જાણો પૂરણ પોળી-વેડમી એટલે કે ગળી રોટલી બનાવવાની રીત, અને વર્ષો જૂની લોકોની ફેવરેટ વાનગી ખાયો

0
4277

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે સ્વાદિષ્ટ વાનગીઓની રેસીપી લઈને આવતા રહીએ છીએ. એ કળીમાં આજે અમે પૂરણ પોળીની રેસીપી લઈને આવ્યા છીએ. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તે વેડમી, પૂરણ પોળી અને ગળી રોટલી વગેરે નામથી પ્રખ્યાત છે. અને આજે આપણે પૂરણ પોળીને તુવેરની દાણ માંથી બનાવવાના છીએ. જણાવી દઈએ કે આ વાનગી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે.

પૂરણ પોળી બનાવવા માટેની સામગ્રી :

1 કપ તુવેરની દાળ

1.25 કપ ઘઉંનો લોટ

3-4 મોટી ચમચી સાકર

1/2 નાની ચમચી એલચી અને જાયફનનો પાઉડર

1/2 કપ ગોળ

1 મોટી ચમચી ઘી (સ્ટફિંગ માટે )

1/2 મોટી ચમચી તેલ

પાણી

થોડું કેસર (વિકલ્પ છે)

પૂરણ પોળી બનાવવાની સરળ રીત :

પૂરણ પોળી બનાવવા માટે આપણે સૌથી પહેલા એક કપ તુવેરની દાળ લઈને તેને અર્ધો કલાક પલાણીને રાખીશું. ત્યારબાદ જેટલી દાળ લીધી હોય તેટલું પાણી લઈને કૂકરમાં બાફીસું અને તેના માટે કુકરની 4 સીટી વાગવા દઈશું. એટલે આપણી દાળ તૈયાર થઈ જશે. હવે એક કઢાઈ લઈને આ દાળને એમાં નાખીશું. ત્યારબાદ એમાં ગોળ અને સાકર ઉમેરીશું. જો તમે માત્ર ગોળ કે પછી માત્ર સાકરનો જ ઉપયોગ કરવા માંગતા હોય તો કરી શકો છો. પણ ગોળ અને સાકર સાથે ઉપયોગ કરવાથી પૂરણ પોળીનો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.

આપણે ગેસને મીડીયમ રાખીને એને બરાબર ચડવા દઈશું. હવે જયારે સાકર અને ગોળ બંને ઓગળી જાય ત્યારે તમે ટેસ્ટ કરીને જોઈ લો. જો તમે થોડું વધારે ગળ્યું ખાવાના શોખીન છો તો તેમાં સાકર કે ગોળ હમણાં ઉમેરી કરી શકો છો. કારણ કે એકવાર સંપૂર્ણ તૈયાર થઈ જાય પછી છેલ્લે ટેસ્ટ કરીને એમાં આ મીઠાસ એડ કરશો તો તે બરોબર એડ નહિ થાય. એટલે હમણાં એડ કરી લેવી જો તમને લાગે તો. ધ્યાન રહે કે વચ્ચે એને હલાવતા રહેવાનું છે.

તેમજ બીજી વાત એ કે હમેશા આ દાળ બનાવો ત્યાર જાડા તળિયા વાળું વાસણ લો. હવે એમાં કેસર ઉમેરી દઈશું. કેસર એક વિકલ્પ છે તમારે એડ કરવું હોય તો કરી શકો અને નહિ કરો તો પણ ચાલે. પણ કેસરથી ટેસ્ટ ખુબજ સરસ આવે છે, અને તેને એક વાર હલાવી દેવાનું છે. ત્યારબાદ ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી આના સ્ટફિંગમાં સાયનીંગ પણ સરસ આવે છે. અને આપણું જે સ્ટફિંગ છે એ એકદમ સ્મુધ બને છે.

પૂરણ પોળીનું આપણું સ્ટફિંગ એકદમ સ્મૂદ બને એના માટે તમે જે દાળનો ઉપયોગ કરો છો, એ સરસ રીતે બફાઈ ગયેલી હોવી જોઈએ. હવે ફરીથી થોડું ઘી ઉમેરીશું અને તેને સારી રીતે હલાવીશું. ત્યારબાદ એમાં એલચી અને જાયફળનો પાઉડર એડ કરીશું, અને તેને સારી રીતે હલાવી દઈશું. ઘટ્ટ થવા લાગે ત્યારે એને સતત હલાવતા રહેવાનું છે. થોડા સમય બાદ એ સરસ રીતે મિક્ષ થવા લાગે એટલે ગેસને બંધ કરી દઈશું. તમને જો ગેસ ક્યારે બંધ કરવાનો એ ખબર ના હોય, તો તમે એક નાની ડીસમાં થોડું સ્ટફિંગ લો અને તેને ઠંડુ થાય પછી જો ગોળી વળવા લાગે એટલે એનો મતલબ છે સ્ટફિંગ તૈયાર છે. તેને ડીસમાં ઠંડુ થવા મૂકી દો.

