ગુજરાતનું ગૌરવ છે, જે વાછરડીને સાવજના મોઢામાંથી છોડાવી લાવે, એવો ખરો વીરલો. ધન્ય છે ગુજરાતની ભૂમિને.

0
1171

આ વાત છે ગઈકાલ વહેલી સવાર 3:30 ની જયારે ગામના રાજા દેવશીભાઇ જંગલના રાજા સિંહ સાથે બાથભીડે છે. વાંચો શું છે આખો ઘટનાક્રમ.

એશિયામાં ફક્ત અને ફક્ત ગુજરાતના ગીરમાં જ જંગલના રાજા સિંહ બિરાજમાન છે. સિંહમાં એવી ઘણી ખૂબી છે કે પહેલેથી જ સિંહને જંગલનો રાજા ગણવામાં આવ્યો છે. આવા નીડર અને ખુમારી ધરાવતા સિંહને પણ પછાડે એવા કેટલાય વીર પુરુષો અને ચારણ કન્યા વિષે આપણે વાર્તામાં સાંભળ્યું છે.

આપણા ભારત દેશનું નામ જે રાજા ભરત પરથી પડ્યું છે, એમણે બાળપણમાં સિંહનું મોઢું ખોલીને દાંત ગણવાની વાત પણ આપણે સાંભળી છે. પણ આ વાત ખરેખર વિડીઓમાં કેદ થયેલી છે. જેને જોઈને જ આપણી કમકમાટી છૂટી જાય.

અત્યારના લોકો જે શહેરી જીવન જીવે છે, આવા લોકો એક ગરોળી કે કૂતરાને જોઈને બી જાય છે. અને એવા લોકો માટે આ એક કલ્પનાનો જ વિષય છે કે, જો સિંહ તમારાથી ફક્ત 10 ફૂટ દૂર હોય તો તમારી શું વલે થાય? આવુ જ કંઈક બન્યું સૌરાષ્ટના અમરેલી જિલ્લાના ખાંભા નજીક મોટા બારમણની એક ગૌશાળામાં. જયારે ગૌશાળાની 10 ફૂટની દીવાલ કુદીને સિંહ ગાયનો શિકાર કરવા માટે અંદર આવ્યો.

બધી ગાયોએ વાડામાં દોડાદોડ મચાવી અને મોટે મોટેથી ભાંભરવા લાગી. આ બધો ખલબલાટ સંભાળતા ત્યાં બાજુમાં જ રહેતા ગૌશાળાના માલિક અને મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઈ અને તેમનો પરિવાર અડધી રાતે જાગી ગયો. દેવશીભાઈએ બહાર આવીને જોયું તો બંધ વાડામાં ગાયો મોટે મોટેથી ભાંભરતી હતી અને દોડ દોડ કરતી હતી.

ચાંદાના પ્રકાશમાં જયારે ઝીણી નજરથી એમણે જોયું તો એમના હોશ ઉડી ગયા. એક સિંહ શિકાર માટે એમની ગૌશાળામાં ઘુસી ગયો હતો. એમણે તરત કોઈ પણ જાતના વિલંબ વગર પરિવારને ઘર બંધ કરી અંદર પુરાઈ જવા કહ્યું, અને પોતે વાડામાં રહેલા આગળ અને પાછળના મોટા દરવાજા ખોલી નાખ્યા.

જેવા દરવાજા ખુલ્યા કે ગાયો પોતાનો જીવ બચાવતી બહારની તરફ ધસી આવી, પણ એવા સમયે એક નાની વાછરડી સિંહના મોઢામાં આવી ગઈ. આ જોઇને દેવશીભાઈથી રહેવાયું નહિ અને બાજુમાં પડેલી મોટી લાકડી ઉઠાવી અને પોતાના જીવની પરવા કર્યા વિના, ગાયની વાછરડીને બચાવવા સિંહના કાળનું રૂપ ધારણ કરતા હોય એમ, એક તરફ જંગલનો રાજા અને સામે મોટા બારમણ ગામનો રાજા સમા સામે આવી ગયા.

અને ત્યાં દેવશીભાઈએ 10 ફૂટ દુરથી છુટ્ટી લાકડી મારી, લાકડીનો ઘા વાગતા સિંહે મોઢામાં રહેલ વાછરડીને છોડી દીધી અને પોતાની પૂછડી દબાવીને ત્યાંથી પલાયન કરી ગયો. આ સમગ્ર ધટના ક્રમ ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયો.

ધન્ય છે ગામના સરપંચને જેમણે વાછરડીને બચાવવા પોતાના જીવની પરવાહ કર્યા વિના, સામી છાતીએ સિંહ સામે બાથભીડી.

વિડીઓ :

તમે જાણતા હોય એવા વીર પુરુષોના નામ કોમેન્ટમાં લખો, જેમણે સિંહ સાથે બાથભીડી હોય. અથવા જય જય ગરવી ગુજરાત કોમેન્ટમાં લખો.