આ છે ગુજરાતનું સૌથી સ્માર્ટ ગામ, અહીંની સરદાર પટેલની ૩૦ ફૂટ ઉંચી મૂર્તિ છે આકર્ષણનું કેન્દ્ર

0
6789

આજકાલ સ્માર્ટ જમાનો આવ્યો છે. વ્યક્તિ સ્માર્ટ, મોબાઈલ સ્માર્ટ, સિટી પણ સ્માર્ટ. તો પછી ગામડા કેમ પાછળ રહી જાય. ગામડાઓ પણ સ્માર્ટ થવા લાગ્યા છે. ગુજરાતના અનેક ગામો આજે જુદી જુદી રીતે આદર્શ અને મોડેલ વિલેજ બન્યા છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આદર્શ ગામ યોજના બાદ પણ ગામના વિકાસમાં થોડા અંશે સુધારો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે બારડોલીનું ‘બાબેન’ ગામ આ તમામ વિકાસથી અલગ સાબિત થયું છે, એટલે કે જ્યારે ગુજરાતના અનેક ગામોમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હતો તેવા સમયે આ ગામ આદર્શ બની ગયું હતું.

અને આ વિકાસ પાછળ 2007માં ગામના સરપંચ બનેલા ભાવેશ પટેલ અને હાલમાં સરપંચ પદ સંભાળી રહેલા તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યોનો મોટો ફાળો રહ્યો છે. ગામના પૂર્વ સરપંચ ભાવેશ પટેલે  ગામના વિકાસ અંગે વાત કરી હતી. એ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ગામલોકોની જાગૃતિના કારણે આ સંભવ બન્યુ છે.

બાબેન ગામમાં આવેલો લેક, કોઈ સ્માર્ટ સિટીથી ઓછુ નથી આ ગામ.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટરની અંતરે આવેલા બાબેન ગામના વિકાસની ગાથા આજે અજાણી નથી. આશરે 15000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મેટ્રો શહેરોની જેમ પહોંળા આરસીસી રસ્તા, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, ડીગ્રી એન્જીનિયરિંગ કોલેજ સહિતની સુવિધાઓ છે. 2011 માં બાબેન ગ્રામ પંચાયતને રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરાતા આ ગામ લાઈમલાઈટમાં આવ્યું હતું. જો કે આ પહેલા પણ એને તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કાર મળી ચૂક્યાં હતા.

લગભગ 15 વર્ષ પહેલા જંગલ જેવી સ્થિતિમાં રહેલા આ ગામનો વિકાસ આજે કોઈને પણ ચકિત કરી દે તેવો છે. શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરી ચૂકેલા આ ગામમાં હાલ ફાલ્ગુનીબેન પટેલ સરપંચ તરીકે કાર્યરત છે. અને હવે તેઓ ગામને કેસલેશ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે.

આ ગામમાં ગટર, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે.

પતિ-પત્નીનો ગોલ છે કે ગામનો વિકાસ કરવો છે : 

વર્ષ 1991માં બારડોલીની કોલેજમાં સાથે ભણતા ભાવેશ પટેલ અને ફાલ્ગુનીબેનના 1993 માં લગ્ન થયાં હતા. ગામનો સોશિયલ વિકાસ કરવામાં માનતા આ દંપતીએ પોતાના ગામને રાજ્યમાં બેસ્ટ બનાવવાનો વિચાર કર્યો. એના માટે એમણે લોકોમા જાગૃતિ ફેલાવવા માટે ગામમાં કેટલીક ઈવેન્ટોનું પણ આયોજન કર્યું. ભાવેશ પટેલ પોતાના ગામમાં મેટ્રો સિટી જેવી સુવિધાઓ વિકસાવવા માગતા હતા. તે 2007 માં સરપંચ તરીકે ચૂંટાયા હતા.

સરપંચ તરીકે ચૂંટાયા બાદ સભ્યો સાથે તેઓએ ગામના વિકાસ માટે લોકભાગીદારીથી કામ કરવાની શરૂઆત કરી. અને થોડા જ સમયમાં સતત વિકસતી ગામની સુવિધાઓ સાથે 2011માં ગામને બેસ્ટ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળ્યો. જણાવી દઈએ કે હાલમાં ભાવેશ પટેલના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સરપંચ પદે વિકાસના કામ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે ફાલ્ગુનીબેન ઉકા તરસાડીયા ક્રેડીટ સોસાયટીના ડાયરેક્ટર પણ છે. ભાવેશ પટેલ બારડોલી સુગર કો-ઓપરેટીવ સોસાયટીના વાઈસ ચેરમેન અને બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ છે. ગામમાં પંચાયત ઘર, આંગણવાડી, સીસીટીવી કેમેરા અને વાઈફાઈની વ્યવસ્થા છે.

આ ગામનો વિકાસ 2007થી શરૂ થયો હતો :

વર્ષ 2007 માં સરપંચ ભાવેશ પટેલના નેતૃત્વમાં તમામ સભ્યોએ પોતાના ગામના વિકાસ માટે નિયમ લીધા. ગામને સ્વચ્છ બનાવવા લોકજાગૃતિ માટે ગ્રામ પંચાયતના સભ્યોએ એક હરીફાઈ અમલમાં મુકી. જેમાં ગામના દરેક ત્રણ ફળિયા વચ્ચે સ્પર્ધા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ હરીફાઈમાં ગામના દરેક ફળિયાની વ્યક્તિએ વાળથી માંડીને નખ તેમજ આંગણા, ઘર સહિતની સફાઈનું ધ્યાન રાખવાનું હતું. ત્રણ મહિનાના સમયગાળામાં યોજાયેલી આ સ્પર્ધા દરમ્યાન સફાઈ અંગેની રોજ ચકાસણી કરવામાં આવતી હતી. આ હરીફાઈમાં એમના દ્વારા ત્રણ ઈનામ પણ રખાયાં હોવાથી સફાઈ અંગેની લોકજાગૃતિ ગામલોકોમાં કારગત નીવડી હતી.

