ગુંદરપાક ખાવાથી મોટી ઉંમરે થતા સાંધાના, કમરના દુ:ખાવા થશે દૂર, આ છે તવા ગુંદરપાક બનાવવાની રીત

0
1910

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધા તેમજ કમરના દુઃખવાની તકલીફ થવાની શરુ થઇ જાય છે. અને ધીમે ધીમે તે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જો એનાથી બચવું હોય તો ગુંદરપાક ખાવો જોઈએ. અને આજે અમે તમને એ જણાવીશું કે તવા ગુંદરપાક કેવી રીતે બનાવવામાં આવે છે. આ પાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે, અને એને બનાવવો પણ ખુબ જ સરળ છે. તેમજ તે સ્વાસ્થ્ય માટે તો સારો છે જ. તો ચાલો એને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

જરૂરી સામગ્રી :

100 ગ્રામ બાવળનો ગુંદર,

600 ml ફૂલ ફેટ દૂધ,

50 ગ્રામ છીણેલું કોપરું,

75 ગ્રામ કાજુ બદામ અને અખરોટના નાના ટુકડા,

75 ગ્રામ કાજુ, બદામ અને પિસ્તા (સ્લાઈસ કરેલા),

1 મોટી ચમચી સફેદ મૂસળીનો પાઉડર,

1 મોટી ચમચી ઈલાયચી અને જાયફળનો પાઉડર,

110 ગ્રામ સાકરનો પાઉડર,

2 મોટી ચમચી ગંઠોડા પાઉડર,

3 મોટી ચમચી સુંઠ પાઉડર,

1 મોટી ચમચી ખસખસ,

3 મોટી ચમચી ઘરનું ચોખ્ખું ઘી,

1 મોટી ચમચી મગજતરીના બીજ.

બનાવવાની રીત :

ગુંદરપાક બનાવવા માટે સૌથી પહેલા ગુંદરના મોટા ટુકડા હોય તેને ખલણીમાં વાટી લેવા, જેથી આપણે ફ્રાઈ કરીયે ત્યારે તે જલ્દીથી ફ્રાઈ થઇ જાય. કારણ કે જો ગુંદરના ટુકડા મોટા હોય તો તેને ફ્રાઈ થતા વધારે સમય લાગે છે, અને વ્યવસ્થિત રીતે ફ્રાય પણ નથી થતા. ત્યારબાદ કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને ગ્રાઈન્ડ કરવાના છે. આ બધાને મીક્ષરના નાના જારમાં ગ્રાઈન્ડ કરવાના છે. એને થોડું ક્રશ કરવાનું છે પણ તે ફાઈન પેસ્ટ જેવું ના બનવું જોઈએ.

ત્યારબાદ એક નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળી કઢાઈ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી દો. પછી એમાં થોડું ઘી નાખો. ઘી સરસ ગરમ થાય એટલે ગેસને ધીનો કરી દેવાનો છે. પછી એમાં ગુંદર ફ્રાઈ કરવાનું છે. 2 થી 3 ચમચી જેવો ગુંદર એડ કરવાનો છે. એક સાથે બધો ગુંદર એડ નથી કરી દેવાનો. કારણ કે એ તળાશે એટલે તે એકદમ ફૂલી જશે. અને ઘી પણ ઓછું લેવાનું છે.

ગુંદર એડ કર્યા બાદ એને હલાવતા જાવ. જેમ જેમ એ ફ્રાઈ થતો જસે તેમ તેમ તે ફૂલતો જશે. તે બધી સાઇડથી સરસ તળાઈ જવા જોઈએ. તળાશે એટલે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો થઇ જશે. તે પ્રમાણે બધા ગુંદરને ફ્રાય કરી લેવાનો છે.

ત્યારબાદ બીજી કઢાઈમાં દૂધ એડ કરી દેવાનું છે. પણ એ પહેલા દૂધને ગાળી લેવાનું છે. જે ગુંદર ફ્રાઈ કર્યા પછી એકદમ નરમ થઇ જાય છે, તે ગુંદરનો ભૂકો કરી લેવાનો છે. અને દૂધને મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેને હલાવતા રહેવાનું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધી ગુંદરનો ચૂરો બનાવી લેવાનો છે. જયારે ગુંદરનો ભુક્કો તૈયાર થઇ જાય ત્યારે એને દૂધમાં એડ કરવાનો છે. અને એને મીડીયમ ગેસ ઉપર ઉકાળવા દેવાનું છે.