હવે સમય છે એનો લોટ બાંધવાનો. તો મિત્રો એના માટે ઘઉંનો લોટ જે રોટલી માટે ઉપયોગ કરીયે છીએ તે જ લેવાનો છે. જણાવી દઈએ કે એમાં મોવણ કે કશું નાખવાની જરૂર હોતી નથી. થોડું થોડું પાણી ઉમેરીને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેજ રીતે લોટ બાંધીશું. એને સારી રીતે મિક્ષ કરીશું. ધ્યાન રહે કે ક્યારેય પણ રોટલીના લોટને પાણી નાખીને સ્મૂધ નથી કરવાનો. એને 2 થી 3 મિનિટ મસળીશું તો તે જાતે જ સ્મૂધ થઇ જશે. 2 થી 3 મિનિટ મસળ્યા બાદ તે એકદમ સરસ સ્મૂધ લોટ તૈયાર છે, અને તમારા હાથ ઉપર લોટ ચોંટે નહિ તો સમજી લેવું કે લોટ સરસ રીતે બંધાયો છે. હવે થોડું તેલ લઈને ફરીથી એને સારી રીતે તેને 2 થી 3 મિનિટ મસળીશું. ત્યારબાદ એને 5 મિનિટ સુધી રહેવા દેવાનો છે.

લોટ તૈયાર થઈ ગયા પછી આપણે જે સ્ટફિંગ ડીશમાં ઠંડુ થવા મૂકેલું છે તે ઠંડુ થઇ ગયું હશે. અને લોટ પણ તૈયાર છે. પહેલા સ્ટફિંગ માંથી ગોળા બનાવી લેવાના છે, અને લોટને ફરીથી એક વાર મસળીને એનો લુવા બનાવી લેવાના છે. હવે મીડીયમ સાઈઝની રોટલી વણવાની છે અને સાથે તવો પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. રોટલી બની જાય ત્યાર જે આપણે સ્ટફિંગનો જે બોલ બનાવ્યો છે એને વચ્ચે મૂકી દેવાનું છે. અને તેને કવર કરી દેવાનું છે. હવે જે વધારાનો લોટ હોય એને ધીરે ધીરે દબાવીને દુર કરી દેવાનો છે.

મિત્રો આપણે જે રીતે કચોરી બનાવીએ છીએ એ રીતે જ આને પેક કરી લેવાની છે. સરસ રીતે પેક કરીને તેનો જે પેક કરેલો ભાગ છે એને નીચે રાખવાનું છે અને એની હલકા હાથે રોટલી બનાવી લેવાની છે. જે વધારોનો ઉપર કોરો લોટ હોય એને કપડાં વડે લૂછી લેવાનું છે. જે ડિજાઇન વાળો ભાગ ઊંધો જાય તે રીતે રોટલી તવા ઉપર નાખવાની છે. એજ રીતે બીજી પણ વણી લેવાની છે.

આપણે જે પૂરણ પોળી ગેસ પર સેકાવા મુકેલી હતી, એ એક બાજુથી સેકાય ગયી હશે. એટલે હવે આપણે એને પલટાવી દેવાની છે. પછી જયારે તે બીજી બાજુ પણ સેકાઈ જાય એટલે એને તવેતાથી દબાવીને બંને સાઈડ સેકી લેવાની છે. જો તેનું સ્ટફિંગ અને લોટ સરસ રીતે બાંધ્યો હશે તો તે જાતે ફૂલવા લાગશે.

એક વાતની ધ્યાન રહે કે પૂરણ પોળી શેકવામાં ગેસને ધીમો રાખવાનો છે. તે ગરમ હોય ત્યારેજ તેના ઉપર ઘી લગાવવાનું છે, અને તેના પર ચમચીથી નાના કાણા પાડી લેવાના જેથી તેની અંદર પણ ઘી ઉતરશે. અને એજ રીતે બધી પુરન પોળી તૈયાર કરી લેવાની છે.

તો મિત્રો હવે આપણી પૂરણ પોળી કે કહીએ તો વેડમી પીરસવા માટે તૈયાર છે. આપણે ઉપર ઘી લગાવેલું હોય છે પણ તમે ચાહો તો પૂરણ પોળીની સાથે અલગથી પણ ઘી સર્વ કરી શકો છો. પૂરણ પોળી ચણાની દાળ માંથી કે તુવેરની દાળ માંથી કે ઘણા લોકો મિક્ષ દાળ માંથી પણ બનાવે છે. પણ જો તમે બહાર જે પૂરણ પોળી ખાધી હોય તે તુવેરની દાળ માંથી બનાવેલી હોય છે.

વીડિઓ :