ગુજરાતનું એક ગામ જ્યાં દૂધ મળે છે મફત, જાણો કેમ દૂધ-દહી-છાસ ફ્રીમાં આપી દે છે?

0
3439

મિત્રો આજકાલ ઘણા લોકો પોતાની પ્રોડક્ટ સાથે કોઈ વસ્તુ મફતમાં આપે છે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે લોકો પોતાની પ્રોડક્ટ જ મફતમાં આપી દે. નહિ ને. પણ એક જગ્યાએ એવું થાય છે. આ જગ્યાએ લોકો મફતમાં દૂધ આપે છે. હા, આ વાત સાચી છે. આવો તમને જણાવીએ એના વિષે.

સાચું બોલજો તમારા ઘરનું દૂધનું બિલ કેટલું આવે છે? 1000, 2000 કે 5000 હજાર પણ કચ્છના ધોકડા ગામમાં કોઈને દૂધના બિલની ચિંતા નથી, કારણ કે આ ગામમાં દૂધ દહીં છાસ ફ્રીમાં મળે છે, 5000ની વસ્તી ધરાવતા માંડવી જિલ્લાના ધોકડા ગામે જે લોકો પાસે દુધાળા ઢોર છે એનું દૂધ એ લોકો વેંચતા નથી, પણ પોતાના અને આસપાસના ગામના લોકોને દૂધ ફ્રીમાં આપી દે છે. (વિશ્વાસનાં આવે તો સૌથી નીચે વિડીયો પણ જોઈ લો.)

આજથી 500 વર્ષ પહેલા મુસ્લિમ પીર સયદનાએ ગામ લોકોને કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જણવાઈ રહે એના માટે કોઈએ દૂધ વેચવાનું નથી. ગામના સૌ કોઈ તેમના આ વચનનું પાલન આજે પણ કરી રહ્યા છે. અને ગામમાં આવેલી પીર સાયદનની દરગાહને માનની નજરે જુવે છે. ગાય ભેંસ ધરાવતા કુટુંબો વધારાનું દૂધ ગામમાં જેની પાસે દુધારા ઢોર નથી એ લોકોને ફ્રીમાં આપી દે છે. ઘરમાં ઉપયોગ કરવા દહીં, છાસ પણ પૈસા લીધા વગર બીજાને આપી દે છે. તેમ છતાં દૂધ વધેલું હોય તો તે આજુ બાજુના ગામના લોકોને આપી દે છે.

ગામના મુખિયા રઘૂવિર જાડેજા કહે છે કે “ગામના એક વ્યક્તિએ આમારી ઈચ્છા વિરુદ્ધ દૂધ વેચવાનું સારું કર્યું તો તે મરી ગયો. આજ બતાવે છે કે આમારા ગામની માન્યતા સારી અને સાચી છે.” ગામના એક સજન દામોદર જોશી કહે છે કે ” ચાર માણસના અમારા કુટુંબને અમારે જોઈએ એટલા દૂધ, દહીં અને છાસ મફત મળી જાય છે. જેથી કુટુંબને સાચવવાનો ખર્ચ ઓછો આવે છે.

મિત્રો વિચાર કરો છો? કઢાવો ધોકડા ગામની ટિકિટ અને જાતે જોઈ આવો આ ગામના લોકોની રહેણી કહેણી. આવી માહિતી જાણવા આમારું પેજ જરૂર લાઈક કરજો અને લાઈક કરવું પણ ફ્રીમાં છે. અને માહિતી બધાને ફ્રીમાં સેર કરજો.

જો જો ચુકી જતા.

વિડીયો : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.