તેને હલાવતા રહેવાનું છે. 7 થી 8 મિનિટ બાદ તમારું દૂધ ફાટી ગયું હશે. હવે એને ઉકળવા દઈએ. દર ત્રણ ચાર મિનિટમાં તેને હલાવતા રહેવાનું છે જેથી તે નીચે ચીપકે પણ નહિ. અને તેનું ટેક્ષયર પણ ખુબજ સરસ મળે છે. કિનારેથી પણ એને મિક્ષ કરતા રહેવાનું, 15 થી 20 મિનિટ બાદ તેની થીક્નેસ આવશે. એક વાર જે કિનારીમાં જામ્યું છે એ દૂધને ઉખાડી લો.

હવે દુધમાં સાકરનો પાઉડર 3 થી 4 ચમચી એડ કરી દો, અને તેને હલાવતા રહો. બધી સાકાર એકસાથે એડ નથી કરવાની, નહિ તો એનું પાણી થઇ જશે, અને આનાથી માવાનો જે ટેક્ષચર જોઈએ છે તે નહી મળે, એટલે 2 થી 3 ચમચી સાકર એડ કરવની છે. એને ત્રણ ભાગમાં એડ કરશું.

જયારે એક ભાગની ઓગાળી જાય ત્યારે બીજા ભાગને એડ કરીશું. અને તેને હલાવી દેશું, ગેસને મીડીયમ રાખી મુકવાનો છે. છેલ્લા ભાગની સાકર છે તેને એડ કરી દેવાની છે. અત્યારે અમે 110 ગ્રામ સાકર લીધી છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો.

સાકર ઓગળે ત્યારબાદ સૌથી પહેલા છીણેલું કોપરું એડ કરવાનું, કોપરાને સરસ રીતે મિક્ષ કરી લો. કોપરું જો તમારે વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને તેને હલાવી નાખો. ત્યાર બાદ કાજુ બદામ અને અખરોટના નાના ટુકડા, કાજુ, બદામ અને પિસ્તા (ગ્રાઈન્ડ કરેલા), મગજતરીના બીજ અને ખસખસ એડ કરી દેવું અને આ બધાને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે.

જેમ જેમ આપણે વસ્તુ એડ કરતા જઈશું તેમ તેમ તે ઘટ્ટ થતું જશે. તેને સતત હલાવતા રહેવાનું છે. પછી એ ઘટ્ટ થવા લાગશે એટલે એમાંથી થોડા છાંટા ઉડે એવું તમને લાગશે, એટલે તમને લાગે એ પ્રમાણે તમે ગેસની ફ્લેમ એડજેસ્ટ કરી શકો છો. મિશ્રણ ઘટ્ટ થાય એ સમયે તેને સતત હલાવતા રહેવાનું છે. હવે ગેસને ધીમો કરીને એમાં સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, સફેદ મુસલીનો પાઉડર અને ઈલાયચી-જાયફળનો પાઉડર એડ કરી લેવાનો છે. ધ્યાન રહે કે આ બધાને ગેસ ધીમો રાખીને જ મિક્ષ કરવાના છે.

તમે જેવું આ બધુ નાખીને મિક્ષ કરશો, તો આનો કલર બદલાય જશે. અને એને સતત હલાવતા રહેવાનું છે. આને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. જયારે લચકા પડતું ટેક્ષયર આવે ત્યારે ગેસને બંધ કરી દેવાનું છે. કારણ કે આ ઠરશે એટલે વધારે ઘટ્ટ થશે. પણ ગેસ બંધ કર્યા પછી પણ એને સતત 5 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે.

કેમ કે આ ગરમ હોય તો હજુ આમાંથી સ્ટીમ(વરાળ) નીકળતી હોય એટલે એ સ્ટીમનું પાણી ના બનવું જોઈએ. એટલે તેને સતત 5 મિનિટ હલાવવાનું અને પછી તેને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા પછી તે સારી રીતે ઠીક થઇ ગયેલું હોય છે. હવે એને એક બાઉલમાં કે પ્લેટમાં લઈ લેવાનું છે.

હવે તમે જોઈ શકશો કે તેની અંદર સરસ દાણા જેવું ટેક્ષયર આવી ગયું હશે. હવે તેના ઉપર ગાર્નીસિંગ કરવાનું છે. એના માટે સમારેલી બદામ, પિસ્તા વગેરે એડ કરીશું. તમે ઈચ્છો તો એની સાથે અખરોટ પણ સાથે એડ કરી શકો છો. તો હવે આપણો તવા ગુંદરપાક સર્વિંગ માટે તૈયાર છે. જો તમારે એને સ્ટોર કરવાનો હોય તો તમે તવીમાં ઠંડુ થવા દેવાનું પછી ડબ્બામાં ભરીને તમે એને બહાર 4 થી 5 દિવસ સુધી, અને જો ફ્રિજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

જુઓ વિડીયો :