ગુજરાતનું ફેમસ સ્ટ્રીટફૂડ એવું ટેસ્ટી ખીચું બનાવવાની રીત જાણી લો, અને પરિવાર સાથે એની મજા માણો.

0
1575

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. આજે અમે તમારા માટે ગુજરાતી ખીચું બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આ ખીચું આપણે ચોખાના લોટ માંથી બનાવીશું. આને ઘરે બનાવવું ખુબજ સરળ છે. આજકલ આ સ્ટ્રીટફૂડ ઘણી જગ્યાએ સર્વ થાય છે. તો ચાલો આજે તેને ઘરે બનાવતા શીખીએ.

જરૂરી સામગ્રી :

એક કપ ચોખાનો લોટ,

2 મોટી ચમચી કોથમીર,

4 થી 5 લીલા મરચા (નાના કાપી નાખવા),

1/2 મોટી ચમચી અજમો,

સીંગ તેલ,

1/2 મોટી ચમચી જીરું,

2.5 કપ પાણી,

મેથિયો મસાલો (તૈયાર અથાણાનો મસાલો),

1/4 નાની ચમચી ખાવાનો સોડા,

થોડો ચાટ મસાલો,

મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

ખીચું બનાવવાની શરૂઆત કરતા આપણે સૌથી પહેલા મરચા, કોથમીર, જીરું, મીઠું અને અજમો આ બઘી વસ્તુઓને ચટણીના જારમાં નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી દઈશું. ધ્યાન રહે કે આને પાણી વગર જ ક્રશ કરી દેવાનું છે. અને તેને થોડું અધ કચરું રહે તે રીતે ક્રશ કરવાનું છે. ત્યારબાદ પાણીને ગરમ કરવા મૂકી દેવું.

હવે જ્યારે પાણી ઉકળવાનું શરું થાય એટલે તેમાં કોથમીર, મરચા વગેરે જે ક્રશ કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે. ત્યાર બાદ તેને હલાવીને તેના ઉપર અડધું ઢાંકણ ઢાંકીને નાખીને તેને ઉકાળવા દઈશું. જયારે તે ઉકળવાનું શરૂ થાય ત્યારે ગેસ ધીમોં કરીને તેમાં સોડા એડ કરીશું. ત્યારબાદ તેને 2 મિનિટ માટે ઉકળવા દઈશું.

હવે 2 મિનિટ થઇ ગયા બાદ ગેસને ધીમો કરીને જે ચોખાનો લોટ લીધો છે, તેને થોડો થોડો એડ કરતા જઈશું અને તેને મિક્ષ કરતા રહેશું. જયારે આપણે પાપડ માટે વધારે ખીચું બનાવીએ છીએ ત્યારે એને લાકડાની સ્ટીકથી હલાવીએ છીએ. પણ અત્યારે આપણે ઓછા પ્રમાણમાં ખીચું બનાવવાંના છીએ, એટલે વેલણથી તેને મિક્ષ કરતા જઈશું. ક્યાંય પણ કોરો લોટ ના રહે તે રીતે તેને સરખી રીતે મિક્ષ કરી દઈશું.

એકદમ સરસ રીતે મિક્ષ થઇ ગયા બાદ તેની નીચે એક લોઢી મૂકી દઈશું. ગેસને ધીમે રાખીને આને 2 મિનિટ માટે ગરમ થવા દઈશું. બે મિનિટ બાદ ગેસને બંધ કરી તેને એક બાઉલમાં નીકળી દઈશું.

હવે આપણું ટેસ્ટી ખીચું સર્વિંગ કરવા માટે તૈયાર છે. તેની ઉપર થોડું તેલ, મરચું અનર ચાટ મસાલો નાખી દેવો. તો તૈયાર છે આપણું ખીચું.

જુઓ વીડિયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.