સૌથી વધારે ગુણકારી છે પલાળેલા મેથીના દાણા, જાણો એના સેવનથી શરીરને કયા કયા ફાયદા થાય છે?

0
3331

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. અને લોકો એના દાણાનો ઉપયોગ વધારે કરે છે. શિયાળામાં મેથીનો પાક બનાવીને ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. આજે અમે તમને મેથીના દાણાના ફાયદા વિષે જણાવીશું.

આ નાના આકારના મેથીના દાણા ઘણા ગુણકારી છે. તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. જેવા કે ફોલિક એસિડ, કેરોટીન, કોપર, જસત, સોડિયમ અને મેગ્નેશિયમ. એની ખાસિયત એ છે કે તે શરીરના વધતા વજનને નિયંત્રણમાં રાખે છે, અને તેનાથી લોહી પણ સાફ રહે છે. તેમજ તે બીજી પણ બીમારીઓના ઈલાજ માટે વપરાય છે. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે એનું કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો આવો તમને એના વિષે જણાવીએ.

શુક્રાણુઓ વધારવા માટે :

જો તમને આ સમસ્યા છે તો એના માટે પલાળેલા મેંથીના દાણાનું રોજ સેવન કરો. એનાથી પુરુષોની વંધ્યત્વની સમસ્યા દુર થાય છે. તે તમારા સ્પર્મ કાઉન્ટ વધારે છે. માટે એનું રોજ સેવન કરવું તમને ફાયદો પહોંચાડે છે.

હરસમાં રાહત આપે :

મિત્રો હરસની સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. હરસ થવા પર દર્દીને અસહ્ય દુઃખાવો થાય છે. પણ મેંથીના દાણા તમારી સમસ્યા દૂર કરી શકે છે. હરસના ઈલાજ માટે રાત્રે પલાળેલા મેથીના દાણાનું સવારે સેવન કરો. તમને ફાયદો થશે. તેમજ મેથીના બીને વાટીને હરસ પર લગાવવાથી એની પીડા માંથી મુક્તિ મળે છે.

સંધિવાંમાં ઉપયોગી :

મેથીના દાણા હાડકાને લગતી સમસ્યાઓ જેવી કે સંધીવાં અને સાયટિકામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. એના માટે સૂંઠનો પાવડર અને મેથીના દાણાનો પાવડર મિક્સ કરીને, તેના ફક્ત 1 ગ્રામનું સેવન નિયમિત કરવાથી તમને ફાયદો થશે. એને તમારે નવશેકા પાણી સાથે દિવસમાં બે વાર લેવો જોઈએ.

લોહીના દબાણમાં ઉપયોગી :

જો તમારા માંથી કોઈને બ્લડ પ્રેશર એટલે કે લોહીના દબાણની સમસ્યા છે, તો એમાં પણ મેથીના દાણા ઉપયોગી છે. એક દિવસ અગાઉ પલાળેલા મેથીના દાણા સવારે અને સાંજે 5 ગ્રામની માત્રામાં લઈને એનું સેવન કરો. અને જે પાણીમાં એને પલાળેલા હતા એ પાણી પણ પી જવું. એનાથી લોહી સારી રીતે પરિભ્રમણ કરશે અને લોહીના દબાણની સમસ્યા દૂર થઇ જશે.

પેટમાં ગેસની સમસ્યાનો ઈલાજ :

પલાળેલા મેથીના દાણા આપણા શરીર માંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનું કામ પણ કરે છે. એના સેવનથી પેટમાં ગેસ થવાની અને એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મળે છે. અને તે આપણી કિડનીને પણ સ્વસ્થ રાખે છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક :

જાણકારી માટે જણાવીએ દઈએ કે, મેથીના દાણામાં રહેલા સોલિડ રેસા શરીરમાં શુગરનું લેવલ નિયંત્રિત કરે છે. એટલે કે તે તમારી ડાયાબિટીસની સમસ્યામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

વાળ અને ચામડી માટે ઉપયોગી :

જો તમને વાળ ખરવાની સમસ્યા છે તો એના માટે મેથીના દાણાને પાણીમાં પલાળીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. એ પેસ્ટને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે, અને મજબૂત પણ થાય છે. એનાથી સફેદ વાળ પણ પાછા કાળા થવા લાગે છે. ઉપરાંત સવારે નયણાં કોઠે પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી ચહેરા પરથી ખીલ દુર થાય છે.

વજન ઘટાડવા માટે :

જાણકારી માટે જણાવી દઈએ કે, રાત્રે પાણીમાં પલાળેલા મેથીના દાણાને સવારે નયણાં કોઠે સેવન કરવાથી અને એનું પાણી પીવાથી તમે તમારું વધતું વજન અટકાવી એને ઘટાડી શકો છો.