આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ કોક દી તો ટેસ્ટ કરાવો તમારા મિત્રોને આ ફળ, જાણો આ ફળની ખાસીયત.

0
2258

મિત્રો આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવવાના છીએ, જેની પોતાની અનોખી ખાસિયતને કારણે દુનિયા ભરમાં માંગ છે. અને એ ખાસ ફળનું નામ છે બાઓબાબ. જણાવી દઈએ કે, પોષક તત્વ, એંટીઓક્સીડેંટ અને વિટામિન સી થી ભરપૂર બાઓબાબને આફ્રિકાના લોકો શિયાળામાં પોતાના ભોજન, પીણા અને દવાઓમાં ઉપયોગ કરે છે. આવો જાણીએ એની ખાસિયત વિષે.

ડાળ પર જ સુકાય છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, બાઓબાબ દુનિયાનું એકલું એવું ફળ છે, જે પ્રાકૃતિક રૂપથી એના ઝાડની ડાળી પર જ સુકાઈ જાય છે. ગોલ્ડન રંગના લાંબા લાંબા આ ફળ ચાર મહિના સુધી સૂર્યની ગરમીમાં પાકે છે, અને ત્યારે એની બહારની છાલ ચિકણી, સખ્ત અને ભૂરા રંગની થઇ જાય છે. આ ફળની અંદર ભેજ નથી હોતો. બાઓબાબ ઉગાડવા વાળા ઝાડ પર ચડીને આ ફળને નીચે લઇ આવે છે.

લોકોને જીવન આપે છે :

તેમજ બાઓબાબનું ઝાડ આફ્રિકા મહાદ્વીપનું આઇકન છે. આફ્રિકાના સાવનના વિસ્તારની સુકી જમીનમાં હજારો વર્ષથી આ ઝાડ ઉગતા આવે છે. પોતાના વિશાળ થડમાં પાણી જમા કરીને આ ઝાડ પોષણથી ભરપૂર ફળ પેદા કરે છે. અને આ ઝાડ ફક્ત ખાવાનું જ પેદા નથી કરતા, પણ તે પશુઓ અને માણસો માટે આશ્રય પણ આપે છે. એટલા માટે કોઈ આશ્ચર્યની વાત નથી કે, આને ત્યાંના લોકોનું જીવન વૃક્ષ કહેવામાં આવે છે.

મિત્રો, તમને કદાચ એ જાણકારી નહિ હોય કે, બાઓબાબના ઝાડ ખરાબ સમય માટે પોતાના થડમાં હજારો લીટર પાણી જમા કરી લે છે. અને તેને ફળ પેદા કરવા લાયક બનવામાં 25 વર્ષ લાગે છે. આ ઝાડ બગીચામાં નથી ઉગતા પણ સામાન્ય રીતે જંગલમાં કે ગામોમાં સામુદાયિક રૂપથી વધે છે. ફળની માંગ વધવાથી પર્યાવરણવાદી આ વાતના વિષે પણ વિચારી રાખ્યું છે કે, આ ઝાડોના પ્રકૃતિ પર શું પ્રભાવ પડશે?

આવકનો સ્રોત છે :

જણાવી દઈએ કે, કેન્યામાં બાઓબાબના ફળથી લોકોની સારી એવી કમાણી થઇ જાય છે. પહેલા આ ફળ ઝાડના આસપાસના વિસ્તારના લોકો ખાતા હતા. પણ હમણાં આ ફળ મોટા શહેરોમાં વેચવા લાગ્યા છે, અને બીજા દેશોમાં પહોંચાડવામાં પણ આવે છે. યુરોપીય સંઘે 2008 માં પહેલી વાર બાઓબાબની આયતની મંજૂરી આપી હતી. હવે દર વર્ષે યુરોપીય સંધમાં લગભગ 20 ટન ફળ આવે છે.

મંકી બ્રેડ :

ઝાડ પર પાકીને તૈયાર થઇ ગયા પછી, કડક બીજ વાળા આ ફળને તોડીને આને ખોલવામાં આવે છે. એની અંદરથી ચૉક જેવા સુકા ફળ નીકળે છે. ત્યારબાદ એને પીસીને એનું બારીક ચૂર્ણ બનાવવામાં આવે છે. એ ચૂર્ણનો ઉપયોગ ભોજન કે પીણામાં કરવામાં આવે છે. ખાટા સ્વાદ વાળા ફળને મંકી બ્રેડ કે બુઈ પણ કહેવાય છે. આમાં પોષણની સાથે ઇલાજ કરવાના પણ ગુણ હોય છે.

આરોગ્યના લાભો :

જાણકારી માટે જણાવી દઈએ કે, 100 ગ્રામ બાઓબાબ ફળમાં લગભગ 300 મિલીગ્રામ વિટામિન હોય છે, જે નારંગી કરતા 5 ગણું વધારે છે. સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ હોવાના કારણે આ ફળનું જ્યુસ લોકોનું મનપસંદ જ્યુસ છે. આનાં પાંદડાઓ અને બીજનો ઉપયોગ કોસ્મેટિક્સ અને ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. એવું માનવામાં આવે છે કે, આ ફળ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવાની સાથે સાથે ત્વચાને યુવાન બનાવી રાખે છે, અને ઉર્જાનું સ્તર ઊંચું રાખે છે.

જંગલની માં :

મિત્રો, બાઓબાબ ઝાડની આ જાત મેડાગાસ્કરમાં જોવા મળે છે. અહીંના અવેન્યુ ઓફ બાઓબાબ આવા ઝાડોની જન્મસ્થળી છે જે હજારો વર્ષ જુના છે. અને દુનિયા ભરના પ્રવાસીઓ આને જોવા માટે આવે છે. સ્થાનીય ભાષામાં ત્યાં તેને મલાગાસી કહે છે અને લોકો આને “જંગલની માં” પણ કહે છે.

આફ્રિકામાં રહેતા ગુજરાતીઓને વિનંતી કે, જયારે તેઓ પોતાના દેશમાં આવે, ત્યારે ખાસ કરીને આ ફળોના પાવડરને કેવીરીતે વાપરવો એ શીખવાડે.