એરપોર્ટ પર ગુજરાતના આ ક્રિકેટર પાસે મળી આવી લાખોની આ વસ્તુઓ, થયો મોટા ખુલાસાઓ

0
265

આઈપીએલ 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઇનામ જીત્યા પછી હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પાછા આવ્યા હતા. ગુરુવારે દુબઈથી મુંબઇ પહોંચ્યો હતો ત્યારે DRIના અધિકારીઓએ રોક્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને લઇને નિવેદન આપ્યુ છે.

DRIના જણાવ્યા પ્રમાણે કૃણાલ પંડ્યા પાસે મોંઘી અને લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી. કૃણાલની કસ્ટમના અધિકારીઓએ આ બાબતે પુછપરછ કરી હતી.

કૃણાલ પંડ્યા પાસેથી કસ્ટમ વિભાગને ઓમેગા અને એમ્બ્યુલર પિગેટની ચાર મોંધી લક્ઝરી ઘડિયાળો મળી, અને પંડ્યાએ તેમને કસ્ટમ્સ ડ્યુટી માટે જાહેર કરી ન હતી.

DRI ના જણાવ્યા મુજબ કૃણાલ પાસે જાહેર ન કરાયેલ સોનુ, જેમા સોનાની 2 બંગાળી, થોડીક મોંઘી ઘડિયાળ અને ઘણો જ કિંમતી સામાન હતો. ક્રિકેટરે તેનું ડિક્લેરેશન કર્યું જ ન હતું. અંદાજીત કિમત માટે તમામ સામાનને જપ્ત કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંડ્યાને મધ્યરાત્રિની આજુબાજુ જવાની છૂટ મળી હતી.

ઘડિયાળોનું વેલ્યુએશન પૂરું થઇ ગયા પછી, પંડ્યાએ તેની કિંમતનું લગભગ 38 ટકા કસ્ટમ ડ્યુટી તરીકે ચૂકવવું પડશે. પંડ્યા સામે દાવો માંડવો કે દંડની રકમ તે માટેનો કસ્ટમ વિભાગ નિર્ણય લેશે. એકવાર પંડ્યાએ દંડ ભર્યા પછી જ લક્ઝરી ઘડિયાળો તેમને સોંપવામાં આવશે.

કૃણાલ પંડ્યા આઈપીએલમાં IPL 2020 મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 71 ક્રિકેટ મેચ રમ્યો છે. આઈપીએલ 2017 IPL 2017ની ફાઇનલમાં તે મેન ઓફ ધ મેચ હતો. મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટને હરાવીને ત્રીજી વખત ઇનામ મેળવ્યો. આ વર્ષની આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) ના કેએલ રાહુલે ઓરેન્જ કેપ કબજે કરી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ પર્પલ કેપ જીતી હતી.