આ ગુજરાતી મહિલાઓએ ફક્ત 80 રૂપિયામાં બનાવ્યો 800 કરોડનો કારોબાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

0
3381

મિત્રો જો તમે સાચા દિલથી મહેનત કરો અને પોતાની સુઝબુઝ વાપરો છો તમને સફળ થતા કોઈ રોકી નહિ શકે. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જો તમારો જન્મ પણ 90ના દશકમાં થયો છે, તો તમને યાદ હશે કે તે જમાનામાં અમુક અમુક ઘરોમાં જ ટીવી જોવા મળતા હતા. અને જો કોઈના ઘરે ટીવી પણ હોય તો તે પણ બ્લેક એન્ડ વાઈટ ટીવી જ હતા.

એ સમયે ટીવી પર આવનારી ફિલ્મ અને ધારાવાહિકોની વચ્ચે આવતા વિજ્ઞાપનોમાં એક એવું વિજ્ઞાપન પણ હતું જે ખુબ ચર્ચામાં હતું. “કર્રમ કર્રમ-કર્રમ કર્રમ” ની જીંગલની સાથે લિજ્જત પાપડની એડ તે જમાનામાં ટીવી પર આવતી હતી. આજે લિજ્જત પાપડ વિષે કોઈને જણાવવાની જરૂરત નથી. આ એક એવું પાપડ છે જેના વિષે દેશના દરેક વ્યક્તિ જાણે છે. અને દેશના કેટલાય ઘરોમાં આ સંસ્થાના પાપડ જ ખવાતા હશે.

આ વાત એ સમયની જયારે દેશ આર્થિક ઉદારીકરણના ખોળામાં હતો, અને તે સમયે દેશના લોકો લિજ્જત પાપડનો લાજવાબ સ્વાદ ચાખી રહ્યા હતા. તે સમયે આ પાપડનો સ્વાદ દરેક ઘર સુધી પહોંચતો હતો. જોત જોતા આ એક સામાન્ય પાપડ એક મોટી બ્રાન્ડ બની ગયું.

તમે ન જાણતા હોય તો જણાવી દઈએ કે ગુજરાતીમાં લિજ્જતનો અર્થ થાય છે સ્વાદ. લિજ્જત પાપડની બ્રાન્ડએ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આજણા આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે 80 રૂપિયાની લોન લઈને શરુ કરવામાં આવેલો આ બિઝનેસ આજે 800 કરોડ સુધી પહોંચી ગયો છે.

મહેનત અને કૌશલ્યથી કંપનીએ પોતાનું નામ આખા દેશમાં બનાવ્યું :

તો આ કિસ્સો છે વર્ષ 1950 નો. એ સમયે ગુજરાતની સાત મહિલાઓએ પાપડ બનવાનું કામ શરુ કર્યુ. એમને પાપડ બનાવવા પર સહેમતી એટલા માટે મળી કારણ કે આ મહિલાઓ ફક્ત આ જ કરવાનું જાણતી હતી. તેમની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેમની પાસે બિઝનેસ ચલાવવા માટે પૈસા નહોતા.

એ કારણે તેમણે એક સામાજિક કાર્યકર્તા છગનલાલ કમરસી પાસેથી 80 રૂપિયા ઉધાર લઈને કામ શરુ કર્યુ. આ બીજા પાસેથી લીધેલા નાણાથી પાપડનો એક ઉદ્યોગ બનાવવા માટેની જરૂરી વસ્તુ ખરીદવામાં આવી. મહેનત અને કૌશલ્યના કારણે કામ ચાલી પડ્યું અને જોત જોતામાં કંપની ઉભી થઇ ગઈ.

ધીમે ધીમે ધંધો સારો થવા લાગ્યો. એટલે 15 માર્ચ 1959 થી એ સમયના ભુલેશ્વર નામના પ્રખ્યાત વેચારી મુંબઈના એક પ્રખ્યાત બજારમાં આ પાપડને વેચવા જવા લાગ્યા. તે સમયે મહિલાઓ બે પ્રકારના પાપડ બનાવતી હતી. એક પાપડ કિંમતમાં સસ્તા અને બીજા કિંમતમાં થોડા મોંઘા હતા. તે સમયે છગનલાલે મહિલાઓને સલાહ આપી કે તમે પોતાની ગુણવત્તાની સાથે સમાધાન નહિ કરે તો એમને ઘણો ફાયદો થશે. અને મહિલાઓએ તેમની વાત માનીને ફક્ત ગુણવત્તા વાળા પાપડ બનાવવા પર જ ધ્યાન આપવાનું શરુ કર્યુ.

લીજ્જતે સહકારી યોજનાની જેમ વિસ્તાર કરવાનું શરુ કરી નાખ્યું. જોતા જોતા આ બેઝનેસમાં 25 છોકરીઓ કામ કરવા લાગી. પહેલા વર્ષે કંપનીએ 6196 રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અને એ સમયે આ રકમ કંઈ નાની ન હતી. જો તમારા દાદા-દાદીનો જન્મ એ જમાનામાં થયો હોય તો એમને પૂછજો કે આ કિંમત કેટલી થાય તો એ તમને યોગ્ય જવાબ આપી શકશે.

43 હજાર મહિલાઓને મળ્યું કામ :

આ પાપડનો સ્વાદ અને ગુણવતા બંને જોરદાર હતા, એટલે લોકો બીજાને એને લેવાની સલાહ આપવા લાગ્યા. આથી લોકોના પ્રચાર અને સમાચાર પાત્રોમાં લખવામાં આવતા લેખોના માધ્યમથી આ પાપડ પ્રખ્યાત થવા લાગ્યા. કામ ચાલવાના કારણે બીજા વર્ષે આ કંપનીમાં કુલ 300 મહિલાઓએ કામ કરવાનું શરુ કરી દીધુ. વર્ષ 1962 માં પાપડનું નામ લિજ્જત અને સંગઠનનું નામ શ્રી મહિલા ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું હતું.

આજે બજારમાં આ બ્રાન્ડના પાપડની સાથે ઘણી બીજા વસ્તુ પણ જોવા મળે છે. એક રિપોર્ટના મુજબ લિજ્જત સફળ સહકારી રોજગારે લગભગ 43 હજાર મહિલાઓને કામ આપ્યું છે.