં, આ યોગથી અમુક રાશિઓ માટે બન્યા ધનલાભના યોગ. દેવ ગુરુ બૃહસ્પતિ 20 નવેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગુરુ પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમજ આ રાશિમાં પહેલાથી જ શનિ વિરાજમાન છે. ગુરુ આ રાશિમાં એપ્રિલ 2021 સુધી રહેશે. શનિ મકર રાશિમાં રહીને 29 સપ્ટેમ્બરે વક્રીમાંથી માર્ગી થઈ ચુક્યા છે. ગ્રહોની આ પ્રકારની સ્થિતિ પોતાની સાથે ઘણા સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ લાવશે. ગુરુના મકર રાશિમાં આવવાથી અમુક રાશિઓને ધન લાભ થશે, તો અમુક રાશિઓ માટે થોડી મુશ્કેલી પણ થશે.

ગુરુના મકર રાશિમાં આવવાથી લોકોને નોકરીમાં પ્રમોશનના અવસર વધશે, તો જે લોકો કાયદાકીય બાબતોમાં ફસાયેલા છે, તેમને ન્યાય મળવાના યોગ છે. તમને જણાવી દઈએ કે, તમારી કુંડળીમાં જો ગુરુ યોગ્ય દશામાં બેઠા છે, તો તમને જીવનમાં પ્રગતિની સાથે ધન વૈભવ મળશે. તેમજ જો ગુરુ મજબૂત સ્થિતિમાં નથી, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવો તમને જણાવીએ કે આ યોગથી કઈ રાશિઓ માટે લાભની સ્થિતિ બની રહી છે.

મેષ રાશિવાળાને આ યોગથી ધન લાભના સંકેત મળી રહ્યા છે.

વૃશ્ચિક રાશિના લોકોને વ્યાપારમાં લાભ, ધનના નવા સાધન, નોકરીમાં પ્રમોશનના યોગ છે.

કન્યા રાશિના લોકો માટે આ પરિવર્તન મિશ્રિત રહેશે, એક તરફ તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, તેમજ તમારે અમુક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે.

ધનુ રાશિને પણ સારા પરિણામ મળશે. મકર રાશિવાળાના પણ અમુક અધૂરા કામ બનશે.

મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે અને તમને અવસર મળશે, તેનો લાભ ઉઠાવવો તમારા પર નિર્ભર કરે છે.