પંચાયતના સભ્યો અને ગામના લોકો સરકારી સહાય વિના લોકભાગીદારીથી ગામના વિકાસકામમાં જોતરાવા લાગ્યાં. ધીમેધીમે પ્રાથમિક સુવિધાઓથી માંડીને શરૂ થયેલો ગામનો વિકાસ આજે પણ અવિરત ચાલુ છે. વર્ષ 2007 થી બે ટર્મ સુધી 19 સભ્યો સાથે બાબેન ગ્રામ પંચાયત સમરસ બની રહી હતી. જો કે 2016માં યોજાયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે ભાવેશ પટેલના પત્ની ફાલ્ગુની પટેલનો વિજય થયો હતો. આ ગામમાં તળાવ પાસે સરદાર પટેલની મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

આ બધી સુવિધાઓથી સજ્જ છે બાબેન ગામ :

(૧.) 15000થી વધારેની વસ્તી ધરાવતા ગામના તમામ 8500 જેટલા મકાનો પાકા છે. (૨.) ગટર, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અહી ઉપલબ્ધ છે. (૩.) આ ગામમાં સુવિધાયુક્ત પંચાયત ઘર, આંગણવાડી તેમજ સીસીટીવી કેમેરા અને વાઈફાઈની સુવિધા છે.

(૪.) ગામમાં જ બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, હાઉસ્કૂલ માટે આધુનિક સુવિધા સાથેના બિલ્ડીંગ છે. (૫.)  ડીગ્રી એન્ડ ડીપ્લોમા, એન્જીનિયરિંગ કોલેજ અને રેસ્ટોરન્ટની પણ સુવિધા ગામમાં જ છે. (૬.) આ ગામના અલગ-અલગ વિસ્તારમાં છ પાણીની ટાંકી અને ત્રણ આર ઓ પ્લાન્ટ દ્વારા મળે ફ્રી પાણી.

(૭.) ગામની સ્વચ્છતા માટે ગામમાં સવાર-સાંજ પંચાયત દ્વારા કચરો લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. (૮.) બાબેન ગ્રામ પંચાયતની પોતાની એમ્બુલન્સ છે અને ગામમાં જ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ છે. (૯.) ગામમાં બ્લોક પેવિંગ ધરાવતી ફૂટપાથ, ફૂલોથી સુશોભિત ડિવાઈડર્સ સાથે ગામના અંદર રસ્તા બાર ફુટ પહોળા.

(૧૦.) ગામના દરેક રોડ પર બન્ને તરફ સ્ટ્રીટ લાઈટો, ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. (૧૧.) આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને દરેક ઘરમાં શૌચાલય ઉપરાંત ગામમાં થોડા થોડા અંતરે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે.

(૧૨.) લોકભાગીદારીથી 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું. (૧૩.) રાત્રિની લાઈટિંગથી ઝગમગી ઉઠતુ આ તળાવ વિદેશી શહેરનો નજારો આપે છે. (૧૩.) 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.

ગામની પ્રગતિ જોઇને અન્ય રાજ્યના સરપંચો-અધિકારીઓ લે છે આ ગામની મુલાકાત :

તમને જણાવી દઈએ કે ગામડાની પરંપરા છોડ્યા વગર સિટી જેવી સુવિધાઓ વિકસાવી ચૂકેલા ગામની મુલાકાત લેવા ઘણા લોકો આવે છે. બાબેન ગામનો વિકાસ જોવા તેમજ સલાહ માટે અન્ય રાજ્યમાંથી પણ સરપંચો સહિતાના અધિકારીઓ આવે છે. મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી સરપંચો-સભ્યો તેમજ અધિકારીઓ અહીં મુલાકાત લે છે. અને એટલું જ નહીં આઈએએસ કક્ષાની નોકરી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેની મુલાકાત લઈ ચૂક્યા છે.

ગામમાં બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, હાઉસ્કૂલ માટે આધુનિક સુવિધા સાથેના બિલ્ડીંગ.

અલગ-અલગ વિસ્તારમાં છ પાણીની ટાંકી.

ગામના ત્રણ આર ઓ પ્લાન્ટ દ્વારા લોકોને મળે ફ્રી પાણી.

સવાર-સાંજ દરેક ઘરેથી કચરો લઈ જવાની વ્યવસ્થા.

બાબેન ગામમાં જ મોટું સ્વાસ્થ્ય કેન્દ્ર.

ગામના રસ્તાની રોજ સફાઈ કરવામાં આવે છે.

ગામમાં 12 ફૂટ જેટલા પહોંળા રોડ.

રાત્રિ દરમ્યાન ગામમાં બનાવાયેલા લેકનો આવો નજારો હોય છે.

ડીગ્રી એન્ડ ડીપ્લોમા, એન્જીનિયરિંગ કોલેજ અને રેસ્ટોરન્ટની પણ સુવિધા.

ગામમાં તાજેતરમાં ઘણા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું.

બાબેન ગામનું વિશાળ પ્રવેશદ્વાર.

પૂર્વ સરપંચ ભાવેશ પટેલ.

આર્ટીકલ: દર્પણ ડાખરા (સૌ: https://www.patelsamajડોટcoડોટin/)